Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:હિંમતનગરમાં કારમાંથી 3.12 લાખના દારૂ સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો

    21 hours ago

    સાબરકાંઠા એલસીબીએ હિંમતનગરના મોતીપુરા ઓવરબ્રિજ પાસેથી રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહેલી કારમાંથી 3.12 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ​ આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાઈ હતી. એલસીબીને બાતમી મળી હતી કે શામળાજી તરફથી કાર નંબર GJ 27 DM 9781 માં વિદેશી દારૂ ભરીને અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો છે અને આગળ અન્ય એક કાર પાયલોટિંગ કરી રહી છે. ​બાતમીના આધારે મોતીપુરા ઓવરબ્રિજ પર નાકાબંધી કરાઇ હતી. દરમિયાન શામળાજી તરફથી આવતી શંકાસ્પદ કારને રોકવાનો ઈશારો કરતાં કાર ચાલકે ગાડી યુ-ટર્ન મારી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે રિટર્ન બ્લોકિંગ કરીને કાર ચાલકને પકડી પાડ્યો હતો. પોલીસે ​વિદેશી દારૂ કાર સહિત કુલ 8 લાખની મત્તા જપ્ત કરી હતી. પકડાયેલ આરોપી: વિનોદ સોમેશ્વર કુરાભાઈ કલાસવા (27, રહે. ધામોદ ગોંગાફળા, તા. બીછીંવાડા, જિ. ડુંગરપુર) ​ વોન્ટેડ આરોપીઓ: પિન્ટુ ઉર્ફે મહેશ વિશ્રામ ભગોરા (રહે. ધામોદ, રાજસ્થાન), જગવીરસિંહ બાપુ અને (3) અમદાવાદ નાના ચિલોડા ખાતે દારૂ મેળવનાર શખ્સ.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:હિંમતનગરના દોલગઢ કેનાલ પાસે જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા
    Next Article
    બહુમાન‎:AIથી વિજ્ઞાન-ગણિતને સરળ બનાવી ગોખણપટ્ટી મુક્ત કરતાં ઇડરના દિયોલીના શિક્ષકનું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment