Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવેણાનો 304 મો સ્થાપના દિન:મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી બ્લડ ડોનેશન કેમ્પમાં 304 માં જન્મદિવસ નિમિતે 304 બોટલ રક્ત એકત્ર કરાયું

    4 days ago

    આવતીકાલે પુષ્પાંજલિના કાર્યક્રમો યોજાશે કેબિનેટ મંત્રી અને લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત 'ભાવનગર જન્મોત્સવ સમિતિ' દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગરનો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે ભાવનગર તેના સ્થાપનાના 304 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની આચારસંહિતા અમલી હોવાને કારણે અગાઉ નિર્ધારિત ભવ્ય સાંસ્કૃતિક કાર્નિવલ હાલ પૂરતો મોકૂફ રખાયો છે, પરંતુ સેવાકીય અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો સાથે ભાવેણાનો જન્મોત્સવ ધામધૂમથી મનાવવામાં આવશે. ​ભાવનગરના 304 મા સ્થાપના દિન નિમિત્તે આજે શનિવારના રોજ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, હરિ દર્શન એક્સપોર્ટનું મેદાન નિલમબાગ ખાતે મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી હરિકૃષ્ણ એક્સપોર્ટ રિતેશભાઈ લખાણી અને હિતેશભાઈ ગઢાળી દ્વારા આ કેમ્પ યોજાશે, સ્થાપના વર્ષને અનુરૂપ 304 બોટલ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, આવતીકાલે ​અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે એટલે કે 19 એપ્રિલ રવિવારના રોજ ભાવનગરના સ્થાપક અને પ્રજાવત્સલ રાજવીઓને ભાવવંદના કરવામાં આવશે જેમાં ​સવારે 10 કલાકે મોતીબાગ ખાતે મહારાજા ભાવસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ તથા દરબારી કોઠાર સમાધિ સ્થળે શ્રદ્ધાસુમન અર્પણ. કરવામાં આવશે, કેબિનેટ મંત્રી ​જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ​જન્મોત્સવ સમિતિ દ્વારા અગાઉ કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, સાંઈરામ દવે અને કિંજલ દવે જેવા દિગ્ગજ કલાકારો સાથે ત્રણ દિવસીય કાર્નિવલનું આયોજન કરાયું હતું, પરંતુ આચારસંહિતાના કારણે આ જાહેર કાર્યક્રમો હાલ મોકૂફ છે, જે આગામી દિવસોમાં યોજાશે તેમ જણાવ્યું હતું,
    Click here to Read More
    Previous Article
    TCS નાસિક કેસ- આરોપી નિદા ખાન હજુ પણ ફરાર:ફોન બંધ, ઘર પર તાળું; કંપનીએ કહ્યું- કોઈપણ પીડિતાએ POSH ફરિયાદ કરી નથી
    Next Article
    દહેજમાં 3.16 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો:પંજાબની ટોળકીના 6 આરોપીઓ ઝડપાયા, મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment