Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઇવ:3 દિવસમાં નંબર પ્લેટ લગાવ્યા વગર ફરતી બે BMW કાર સહીત 147 વાહનો ડિટેઈન કરી, રૂ.1.19 લાખનો દંડ વસુલાયો

    8 hours ago

    રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા ફરીથી ખાસ ડ્રાઇવ શરૂ કરી નિયમોનો ભંગ કરનાર તેમજ નંબર પ્લેટ વગર વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં આગળ પાછળ બન્ને તરફ નંબર પ્લેટ ન હોય તેવી 2 BMW કાર સહીત 147 વાહનો છેલ્લા 3 દિવસમાં ડિટેઇન કરવામાં આવ્યા છે જયારે જૂના પેન્ડિંગ ચલણ હોય તેવા 249 ચલણની વસુલાત કરી રૂપિયા 1.19 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર ટ્રાફિક એસીપી એમ.એમ.લાલીવાલએ જણાવ્યું હતું કે, રાજ્યના DGP સર દ્વારા ઓન 15 દિવસ ડ્રાઇવ માટે સૂચના આપવામાં આવી છે તેને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત રાજકોટ શહેરમાં સતત છેલ્લા એક મહિનાથી ટ્રાફિક શાખા દ્વાર નંબર પ્લેટ તેમજ કાળા કાચ વાળા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્પેશિયલ ડ્રાઇવમાં છેલ્લા 3 દિવસ દરમિયાન નંબર પ્લેટ વગરના વાહનો તેમજ કાળા કાચ વાળા વાહનો અને મોટા હેવી વાહનો નિયમ વિરુધ્ધ ચાલત હોય તેની સામે કાર્યવાહી કરી કુલ 147 વાહન 3 દિવસમાં ડિટેઇન કરવામાં આવ્યા છે. રાજકોટ ટ્રાફિક પોલીસે ગત તારીખ 19 સપ્ટેમ્બરના રોજ કુલ 25 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા જેમાં 19 ટુ-વ્હિલર, 3 રીક્ષા, 4 ફોર વ્હિલર અને 1 હેવી વાહનનો સમાવેશ થાય છે. જયારે 20 સપ્ટેમ્બરના રોજ કુલ 137 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા જેમાં 121 ટુ-વ્હિલર, 1 રીક્ષા, અને 15 ફોર વ્હિલરનો સમાવેશ થાય છે. તથા 21 સપ્ટેમ્બરના રોજ કુલ 55 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા જેમાં 37 ટુ-વ્હિલર, 6 રીક્ષા, 9 ફોર વ્હિલર અને 3 હેવી વાહનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ડિટેઇન કરાયેલ વાહનોમાં 3 BMW કાર તેમજ 2 સ્કોર્પિયો કારનો પણ સમાવેશ થાય છે જેમાં નંબર પ્લેટ ન હોવાના કારણે ડિટેઇન કરવામાં આવી હતી. ડિટેઈન કરેલા વિવિધ વાહનોનો અગાઉનો રેકોર્ડ તપાસવામાં આવતા અનેક વાહનોના જૂના ચલણ પણ પેન્ડિંગ હોવાનું ધ્યાને આવતા પોલીસે કુલ 249 જૂના પેન્ડિંગ ચલણ ભરાવડાવી રૂ.1.19 લાખનો દંડ વસૂલ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં ફાયર ઈમરજન્સી માટે નાગરિકોએ હવેથી 112 પર કોલ કરવો:આવતીકાલે સવારે 11 વાગ્યાથી '112 પાયલોટ પ્રોજેક્ટ' કાર્યરત, જૂના તમામ લેન્ડલાઇન નંબરો મર્જ કરાયા
    Next Article
    રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો હવે દેશના ટોચના ટુરિઝમ સ્પોટ્સ પર યોજાશે:એકતા નગરમાં મળશે 72મો એવોર્ડ સમારોહ, અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં કરી મોટી જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment