Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરફોડીનો ભેદ ઉકેલાયો:જ્યાં કામ કરતો હતો ત્યાં 3.17 લાખની ચોરી કરનાર જૂનાગઢનો યુવક પકડાયો

    3 days ago

    મેંદરડામાં વેપારીના મકાનમાંથી 3.17 લાખના સોનાના કડાની થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી ઈલેક્ટ્રીક કામ કરતા જૂનાગઢના યુવકની ધરપકડ કરી મુદામાલ કબજે કર્યો હતો. મેંદરડામાં સરકારી દવાખાના પાછળ રહેતા વેપારી પરાગભાઈ જેઠાલાલ ચંદે પત્ની સાથે ફરવા ગયા હતા. જ્યારે તેના માતા, પિતા ઘરે હતા. ત્યારે 29 માર્ચ થી 1લી એપ્રિલ દરમિયાન ઘરના હોલમાં રાખેલા લાકડાના કબાટનું લોક તોડી તસ્કરો રૂપિયા 3,17,644ની કિંમતના 39.900 ગ્રામ વજનના સોનાના કડાની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. વેપારી જ્યારે ફરવા ગયા ત્યારે સોનાના અન્ય દાગીના સાથે આ કડા પણ કબાટમાં રાખ્યા હતા. તસ્કરોએ માત્ર સોનાના કડાની ચોરી કર્યાની ફરિયાદ વેપારીએ ગુરુવારે કરતા પીઆઇ જી. આઇ. રાઠોડ, મહિલા પીએસઆઇ વી. એલ. લખધીરની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન વેપારીના ઘરે અવારનવાર આવતા અને ઇલેક્ટ્રિક કામ કરતા જૂનાગઢના હુસેન યુસુફ વખારીયાની શંકાસ્પદ હિલચાલ વેપારીના મકાનમાં લાગેલા સીસીટીવીમાં જોવા મળી હતી. પોલીસે જૂનાગઢમાં ઢાલ રોડ પર ઘાંચીની કમાન પાસે રહેતા 28 વર્ષીય હુસેન યુસુફની પૂછપછર કરતા શખ્સે 3-4 વર્ષથી પરાગભાઈના ઘરે સીસીટીવી રીપેરીંગ તથા લાઈટ ફીટીંગના કામ માટે અવારનવાર આવતો હોવાથી તેના ઘરથી પરિચિત હતો. દેવું થઈ ગયું હોવાથી તા. 29 માર્ચના રોજ વેપારીના માતા, પિતા તેને દુકાને હતા ત્યારે ઘરના ઇલેક્ટ્રીક વાયરો ચેક કરવાના છે તેમ કહી તેની પાસેથી ચાવી લઈ ઘરે પહોંચ્યો હતો અને કબાટનું લોક સ્ક્રુ ડ્રાઇવરથી તોડી સોનાના કડાની ચોરી કરી જૂનાગઢમાં સોનીને વેંચી દીધા હોવાની કબુલાત કરી હતી. પોલીસે સોનીને ત્યાંથી સોનાના કડાનો ઢાળીયો કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી. ફરિયાદ થવાના ડરથી ચોરી કબુલી ચોરીની બનાવ અંગે પોલીસે વેપારીના મકાનના ફળિયામાં લાગેલા સીસીટીવી કેમેરા ચકાસતા આરોપી હુસેન યુસુફ વખારીયાની ઘટના સમયે હાજરી હોવાનું અને લાકડાના કબાટનો લોક સ્ક્રુ ડ્રાઇવરથી તોડતો હોવાનું સામે આવ્યુ હતું. શખ્સની પૂછપરછ કરતા શરૂઆતમાં તેણે આનાકાની કરી હતી. પરંતુ ફરિયાદ થશે તો પોતે હેરાન થશે એવી બીક લાગતા તેણે પોલીસ સમક્ષ ચોરીની કબુલાત કરી હતી. ઢાલ રોડ પરના સોનીને વેંચી માર્યા'તા મેંદરડાના વેપારીના ઘરે કબાટ તોડી રૂપિયા 3,17,644ની કિંમતના સોનાના કડાની ચોરી કર્યા બાદ આરોપીએ જૂનાગઢમાં ઢાલ રોડ પર આવેલ મફતદલ જુજરભાઈ વખારીયાની દુકાને વેંચી દઈ રોકડી કરી લીધી હતી. જોકે પોલીસે હુસેન યુસુફના નિવેદન આધારે સોનીને ત્યાંથી સોનાના કડાનો ઢાળીયો કબજે કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જોખમ યથાવત:આ વર્ષે ચોમાસું વહેલું બેસશે અને લાંબુ ચાલવાની શકયતા
    Next Article
    ફરિયાદ:વાડીએ સાથે કામ કરતા પરિવારની સગીરા પર પરપ્રાંતીય શખ્સનું દુષ્કર્મ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment