Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવક જે ક્રેન ચલાવતો તેના પર 32મા માળે ફાંસો ખાધો:અમદાવાદમાં 352 ફૂટ ઊંચી નિર્માણાધીન બિલ્ડિંગમાં સવાર સુધી મૃતદેહ લટક્યો

    2 days ago

    અમદાવાદના એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટીની સામે નિર્માણાધીન ટ્રેમોન્ટ એડલીપ બિલ્ડિંગમાં 32મા માળે ક્રેનમાં લટકીને યુવકે ફાંસો ખાધો હતો. ગઇકાલે(11 ઓગસ્ટ) મોડી રાતથી સવાર સુધી મૃતદેહ લટકેલી હાલતમાં હતો. આસપાસના લોકોએ જણાવ્યું કે અમે સવારે આઠ વાગ્યે અહીં પહોંચ્યા ત્યારે આ યુવક લટકેલો જોવા મળ્યો હતો. 352 ફૂટ ઊંચી નિર્માણાધીન બિલ્ડિંગમાં સવારના સાડા નવ વાગ્યા સુધી મૃતદેહ લટક્યો હતો. બાદમાં સાઇટ પર ક્રેનના સેફ્ટી ડિપાર્ટમેન્ટના લોકોએ મૃતદેહને નીચે ઉતાર્યો હતો. મૃતકનું નામ પ્રીતમસિંહ છે જેની ઉંમર 22 વર્ષ છે અને તે મૂળ ઝારખંડનો છે. યુવક છેલ્લા કેટલાય સમયથી સાઇટ પર ક્રેન ચલાવવાનું કામ કરતો હતો. ઘટનાસ્થળની 3 તસવીર મજૂરનો ફોન આવ્યો એટલે જાણ થઈ: પ્રોજેક્ટ એન્જિ. પ્રોજેક્ટ એન્જિનિયર દર્શલ જોશીએ કહ્યું કે, હું ઘરે હતો, ત્યારે વહેલી સવારે એક મજૂરનો ફોન આવ્યો એટલે જાણ થઈ. પરિવારમાંથી તેના ભાઈએ કહ્યું કે થોડી ઇન્ટરનલ પ્રોબ્લેમ હોવાને કારણે તેને સુસાઇડ કર્યું હોઈ શકે. આત્મહત્યા કેમ કરી તેની તપાસ કરાશે: PI સોલા પોલીસ સ્ટેશનના PI કે.એન. ભૂકણે જણાવ્યું કે યુવકે શા માટે આત્મહત્યા કરી તેની તપાસ કરાશે. પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ કહ્યું- રીલ્સના યુગમાં શોર્ટકટ ન અપનાવો:Gen-Zને અન્યના સંઘર્ષોમાંથી શીખવું જોઈએ; પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની બાયોગ્રાફી લોન્ચ કરી
    Next Article
    જામનગરમાં જર્જરિત ઇમારતો સામે મનપાની કાર્યવાહી:વોર્ડ 13માં ભયજનક બિલ્ડિંગ તોડાયું, 13 ઇમારતો જમીનદોસ્ત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment