Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પવિત્ર રમજાન માસમાં હજયાત્રાના બહાને 32 લોકો‎પાસેથી રૂા. 21.79 લાખ પડાવી ટુર એજન્ટ ગાયબ‎

    1 week ago

    સાવરકુંડલા શહેરમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન ઉમરા જ્યારત માટે મક્કા-મદીના લઈ જવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મુંબઈ સ્થિત ટૂર કંપની દ્વારા આ ટૂરનું આયોજન બતાવી સાવરકુંડલા અને રાજકોટના કુલ 32 હાજીઓ પાસેથી રૂપિયા 21.79 લાખ વસૂલ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ સાવરકુંડલાના આસીફભાઈ ઇબ્રાહિમભાઈ ચૌહાણ (ઉ.વ.35)ને મુંબઈની VOCO TRIPS LLP ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા રમઝાન માસ દરમિયાન સાઉદી અરેબિયાના મક્કા-મદીના ખાતે ઉમરા જ્યારત માટે વિશેષ ટૂર પેકેજ અંગે માહિતી આપવામાં આવી હતી. કંપની દ્વારા પ્રતિ વ્યક્તિ આશરે રૂ.1.20 લાખથી રૂ.1.50 લાખ સુધીના ખર્ચે ટૂર કરાવવામાં આવશે તેવી લોભામણી સ્કીમ રજૂ કરવામાં આવી હતી. આ સ્કીમથી પ્રભાવિત થઈ આસીફભાઈએ સાવરકુંડલા તેમજ રાજકોટના લોકોને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ ઉમરા જ્યારત માટે 23 સાવરકુંડલાના અને 9 રાજકોટના એમ કુલ 32 લોકોએ નોંધણી કરાવવાનું નક્કી કર્યું હતું. હાજીઓએ ટિકિટ અને પ્રવાસ ખર્ચ તરીકે રૂ.1.20 લાખથી રૂ.1.50 લાખ સુધીની રકમ આસીફભાઈને જમા કરાવી હતી, જે રકમ તેમણે ઓનલાઇન ટૂર આયોજકોના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આમ કુલ રૂ.21.79,910 જેટલી રકમ કંપનીને ચુકવવામાં આવી હતી. જો કે, પ્રવાસની તારીખ નજીક આવતાં તમામ પ્રવાસીઓ દ્વારા ટિકિટ અને વિઝા અંગે પૂછપરછ કરવામાં આવતા આયોજકો દ્વારા વારંવાર વિઝા પ્રક્રિયા ચાલુ હોવાનું કહી સમય પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટૂર શરૂ થવાની તારીખના એક દિવસ અગાઉ આસીફભાઈ મુંબઈ સ્થિત કંપનીની ઓફિસે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં ઓફિસ બંધ મળી આવી હતી. આસપાસ તપાસ કરતાં કંપનીના સંચાલકો ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના બાદ આસીફભાઈને પોતે તથા અન્ય હાજીઓ સાથે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં તેઓ સાવરકુંડલા પરત ફર્યા અને સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી જાહીદ ઇશ્તીઆક અહમદ તથા મલીક અમજદ ઇશ્તીઆક અહમદ (રહે. મલવાણી, મલાડ પશ્ચિમ, મુંબઈ) વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને પીડિત યાત્રીઓને ન્યાય મળે તે માટે કાનૂની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. તમામ 32 હજયાત્રીઓનું બુકિંગ સાવરકુંડલાના એજન્ટ મારફત કરાવ્યું મુંબઈના બન્ને શખ્સોએ અમરેલી જિલ્લામાંથી અને રાજકોટ જિલ્લામાંથી યાત્રીઓને શોધવા માટે સાવરકુંડલાના આસિફભાઈ ઇબ્રાહીમભાઇ ચૌહાણની નિમણૂક કરી હતી. તેઓ યાત્રાના બે દિવસ અગાઉ મુંબઈની ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાં તાળા લાગેલા હતા. આરોપી અમજલ મલિક. લોકો મુંબઇ સ્થિત ઓફીસે ગયા તો ઓફિસને તાળા લાગ્યા હતાં. 2024 માં મુંબઈમાં પણ ઠગાઇ કરી "તી છેતરપિંડી ઝાહિદ અને આમજ સામે અમજદ સામે વર્ષ 2024 માં મુંબઈમાં આજ રીતે હજ યાત્રીઓ સાથે છેતરપિંડી કરવા સબંધ નો ગુનો નોંધાયો હતો તે સમયે પણ નાણા ઉઘરાવી બંને ફરાર થઈ ગયા હતા. 20 દિવસ મક્કા અને 15 દિવસ મદીનામાં રોકાણનો વાયદો હતો ગઠિયાઓએ તમામ યાત્રિકોને 20 દિવસ મક્કા અને 15 દિવસ મદીનામાં રોકાણ કરાવવાનો વાયદો આપ્યો હતો. હોટેલથી લઈ હવાઈ યાત્રા સુધીનો ખર્ચ આયોજકોની માથે હતો. 17મી તારીખે મુંબઈ અને અમદાવાદથી ફ્લાઇટ પકડવાની હતી યાત્રીઓને અમદાવાદ અને મુંબઈથી ફ્લાઈટ પકડવાની વાત કરાઈ હતી. અને ગત 17મી તારીખે ઉમરાહની યાત્રાએ જવાનું હતું. પરંતુ તેના બે દિવસ પહેલા ઓફિસને તાળા લાગી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતનું નવું સોલાર વિલેજ:જંગર ગામે 100% ઘર સૂર્યઉર્જાથી ઝળહળ્યા; કાવાવ-વડીયાના 45 ગામોમાં એકસાથે જળસંચય અભિયાનનો પ્રારંભ‎
    Next Article
    દર બે કિમીના અંતરે વિસામાની વ્યવસ્થા:આજે રાત્રિથી નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ 21 કિમી રૂટ પર દર 2 કિમીના અંતરે વિસામો મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment