Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    32 સેકેન્ડમાં 34 ઘા, એકતરફી પ્રેમમાં લેડી ટીચરની હત્યા:પતિ છું, કહીને સ્કૂલમાં ઘૂસી ગયો; ઉપરાછાપરી ઘા ઝીંકી છાતી-ગળું લોહીલુહાણ કર્યા; પ્રપોઝલ ફગાવતા યુવક નારાજ હતો

    2 days ago

    હરિયાણાના ફરીદાબાદમાં સોમવારે ધોળા દિવસે એક પ્રાઈવેટ સ્કૂલમાં ઘૂસીને એક યુવકે લેડી ટીચરની છરીના ઘા ઝીંકી હત્યા કરી દીધી. આરોપી વિરુદ્ધ થોડા દિવસ પહેલા લેડી ટીચરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તે સમયે આરોપીએ બધાની સામે માફી માંગી લીધી હતી. પરંતુ, આ વાતથી તેણે લેડી ટીચરથી નારાજ હતો. સોમવારે યુવક સ્કૂલમાં ઘૂસ્યો અને લેડી ટીચર પર છરીથી ઉપરાછાપરી હુમલા કરીને તેની હત્યા કરી દીધી. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં યુવક લેડી ટીચર પર સતત હુમલો કરતો દેખાઈ રહ્યો છે. ટીચર બચવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે તેને પકડીને છરીના ઘા મારતો જ રહે છે. બચવાના પ્રયાસમાં ટીચર જમીન પર પડી જાય છે, પરંતુ આરોપી તેના ઉપર બેસીને હુમલો કરતો રહે છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ તેને બચાવવા માટે આગળ વધે છે, પરંતુ હુમલાખોર તેને ગાળો આપીને પાછળ હટાવી દે છે. ટીચરની છાતી, પેટ, ગળા અને ચહેરા પર લગભગ 34 ઘા માર્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. સ્કૂલમાં જાહેરમાં થયેલી આ ઘટનાથી દહેશત ફેલાઈ ગઈ. માહિતી મળતા જ પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. સાંજે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે અમિત સંધ્યાને એકતરફી પ્રેમ કરતો હતો. તે છેલ્લા એક વર્ષથી પોતાના દિલની વાત તેને કહેવા માંગતો હતો, પરંતુ સંધ્યા દર વખતે તેને અવગણતી હતી. સંધ્યાએ ફિરોઝપુર ગામના રહેવાસી વિક્કી ગુર્જર સાથે લેવ મેરેજ કર્યા હતા. લેડી ટીચરની હત્યાના સમયના PHOTOS… અહીં ક્રમબદ્ધ રીતે જાણો આખો મામલો… ફરીદાબાદમાં સ્કૂલમાં ઘૂસીને લેડી ટીચર સંધ્યા શર્મા (25)ની છરીના ઘા મારીને હત્યા કરનાર યુવક અમિતને પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે અમિત સંધ્યાને એકતરફી પ્રેમ કરતો હતો. તે છેલ્લા એક વર્ષથી પોતાના દિલની વાત તેને કહેવા માંગતો હતો, પરંતુ સંધ્યા દર વખતે તેને અવગણતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, છેડતીના કેસમાં માફી માંગ્યા પછી અમિત સંધ્યા પર ગુસ્સામાં હતો. તેને એ વાત પસંદ ન આવી કે સંધ્યાએ સ્કૂલ પણ બદલી લીધી હતી અને રહેવાની જગ્યા પણ બદલી લીધી હતી. આ જ અદાવતમાં સોમવારે સવારે લગભગ 9:30 વાગ્યે તે સંધ્યાની સ્કૂલે પહોંચ્યો. ત્યાં તેણે સંધ્યાને તેના પતિના નામનો હવાલો આપીને રૂમમાંથી બહાર બોલાવી. જેવી તે બહાર આવી, અમિતે તેના વાળ પકડીને તેને બહાર ખેંચી અને તેના પર ઉપરાછાપરી ચાકુ વડે હુમલો કર્યો. પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, અમિતે ભૂલ સ્વીકારીને માફી માંગી હતી, પણ નારાજ હતો સંધ્યાના પતિ વિકી ગુર્જરનો આરોપ છે કે પત્ની પહેલા સિરોહી ગામની એક સ્કૂલમાં ભણાવતી હતી. ત્યાં તેમની અમિત સાથે ઓળખાણ થઈ હતી. જોકે, અમિતની હરકતોથી પરેશાન થઈને તેમણે તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં અમિતે પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી લીધી હતી.પણ અમિત આ મામલે નારાજ હતો. નજરેજોનાર સ્કૂલ સંચાલક તેજપાલે નજરે જોયેલી ઘટના જણાવી… "શિક્ષિકા સંધ્યા અમારી સ્કૂલમાં લગભગ 1 વર્ષથી ભણાવતી હતી. સોમવારે સવારે લગભગ 9:30-9:35 વાગ્યાની આસપાસ હું ઓફિસમાં બેઠો હતો. અચાનક મને બહાર ગેલેરીમાંથી ચીસો પાડવાનો અવાજ આવ્યો. હું ત્યાં દોડીને ગયો તો જોયું કે સંધ્યા નીચે પડી હતી અને એક વ્યક્તિ તેના પર વારંવાર છરીના ઘા મારી હુમલો કરી રહ્યો હતો. આના પર મેં યુવકને ધમકાવવાનો પ્રયાસ કર્યો કે અરે શું કરી રહ્યો છે, ઊભો રહી જા, તો તે મારી તરફ પણ છરી લઈને દોડ્યો. પછી હું કંઈક એવું શોધવા લાગ્યો, જેનાથી તેના પર હુમલો કરી શકું, ત્યાં સુધીમાં તે હુમલો કરીને જતો રહ્યો હતો. હુમલો કરનાર વ્યક્તિ એક જ હતો. તેની કોઈ નંબર વગરની બાઇક હતી, તે બહાર જ ઊભી હતી. ગેટની અંદર તે એકલો જ આવ્યો હતો. ઘટના પછી મેં પોલીસને જાણ કરી અને તરત જ ઘાયલ સંધ્યાને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. યુવક લગભગ 30 વર્ષનો હશે. તેણે મોઢે કપડું બાંધેલ હતો. મારા ખ્યાલથી યુવકે સંધ્યા પર ઓછામાં ઓછા 20-25 ચાકુ માર્યા હશે. ગરદન પર મુખ્ય હુમલો કર્યો. યુવક બહારનો જ હતો. સ્કૂલમાં પ્રવેશ કરતી વખતે જેમ બોલાવી લે છે કે ભાઈ ફલાણા માણસને બોલાવી દો, આ રીતે તેણે કહીને સંધ્યાને બોલાવી છે કે 'સંધ્યા મેડમને બોલાવી દો'... ખરેખર શું છે કે બહાર રોડનું મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે, તો લોકો ઘણીવાર મોઢે કપડું બાંધીને આવે છે, તેઓ ધૂળ-માટીથી બચવા માટે તે પહેરીને આવે છે. તો આ સ્વાભાવિક છે. તેણે આવતાની સાથે જ કહ્યું કે 'સંધ્યા મેડમને બોલાવી દો' અને તે આરામથી ઊભો રહ્યો. જ્યારે મેડમ આવ્યા ત્યારે તેમણે તરત જ તેના પર હુમલો કરી દીધો." આરોપી વિરુદ્ધ કેસ નોંધાયો, ધરપકડ કરવામાં આવી ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને પુરાવા ભેગા કર્યા. ચોકી ઇન્ચાર્જ મનોજ કુમારે શિક્ષિકા સંધ્યાના મૃત્યુની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સંધ્યાએ આ યુવક અમિત વિરુદ્ધ અગાઉ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. યુવકે તે સમયે તેની માફી માંગી લીધી હતી. સંભવતઃ આ જ અદાવતમાં હવે આ હત્યા કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ટીમ તેની પૂછપરછ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સંસદ બહાર રામ મંદિર ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન:પ્રિયંકાએ 'ચંદા ચોર'ના નારા લગાવ્યા; લોકસભા શરૂ થતાં જ હોબાળો; 2 વાગ્યા સુધી સ્થગિત
    Next Article
    'મેરી મોત કી વજહ યહ દોનો હૈ':'અમિત ઠાકર MLA ન્યાય દિલાના', વોટ્સએપ સ્ટેટસ મૂકી અમદાવાદના યુવકે ગળાફાંસો ખાધો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment