Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં પહેલીવાર મૂવેબલ ક્રોસિંગનો ઉપયોગ:ક્રોસિંગમાં ટ્રેનને ગેપ-રહિત રેલ સપાટી મળશે, 320 કિમીની ઝડપે ટ્રેનની સલામતી માટે હાઈ-ટેક વ્યવસ્થા

    7 hours ago

    સુરત અને વાપી સહિત દક્ષિણ ગુજરાતના રેલવે મુસાફરો માટે ભવિષ્યમાં મહત્વપૂર્ણ બનનારા મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરમાં આધુનિક રેલવે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કોરિડોરમાં ભારતીય રેલવે નેટવર્કમાં પ્રથમ વખત મૂવેબલ ક્રોસિંગ એટલે કે સ્વિંગ-નોઝ ક્રોસિંગ ધરાવતા હાઈ-સ્પીડ ટર્નઆઉટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 320 કિમી પ્રતિ કલાકની ડિઝાઈન સ્પીડને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી આ વ્યવસ્થા ટ્રેનની સલામતી ઉપરાંત મુસાફરોને વધુ આરામદાયક રાઈડ આપવામાં પણ મદદરૂપ થશે. પરંપરાગત ક્રોસિંગની જગ્યાએ નવી ટેક્નોલોજી સુરત-વાપી રેલવે રૂટ પર ભવિષ્યમાં હાઈ-સ્પીડ ટ્રેન સેવા શરૂ થવાની હોવાથી ટ્રેક અને ટર્નઆઉટની ટેક્નોલોજીમાં અત્યંત ચોકસાઈ જરૂરી છે. સામાન્ય ટ્રેનોની સરખામણીએ બુલેટ ટ્રેનની ઝડપ ઘણી વધુ હોવાથી પરંપરાગત ફિક્સ્ડ ક્રોસિંગની જગ્યાએ મૂવેબલ ક્રોસિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્રોસિંગમાં ગેપ નહીં રહે પરંપરાગત ફિક્સ્ડ ક્રોસિંગમાં રેલ વચ્ચે નિશ્ચિત ગેપ રહે છે. ઊંચી ઝડપે ટ્રેન પસાર થાય ત્યારે આ ગેપના કારણે વ્હીલ અને રેલ વચ્ચે ડાયનેમિક ઈમ્પેક્ટ, કંપન અને અવાજ વધી શકે છે. આ ઉપરાંત વ્હીલ તથા રેલના ભાગોમાં ઘસારો પણ વધી શકે છે. મૂવેબલ ક્રોસિંગમાં ક્રોસિંગ નોઝ પણ સ્વિચ રેલ સાથે ખસે છે. તેના કારણે ટ્રેનના વ્હીલને ટર્નઆઉટના સમગ્ર ભાગમાં સતત અને ગેપ-રહિત રેલ સપાટી મળે છે. પરિણામે ટ્રેનનું પસાર થવું વધુ સરળ બને છે અને મુસાફરોને વધુ આરામદાયક મુસાફરીનો અનુભવ મળી શકે છે. ડ્યુઅલ પોઈન્ટ મશીનથી વધારાની સુરક્ષા હાઈ-સ્પીડ ટર્નઆઉટમાં બે સ્વતંત્ર પોઈન્ટ મશીન લગાવવામાં આવ્યા છે. એક મશીન સ્વિચ રેલને જરૂરી સ્થિતિમાં ખસેડીને લોક કરશે, જ્યારે બીજું મશીન મૂવેબલ ક્રોસિંગ નોઝને યોગ્ય સ્થિતિમાં લાવીને લોક કરશે. સિગ્નલિંગ ઈન્ટરલોકિંગ સિસ્ટમ દ્વારા રૂટ સેટ કરવાનો કમાન્ડ મળ્યા બાદ બંને મશીન સંકલિત રીતે કાર્ય કરશે. બંનેની યોગ્ય સ્થિતિ અને લોકિંગની પુષ્ટિ થયા બાદ જ ટ્રેનને ટર્નઆઉટ પરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. મિલીમીટર સ્તરની ચોકસાઈથી મોનિટરિંગ 320 કિમી પ્રતિ કલાકની ડિઝાઈન સ્પીડને ધ્યાનમાં રાખીને પોઈન્ટ મશીનમાં મિલીમીટર સ્તરની ચોકસાઈ જરૂરી છે. આ સિસ્ટમમાં ઊંચા લેટરલ ફોર્સને સહન કરી શકે તેવી લોકિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે જ સ્વિચ રેલ અને મૂવેબલ ક્રોસિંગની સ્થિતિનું સ્વતંત્ર ડિટેક્શન પણ કરવામાં આવશે. સિસ્ટમની સંપૂર્ણ તપાસ બાદ જ રૂટ રિલીઝ ટર્નઆઉટ યોગ્ય રીતે સેટ અને લોક થયાની સિસ્ટમની તમામ તપાસમાં પુષ્ટિ થયા બાદ જ ટ્રેન માટે રૂટ રિલીઝ કરવામાં આવશે. સુરતથી વાપી તરફના દક્ષિણ ગુજરાતના રેલવે પટ્ટામાં ભવિષ્યની હાઈ-સ્પીડ રેલ કનેક્ટિવિટી માટે આવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહ્યો છે..
    Click here to Read More
    Previous Article
    અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ફૂડ વિભાગ એક્શન મોડમાં:30 પદયાત્રી કેમ્પોમાં ધડાધડ ચેકિંગ, માઈભક્તોના ભોજનની સુરક્ષા માટે કડક આદેશ
    Next Article
    ભાવનગરમાં ફાયર ઈમરજન્સી માટે નાગરિકોએ હવેથી 112 પર કોલ કરવો:આવતીકાલે સવારે 11 વાગ્યાથી '112 પાયલોટ પ્રોજેક્ટ' કાર્યરત, જૂના તમામ લેન્ડલાઇન નંબરો મર્જ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment