Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મર્સિડીઝમાંથી મૃતદેહ મળ્યો:અમદાવાદમાં એલ.જે કોલેજ પાસે કોહવાયેલી લાશ મળી, ગેરેજમાં 6 મહિનાથી ગાડી પડી હતી: PI

    13 hours ago

    અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી એલ.જે કોલેજ પાસે મર્સિડીઝ ગાડીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પાર્ક થયેલી ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળ્યો છે જેના પગલે સરખેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કાર ગેરેજવાળાની હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ હજુ થઈ નથી. લાશ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી સરખેજ પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડી કમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો સરખેજ વિસ્તારમાં એલ.જે કોલેજની પાછળ આવેલા એક ગેરેજની સામે અંદાજે 40 વર્ષની ઉંમરના એક વ્યક્તિની લાશ મર્સિડીઝ કારમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ અંગે પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ મૃતકનું મોત બે દિવસથી થયું હોવાનું લાગી રહ્યું છે. એફએસએલની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. જે ગાડીમાંથી લાશ મળી છે તે ગાડી 6 મહિનાથી બંધ હાલતમાં ત્યાં પડી હતી. ડી કમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે. ગેરેજમાં 6 મહિનાથી ગાડી પડી હતી: PI સરખેજ પોલીસ સ્ટેશનના PI એલ.એલ. ચાવડાએ જણાવ્યું હતું કે નજીકમાં એક વ્યક્તિનું ગેરેજ આવેલું છે અને ગેરેજમાં આ ગાડી છેલ્લા છ મહિનાથી પડી હતી. મૃતક કાર માલિક હોય એવું હાલ જણાતું નથી. મૃતક અંગેની હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે, જે બાદ હત્યા છે કે અકસ્માતે ઘટના બની છે તે જાણવા મળશે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    Patna-Tatanagar Vande Bharat Express food complaint: IRCTC summons Amul, seeks explanation
    Next Article
    મંજૂરી વિના વૃક્ષ કાપી નાખતાં 3.24 લાખની નોટિસ:સાયન્સ સીટી રોડ પર કોમ્પ્યુટર એજ્યુકેશનની જાહેરાત દેખાય તેના માટે 12 વૃક્ષનું નિકંદન કરી નાખ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment