Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 લાખ કારીગરો માટે 'દિવાળી' જેવા સમાચાર:ધરણાંના 1 દિવસ પહેલાં જ લેબર વિભાગનું મોટી કાર્યવાહી, શ્રમિકોને હવે મળશે રવિવારની રજા

    7 hours ago

    સુરત શહેરમાં એમ્બ્રોઇડરી સહિતના અલગ-અલગ યુનિટમાં કામ કરતા 10 લાખથી વધુ શ્રમિકો માટે આજના સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 4 વર્ષથી જે માંગણી કરવામાં આવી રહી હતી, આખરે તે શ્રમિકોની માંગ પૂરી થઈ છે અને હવે તેમને સાપ્તાહિક રજા અચૂક મળશે. સુરત જિલ્લા કલેક્ટર અને નાયબ શ્રમ આયુક્તની કચેરી તરફથી આ અંગેનો એક સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સાપ્તાહિક રજા અને હકના વેતન સહિતની અન્ય માંગોને લઈ આ પરિપત્ર જાહેર થતાં શ્રમિક વર્ગમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ધરણાંના 1 દિવસ પહેલાં જ તંત્ર હરકતમાં આવ્યું ઉલ્લેખનીય છે કે, પોતાની પડતર માંગણીઓ અને શોષણને લઈને 1 ઓક્ટોબરના રોજ શ્રમિકો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિશાળ ધરણાં પ્રદર્શન કરવામાં આવનાર હતું. પરંતુ, આ આંદોલન ઉગ્ર બને તેના બરાબર 1 દિવસ પહેલા જ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. નાયબ આયુક્તની કચેરીમાંથી સુરત ચેમ્બર ઓફ કોમર્સ અને ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી જોબ વર્ક એસોસિએશન (TEJAS) ને તાત્કાલિક અસરથી આ પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. નવા લેબર કોડ મુજબ વેતન અને કામના કલાકોની જોગવાઈ આ જાહેર કરાયેલો પરિપત્ર નવા લેબર કોડના અમલીકરણ બાબતે છે. જેમાં અગત્યના 4 કાયદાઓ કે જે શ્રમિકોને લગતા છે, તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસન દ્વારા એસોસિએશનોને કડક સૂચના આપવામાં આવી છે કે શ્રમિકો માટે વેતન, કામના કલાકો તથા રજાઓની જોગવાઈઓનું ફરજિયાતપણે પાલન થવું જોઈએ. કારખાનાના માલિકોએ હવે સરકારી ધારાધોરણો મુજબ કામના કલાકો નિર્ધારિત કરવા પડશે અને સાપ્તાહિક રજા સાથે યોગ્ય વેતન ચૂકવવું પડશે. મજૂર યુનિયનની જીત, માલિકોની મનમાની નહીં ચાલે: અજય ડી. દુબે આ ઐતિહાસિક નિર્ણય પર મજૂર યુનિયનના પ્રતિનિધિ અજય ડી. દુબેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ અમારી આખી ટીમની જીત છે. 1 ઓક્ટોબરે અમે કલેક્ટર કચેરીમાં ધરણાં કરવાના હતા, પરંતુ તે પહેલાં જ કલેક્ટર અને લેબર કમિશનર સાહેબે અમને બોલાવીને પરિપત્ર આપ્યો છે. અગાઉ 2015, 2018 અને 2022 માં પણ અમે લડાઈઓ લડી હતી પણ પરિપત્ર નહોતો મળ્યો. પ્રશાસને આશ્વાસન આપ્યું છે કે જે કંપની કાયદો નહીં માને તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. બસ હવે જોવાનું એ છે કે માલિકો હવે શું બદમાશી કરે છે. જો તેઓ જીદ કરશે તો અમે લેબર કમિશનરને લેખિતમાં ફરિયાદ આપીશું અને લીગલ એક્શન લેવાશે. 15 વર્ષના સંઘર્ષ બાદ આખરે રજા મળી: શ્રમિક ધર્મેન્દ્ર વર્મા વર્ષોથી એમ્બ્રોઇડરી લાઇનમાં કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના શ્રમિક ધર્મેન્દ્ર વર્માએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હું છેલ્લા 15 વર્ષોથી આમાં કામ કરી રહ્યો છું. જ્યારથી હું અહીં આવ્યો છું ત્યારથી સતત કામ જ કરી રહ્યો છું. ન તો કોઈ તહેવારની રજા મળે છે, ન તો રવિવારની. અમે જે આટલા દિવસોથી સંઘર્ષ કરી રહ્યા હતા, તેના ફળસ્વરૂપે આજે અમને બધાને આ રજા મળી ચૂકી છે. હવે માત્ર શેઠ લોકોનું જોવાનું બાકી છે કે તેઓ આનું પાલન કરે છે કે નહીં. કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે જો કોઈ તમારી વાત નથી માનતું, તો તેમના પર કાયદાકીય કાર્યવાહી કરાશે. કાયદાનું ઉલ્લંઘન કરનારા માલિકો સામે થશે કડક કાર્યવાહી સમગ્ર ઘટનાક્રમ જોતાં સ્પષ્ટ થાય છે કે સુરતનું પ્રશાસન હવે શ્રમિકોના હક પ્રત્યે એકદમ સતર્ક બન્યું છે. સુરતમાં ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી ક્ષેત્રે કામ કરતા લાખો પરપ્રાંતીય મજૂરોનું વર્ષોથી થતું શોષણ હવે આ નવા પરિપત્રના કારણે અટકશે તેવી આશા જાગી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે હવે જો કોઈપણ કારખાનેદાર કે માલિક લેબર કોડનું ઉલ્લંઘન કરશે કે શ્રમિકોના હક છીનવશે, તો તેમની સામે શ્રમ વિભાગ દ્વારા કડક અને સીધા પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સંતરામપુરમાં 32 જીવિત લોકોના ખોટા મરણના દાખલા રજૂ કરાયા:IIFL ફાઇનાન્સમાં ₹12.76 લાખની ઉચાપતનો આરોપ, આસિસ્ટન્ટ મેનેજર સામે ફરિયાદ
    Next Article
    Delhi में रात को लड़कियां क्यों डरती हैं? | Women Safety | Ground Report | Delhi NCR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment