Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈત્રી પૂનમના મેળાની તૈયારીઓ તેજ:મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ, 31 માર્ચથી 2 એપ્રિલ સુધી શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધા અને આયોજન

    19 hours ago

    શક્તિપીઠ બહુચરાજી ખાતે પરંપરાગત રીતે યોજાતા સુપ્રસિદ્ધ ચૈત્રી પૂનમના મેળાનું આયોજન આ વર્ષે 31 માર્ચથી 02 એપ્રિલ, 2026 દરમિયાન કરવામાં આવ્યું છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન આ મેળાને ભવ્ય અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે તંત્ર દ્વારા અત્યારથી જ કમર કસવામાં આવી છે. 17 માર્ચના રોજ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં આયોજનની આખરી રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મેળાના સુચારુ સંચાલન માટે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, બહુચરાજીનો મેળો મહેસાણા જિલ્લાની ઓળખ અને શ્રદ્ધાનું પ્રતીક છે. મેળામાં આવતા હજારો પદયાત્રીઓ અને દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમણે દરેક સમિતિના કન્વીનર અને સહ-કન્વીનરોને પોતપોતાની જવાબદારીઓ સમયસર અને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી હતી. સુવિધાઓ અને વ્યવસ્થાનું માળખું શ્રદ્ધાળુઓની સુવિધા માટે બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા, જેમાં મુખ્યત્વે: હરાજી અને પ્લોટ ફાળવણી: મેળાના મેદાનમાં સ્ટોલ અને પ્લોટોની જાહેર હરાજી કરી વ્યવસ્થિત ફાળવણી કરવી. સ્વચ્છતા અને આરોગ્ય: મેળા દરમિયાન સતત સાફ-સફાઈ જળવાય અને ઈમરજન્સી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહે તે માટે ખાસ ટીમ તૈનાત રહેશે. પાણી અને વીજળી: યાત્રાળુઓ માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને મેળાના સ્થળે અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે. સુરક્ષા અને ટ્રાફિક: ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સાંસ્કૃતિક કાર્યક્રમ: શ્રદ્ધાળુઓના મનોરંજન માટે પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોડા, ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદાર આશિષ મિયાત્રા સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને મેળાને સફળ બનાવવા માટેના સૂચનો રજૂ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આગામી 21 અને 22 માર્ચના રોજ ‘મિલેટ એકસ્પો" યોજાશે:મિલેટ આધારિત અવનવી પ્રોડક્ટ્સ, લાઈવ ફૂડ સ્ટોલ અને પ્રાકૃતિક કૃષિના 50થી વધુ સ્ટોલ્સ ઉપલબ્ધ હશે
    Next Article
    કોટેશ્વરમાં મધુર મિલન સરકારી આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેવાયા:ઔડાએ 33 મકાનમાલિકોને નોટિસ ફટકારી, આગામી દિવસોમાં મકાનોમાં સીલ લાગી શકે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment