Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતરામપુરમાં 32 જીવિત લોકોના ખોટા મરણના દાખલા રજૂ કરાયા:IIFL ફાઇનાન્સમાં ₹12.76 લાખની ઉચાપતનો આરોપ, આસિસ્ટન્ટ મેનેજર સામે ફરિયાદ

    6 hours ago

    મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં IIFL સમસ્તા ફાઇનાન્સમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કંપનીમાં 32 જીવિત લોનધારકોના ખોટા મરણના દાખલા રજૂ કરીને તેમની લોન બંધ કરાવી, ક્લેમની રકમ મેળવી લેવાઈ હોવાનો આરોપ છે. આ મામલે આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર પંકજ માલ વિરુદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. માહિતી મુજબ, પંકજ માલ પર 32 લોનધારકોના ખોટા મરણના સર્ટિફિકેટ રજૂ કરવાનો આરોપ છે. આ સર્ટિફિકેટના આધારે લોન બંધ કરાવીને ક્લેમની રકમ મેળવી લેવામાં આવી હતી. IIFL સમસ્તા ફાઇનાન્સની વિજિલન્સ ટીમને આ બાબતની જાણ થતા ગોધરા એરિયા મેનેજરને જાણ કરાઈ હતી. તપાસમાં 32 લોનધારકોના મરણના ખોટા દાખલા રજૂ કરી લોન બંધ કરાવી હોવાનું સામે આવ્યું. આ પ્રકરણમાં કુલ ₹12,76,619ની ઉચાપત થઈ હોવાનો આરોપ છે. IIFL સમસ્તા ફાઇનાન્સ દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં CRPC કલમ 70ના વોરંટનો આરોપી ઝડપાયો:ભાવિકુમાર ગોહિલ વિવિધ કોર્ટના કેસોમાં ફરાર હતો, બડિયાર નાકા પાસેથી પકડાયો
    Next Article
    10 લાખ કારીગરો માટે 'દિવાળી' જેવા સમાચાર:ધરણાંના 1 દિવસ પહેલાં જ લેબર વિભાગનું મોટી કાર્યવાહી, શ્રમિકોને હવે મળશે રવિવારની રજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment