Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેજમાં 3.16 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો:પંજાબની ટોળકીના 6 આરોપીઓ ઝડપાયા, મુદ્દામાલ જપ્ત

    4 days ago

    ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ ઉદ્યોગ વિસ્તારમાં મોટી ચોરીની ઘટનાનો દહેજ પોલીસ દ્વારા સફળ ભેદ ઉકેલવામાં આવ્યો છે.દહેજ સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ કંપનીમાં થયેલી રૂપિયા 3.16 કરોડની ચોરી મામલે પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરી ગયેલ કિંમતી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ભરૂચ જિલ્લાના દહેજ ડિવિઝનનો એસસી એસટી સેલના ડીવાયએસપી ડો.અનિલ સીસારાએ ચાર્જ લેતા જ મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ડૉ.અનિલ સીસારા ના માર્ગદર્શન હેઠળ દહેજ પીઆઈ હિતેશ ઝાલા અને તેમની ટીમે મોટી સફળતા પ્રાપ્ત કરી છે.જેમાં દહેજની ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડમાં નવા પ્લાન્ટના બાંધકામ દરમિયાન ચાલુ પ્લાન્ટનો કિંમતી મશીનરી અને પાર્ટ્સ અટાલી ગામની સીમમાં આવેલી વી-લોજિસ્ટિક્સના વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા.આ દરમિયાન તસ્કરોને આ અંગે માહિતી મળતા 15 અને 16 એપ્રિલની રાત્રિ દરમિયાન વેરહાઉસને નિશાન બનાવવામાં આવ્યું હતું.તસ્કરોએ વેરહાઉસનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજે રૂપિયા 3.16 કરોડના કિંમતી પાર્ટ્સની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન પોલીસ દ્વારા હિસ્ટ્રીશીટરોની હલચલ પર નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન પંજાબ રાજ્યની એક શંકાસ્પદ ટોળકી દહેજ વિસ્તારમાં ફરતી હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. પરિણામે, પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા મોટાભાગનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી અંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ટીમ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર જાળવણીના આધારે આ મોટી ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસની ઝડપી કામગીરીને કારણે કરોડો રૂપિયાના માલ સાથે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે, તેમજ આ ટોળકી અન્ય કોઈ ગુનાઓમાં સંકળાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવેણાનો 304 મો સ્થાપના દિન:મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી બ્લડ ડોનેશન કેમ્પમાં 304 માં જન્મદિવસ નિમિતે 304 બોટલ રક્ત એકત્ર કરાયું
    Next Article
    વેરાવળમાં 19 એપ્રિલે પાવર કટ રહેશે:ગર્લ્સ સ્કૂલ ફીડરના વિસ્તારોમાં સવારે 10 થી સાંજે 4 સુધી વીજ પુરવઠો બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment