Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં 19 એપ્રિલે પાવર કટ રહેશે:ગર્લ્સ સ્કૂલ ફીડરના વિસ્તારોમાં સવારે 10 થી સાંજે 4 સુધી વીજ પુરવઠો બંધ

    4 days ago

    વેરાવળ PGVCL શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 19 એપ્રિલ, 2026 (રવિવાર) ના રોજ વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 11 કેવી ગર્લ્સ સ્કૂલ ફીડરમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીને કારણે સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે. નાયબ ઈજનેર ડી.ડી. ડોડીયાના જણાવ્યા અનુસાર, આનાથી ખારવાવાડ, હરિજનવાસ, બકાલા માર્કેટ, મચ્છી માર્કેટ, ભાંડા શેરી, માવજી મૂળજી બિલ્ડીંગ, ધાવા ખાના, બાટલી મઢી, સાગર ભુવન, કામનાથ ચોક અને ખારા કુવા જેવા વિસ્તારો પ્રભાવિત થશે. કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. તેથી, વીજ ગ્રાહકોને તેમના વીજ ઉપકરણોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. હાલમાં, પ્રી-મોન્સૂન કામગીરી અને અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રોનિક વાયરિંગના ફિટિંગ કામકાજને કારણે અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વીજ પુરવઠો બંધ રાખવાની ફરજ પડે છે. વીજ ગ્રાહકોને તેમના વિસ્તારમાં પાવર બંધ રહેવા અંગેની જાણકારી મેળવવા માટે PGVCL પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    દહેજમાં 3.16 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો:પંજાબની ટોળકીના 6 આરોપીઓ ઝડપાયા, મુદ્દામાલ જપ્ત
    Next Article
    ડેપ્યુટી CM ડાંગની મુલાકાતે:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે ભાજપનું શક્તિ પ્રદર્શન; હર્ષ સંઘવીએ 'વિકાસ સંકલ્પ સભા'માં વિશાળ જનમેદનીને સંબોધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment