Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોખમ યથાવત:આ વર્ષે ચોમાસું વહેલું બેસશે અને લાંબુ ચાલવાની શકયતા

    3 days ago

    સૌરાષ્ટ્રમાં ફરી માવઠાની આગાહી સામે આવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે. જુનાગઢ જિલ્લાના વંથલી શહેરના જાણીતા આગાહીકાર રમણીક વામજા દ્વારા આજથી 6 એપ્રિલ સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં 2 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. કુદરતી સંકેતો, અવકાશની સ્થિતિ તેમજ વનસ્પતિની ચેષ્ટાઓના આધારે આ પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ખેડૂતોમાં આ આગાહીને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે સોરઠની પ્રખ્યાત કેરીના પાકને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે આ વર્ષે ચોમાસું વહેલું બેસશે અને લાંબું ચાલશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. જો ઉનાળાની સીઝનમાં સતત માવઠાનો માર રહેશે તો ખેડૂતોને નુકસાન તો થશે જ સાથે જ્યારે ઉનાળુ પાક તૈયાર થઈ ગયો હશે ત્યારે માવઠા થશે તો વ્યાપક નુકસાન થઈ શકે છે. આકરી ગરમી પડવાની સંભાવના જ્યારે ઉનાળામાં વધુ ગરમી પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે.આગાહીકાર રમણીક વામજા વધુમાં કહ્યું કે વૈશ્વિક સ્તરે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ યથાવત રહેશે અને આર્થિક મંદી આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કામગીરી:શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂરકરવા ફૂટ પેટ્રોલિંગ
    Next Article
    ઘરફોડીનો ભેદ ઉકેલાયો:જ્યાં કામ કરતો હતો ત્યાં 3.17 લાખની ચોરી કરનાર જૂનાગઢનો યુવક પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment