Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં ફાયર ઈમરજન્સી માટે નાગરિકોએ હવેથી 112 પર કોલ કરવો:આવતીકાલે સવારે 11 વાગ્યાથી '112 પાયલોટ પ્રોજેક્ટ' કાર્યરત, જૂના તમામ લેન્ડલાઇન નંબરો મર્જ કરાયા

    7 hours ago

    ભાવનગરમાં આવતીકાલ સવારે 11 વાગ્યાથી ફાયર અને ઇમરજન્સી સેવાઓમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. '112 પાયલોટ પ્રોજેક્ટ' અંતર્ગત હવે ફાયરનો જૂનો 101 નંબર અને લેન્ડલાઇન નંબરો સીધા 112 નંબર સાથે મર્જ કરી દેવાયા છે. જીપીએસ અને ટેબ્લેટ સિસ્ટમથી 24 વાહનો સજ્જ કરવામાં આવ્યા છે. હવે કોઈ પણ અકસ્માત કે ફાયર ઇમરજન્સીમાં નાગરિકોએ 112 નંબર પર સંપર્ક કરવાનો રહેશે. જ્યારે મોક્ષ રથ અને શબવાહિની માટે 63579 99100/101 નંબર પર કોલ કરવાનો રહેશે. '112 પાયલોટ પ્રોજેક્ટ' શરૂ થશે ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાં આવતીકાલ તા.23.09.2026 થી '112 પાયલોટ પ્રોજેક્ટ' શરૂ થવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી ફાયર વિભાગ માટે ઉપયોગમાં લેવાતો જાણીતો 101 નંબર તેમજ લેન્ડલાઇન નંબરો 0278-2424814, 0278-2424815 અને 0278-2424878 ને હવે સીધા 112 ઇમરજન્સી સેવા સાથે મર્જ કરી દેવામાં આવ્યા છે. નાગરિકોએ તમામ સેવાઓ માટે માત્ર 112 નંબર પર કોલ કરવાનો રહેશે આગ કે અન્ય કોઈ પણ અકસ્માત જેવી ઇમરજન્સી સ્થિતિમાં ભાવનગરના નાગરિકોએ તમામ સેવાઓ માટે હવેથી માત્ર 112 નંબર પર કોલ કરવાનો રહેશે. આ ઉપરાંત, ભાવનગર શહેરના નાગરિકો માટે મોક્ષ રથ તેમજ શબવાહિનીની સેવાઓ માટે પણ અલગથી ખાસ નંબર જાહેર કરવામાં આવ્યા છે. મોક્ષ રથ કે શબવાહિનીની જરૂરિયાત સમયે નાગરિકોએ 6357999100 / 6357999101 નંબર પર સંપર્ક કરવાનો રહેશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ જાહેર જનતાને આ ફેરફાર અંગે ખાસ નોંધ લેવા અને જરૂરિયાતના સમયે આ નવા અને યોગ્ય સંપર્ક નંબરોનો જ ઉપયોગ કરવા વિનંતી કરાઈ છે. 108 અને પોલીસની જેમ ફાયર ડિપાર્ટમેન્ટ પણ 112 માં એડ આ અંગે ભાવનગર મહાનગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે, ફાયર ડિપાર્ટમેન્ટમાં જે નંબર હતા 101, 2424814, 2424815, 2424878, એ નંબર 112માં ડાયવર્ટ થયા છે અને એજ નંબર 112 માં હવે સીધો નંબર ડાયલ થશે. 108 અને પોલીસની જેમ ફાયર ડિપાર્ટમેન્ટ પણ 112 માં એડ થયું છે. ફાયર, પોલીસ, 108 સેવા અને રિસ્પોન્સ ટાઇમ એમાં એડ થઈ શકે તેમજ રિસ્પોન્સ ટાઇમ સમયસરનો રિપોર્ટ લઈ શકે અને સમયસર પબ્લિકને સેવા મળી શકે એ માટે 112 માં મર્જ થયું છે. ​વધુમાં જણાવ્યું હતું કે, ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ નાખી છે અને ટેબ્લેટ નાખ્યું છે. ગાડીઓને એનું લોકેશન મળી જશે. 112 તરફથી ફાયર કોલ જે મળશે એનું લોકેશન એમાં દેખાશે અને તરત ગાડીનો રિસ્પોન્સ ટાઇમ ઓછો થઈને સમયસર ગાડી પહોંચી જશે. ફાયરની 24 વ્હીકલો છે, એમાં તમામમાં સિસ્ટમ નાખવામાં આવી છે. જે તમામ સિસ્ટમ આવતીકાલે સવારે 11 વાગ્યાથી એક્ટિવ થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં પહેલીવાર મૂવેબલ ક્રોસિંગનો ઉપયોગ:ક્રોસિંગમાં ટ્રેનને ગેપ-રહિત રેલ સપાટી મળશે, 320 કિમીની ઝડપે ટ્રેનની સલામતી માટે હાઈ-ટેક વ્યવસ્થા
    Next Article
    રાજકોટ ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઇવ:3 દિવસમાં નંબર પ્લેટ લગાવ્યા વગર ફરતી બે BMW કાર સહીત 147 વાહનો ડિટેઈન કરી, રૂ.1.19 લાખનો દંડ વસુલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment