Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખારવેલની 100 વર્ષ જૂની શાળામાં પ્રવેશોત્સવ:કલેક્ટરે વાલીઓને બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવા અનુરોધ કર્યો, 45 બાળકોને પ્રવેશ અપાયો

    1 day ago

    વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખારવેલ ગામની 100 વર્ષ જૂની પીએમ પ્રાથમિક શાળામાં રાજ્યવ્યાપી "પ્રગતિનો પ્રવેશોત્સવ" અભિયાન અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપી સ્વાગત કરાયું હતું. કલેક્ટર નીતિન સાંગવાને જણાવ્યું હતું કે, જે રાષ્ટ્ર વિજ્ઞાનમાં આગળ હોય છે તે જ રાષ્ટ્ર વિકસિત બને છે. તેમણે વાલીઓને બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવા પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો. કલેક્ટરે શિક્ષકો અને વાલીઓને વિદ્યાર્થીઓ IIT, ડોક્ટર અને વૈજ્ઞાનિક જેવા ક્ષેત્રોમાં આગળ વધે તેવા પ્રયત્નો કરવા પણ જણાવ્યું હતું. કલેક્ટરે શાળાની મુલાકાત દરમિયાન ધોરણ-7ની ગત વર્ષની ગણિત અને વિજ્ઞાનની ઉત્તરવહીઓની તપાસ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછીને સીધો ક્લાસ પણ લીધો હતો. કલેક્ટરે સફળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળામાં આમંત્રિત કરી તેમની સફળતાની કહાણી દ્વારા વર્તમાન વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાનું પણ સૂચન કર્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડીના 2, બાલવાટિકાના 19, ધોરણ-1ના 8 અને ધોરણ-2થી 8ના 16 મળી કુલ 45 બાળકોને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ધોરણ-3થી 8માં પ્રથમ ક્રમ મેળવનાર, CET, NMMS, જ્ઞાન સાધના, પ્રાથમિક સ્કોલરશીપ પરીક્ષામાં સફળતા મેળવનાર તેમજ 100 ટકા હાજરી ધરાવનાર સહિત કુલ 80 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારની વિદ્યાર્થીલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. કલેક્ટરના હસ્તે વૃક્ષારોપણ અને રૂ.1 લાખના ખર્ચે તૈયાર કરાયેલા નવા બાલવાટિકા વર્ગખંડનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને વાલીઓને રોડ સેફ્ટી અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું:મોહરમ તહેવારમાં કાયદો-વ્યવસ્થા જાળવવા રૂટોનું નિરીક્ષણ, આયોજકોને સૂચનો અપાયા
    Next Article
    🟠LIVE | 8-8 ઈંચ વરસાદથી જળબંબાકાર, નદીમાં ટ્રેક્ટર તણાયું! | Heavy Rainfall | Flood | Monsoon | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment