Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની સાધારણ સભા 31 જુલાઈએ યોજાશે:5 કરોડના ખર્ચે કેટલ પોન્ડ, ખારી નદી રિવરફ્રન્ટ અને નવી મુખ્ય કચેરી સહિત 27 મહત્વની દરખાસ્તો રજૂ થશે

    8 hours ago

    નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ મહેસાણા મનપાની વધુ એક મહત્વપૂર્ણ સાધારણ સભા આગામી 31 જુલાઈ, 2026ના રોજ સવારે 11.30કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે યોજાવા જઈ રહી છે. મેયર સોનલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાનારી આ સભામાં મહાનગરપાલિકાનો વિસ્તાર વધીને 116.71 ચોરસ કિલોમીટર થતાં વહીવટી સરળતા અને શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે કમિશનર દ્વારા કુલ 27 જેટલી વિવિધ દરખાસ્તો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે. નવી કચેરી, વોર્ડ ઓફિસો અને કર્મચારીઓનું મહેકમ આ સાધારણ સભામાં જૂની નગરપાલિકાના કાયમી કર્મચારીઓને મનપાના મહેકમમાં સમાવવા તેમજ નવી મંજૂર થયેલી 319 જગ્યાઓ પૈકી 62 સંવર્ગોના ભરતી-બઢતીના નિયમો મંજૂર કરવા અંગે આખરી નિર્ણય લેવાશે. વધુમાં, વહીવટી સુવિધા સુધારવાના ભાગરૂપે 40 વર્ષ જૂની કચેરીની જગ્યાએ ગેરેજ સામે આવેલ જિલ્લા પંચાયત વિશ્રાંતિ ગૃહની જમીનમાં નવીન મુખ્ય કચેરી બનાવવા તેમજ શહેરના 13 વોર્ડમાં નવી વોર્ડ ઓફિસો શરૂ કરવાની યોજના રજૂ કરવામાં આવી છે. ખારી નદી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અને 5 કરોડના વિકાસ કામો શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સૌંદર્યીકરણ માટે કેન્દ્ર સરકારના 'અર્બન ચેલેન્જ ફંડ' હેઠળ ખારી નદીના રિવરફ્રન્ટ અને રીજુવેનેશન પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટ નીમીને ડીપીઆર (DPR) તથા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરના રસ્તા અને ડ્રેનેજ રિપેરિંગ માટે 3 કરોડ તથા મિલકતોની જાળવણી માટે 2 કરોડનો ખર્ચ મંજૂર કરવા સાથે નવી ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠા યોજનાઓ માટે જમીન ફાળવવાની દરખાસ્ત પણ મુકાઈ છે. આઇકોનિક રોડ, હેરિટેજ પ્લાઝા અને લીનિયર પાર્કનું આયોજન શહેરીજનો માટે મુખ્ય રોડને આઇકોનિક અને સીસી (CC) રોડ બનાવવાની સાથે બોતેર કોઠાની વાવ પાસે 'હેરિટેજ અર્બન પ્લાઝા', રાધનપુર રોડ પર 'લીનિયર પાર્ક' અને પાલાવાસણા બ્રિજ નીચે 'મલ્ટી યુટિલિટી ઝોન' વિકસાવવાના પ્રસ્તાવ રજૂ કરાયા છે. તે સિવાય આઝાદ ચોક ખાતે 'હેરિટેજ વેન્ડર ઝોન' બનાવવા અને ટી.પી. 2માં બનેલા શોપિંગ સેન્ટરની દુકાનોની ઓનલાઈન હરાજી કરવાની દરખાસ્ત પર પણ ચર્ચા-વિચારણા હાથ ધરાશે. ઢોર અને શ્વાનના ત્રાસમાંથી મુક્તિ માટે વિશેષ આયોજન શહેરમાં રખડતા પશુઓ અને શ્વાનના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે રૂ. ૫ કરોડના ખર્ચે 'કેટલ પોન્ડ' બનાવી પશુઓને RFID ચિપ આપવાનું મહત્વકાંક્ષી આયોજન કરાયું છે. તેમજ રખડતા શ્વાનની વસ્તી નિયંત્રણમાં લાવવા માટે કાયમી ABC (એનિમલ બર્થ કંટ્રોલ) સેન્ટર ઊભું કરવાનો મહત્વનો પ્રસ્તાવ પણ આ સભામાં મંજૂરી અર્થે મુકવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    શહેરના સેક્ટર-14માં પ્રથમ વરસાદે જ સ્માર્ટ ગટરો ઉભરાઈ:કરોડોના ખર્ચે બનેલા રિચાર્જ વેલ યોગ્ય લેવલિંગના અભાવે નકામા સાબિત થયા, પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા
    Next Article
    કિંમતી સામાન ચોરી કરી તસ્કરો ફરાર:આજવા ચોકડી નજીક આવેલી ગુજરાત પાણી પુરવઠા બોર્ડના સ્ટોરમાંથી રૂ.1.50 લાખના સ્પેર પાર્ટ્સની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment