Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંજૂરી વિના વૃક્ષ કાપી નાખતાં 3.24 લાખની નોટિસ:સાયન્સ સીટી રોડ પર કોમ્પ્યુટર એજ્યુકેશનની જાહેરાત દેખાય તેના માટે 12 વૃક્ષનું નિકંદન કરી નાખ્યું

    1 day ago

    શહેરના સાયન્સ સીટી રોડ પર જાહેરાતના બોર્ડ દેખાય તેના માટે ડિવાઈડરની વચ્ચે લગાવેલા વૃક્ષો કાપી નાખવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા મંજૂરી વિના ઝાડ કાપવા બદલ KICT કોમ્પ્યુટર એજ્યુકેશન નામના ક્લાસીસના સંચાલકને નોટિસ ફટકારી છે. 2000 વહીવટી ચાર્જ અને 120 જેટલા વૃક્ષ ઉગાડી તેની માવજત કરવાની 300ના સ્ટેમ્પ પેપર પર બાંહેધરી અથવા વૃક્ષો ઉગાડી અને તેના માવજત પેટે 3.24 લાખ રૂપિયા ભરવા માટે જાણ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી વિના ઝાડ કાપી નાખવામાં આવતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેશનની મંજૂરી લીધા વિના વૃક્ષ કાપી નાખ્યા હોવાનું સામે આવ્યું શહેરના સાયન્સ સિટી રોડ ઉપર અનેક વૃક્ષો આવેલા છે. રોડ પર ડિવાઇડરની વચ્ચે ઘટાદાર વૃક્ષો આવેલા હોવાના કારણે કારણે આ વિસ્તારમાં ઠંડક પણ રહે છે. જોકે, કેટલાક લોકો પોતાના ફાયદા માટે લીલાછમ વૃક્ષો કાપી નાખતા હોય છે. મ્યુ. કોર્પોરેશનના ગોતા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુધી જાણકારી આવી હતી કે, સાયન્સ સીટી રોડ પર અઝોન સોલિસિટર ખાતે આવેલા KICT કોમ્પ્યુટર એજ્યુકેશનના દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈપણ મંજૂરી લીધા વિના ઉપરના ભાગેથી રાતોરાત કાપી નાખવામાં આવ્યા છે. જે બાબતે તપાસ કરતા તેમના દ્વારા આ ઝાડ કાપવામાં આવ્યા હોવાનું સામે આવતા ગાર્ડન વિભાગ દ્વારા તેમને નોટીસ આપવામાં આવી છે. 12 વૃક્ષો ઉગાડી તેની માવજત અને સાર-સંભાળ રાખવાની બાંહેધરી આપવાની રહેશે પર્યાવરણને કરવામાં આવેલા નુકશાનીનાં વળતર પેટે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા હેઠળ પ્રતિ વૃક્ષ દીઠ 1000 દંડ+ 1000 વહીવટી ચાર્જ તથા એક વૃક્ષનાં બદલામાં બીજા 10 ગણા (8થી 10 ફુટનાં) એટલે 12 વૃક્ષ સામે બીજા 12 વૃક્ષો ઉગાડી તેની માવજત અને સાર સંભાળ રાખવાની રૂ. 300ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી આપવાની રહેશે અથવા 1 નંગ વૃક્ષની સામે નવા 10 વૃક્ષો ઉછેરવા માટે પ્રતિ વર્ષ રૂ. 2500 થવા પાત્ર ખર્ચ પેટે પ્રતિ વૃક્ષ રૂ. 2500 X 120 વૃક્ષના રૂ. 3 લાખ + 12 વૃક્ષનાં રૂ. 24000 (વહીવટી ચાર્જ અને દંડ) મળીને કુલ રૂ.3.24 લાખ રૂપિયા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરાવવા માટેની નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મર્સિડીઝમાંથી મૃતદેહ મળ્યો:અમદાવાદમાં એલ.જે કોલેજ પાસે કોહવાયેલી લાશ મળી, ગેરેજમાં 6 મહિનાથી ગાડી પડી હતી: PI
    Next Article
    ‘ગ્રામસભાની મંજૂરી વગર એજન્સીઓને ઘૂસવા નહીં દઈએ’:વાંસદામાં સર્વે કામગીરી સામે રેલી યોજી ઉગ્ર વિરોધ, MLA અનંત પટેલની આગેવાનીમાં મામલતદારને આવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment