Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોટેશ્વરમાં મધુર મિલન સરકારી આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેવાયા:ઔડાએ 33 મકાનમાલિકોને નોટિસ ફટકારી, આગામી દિવસોમાં મકાનોમાં સીલ લાગી શકે છે

    18 hours ago

    અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા આવાસ યોજનાના નિયમ ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોટેશ્વરમાં આવેલી મધુરમિલન આવાસ યોજનામાં ઔડાની ટીમો દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં શરતોનો ભંગ કરી ભાડે આપેલા 33 મકાનોને મકાનો સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તમામ મકાન માલિકોને નોટિસ આપી દેવામાં આવી છે અને મકાનોને ખાલી કરી તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. EWS આવાસમાં 266 મકાનોની ફાળવણી કરાઈ હતી અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા EWS યોજના હેઠળ મોટેરા નજીક આવેલા કોટેશ્વર ખાતે 'મધુરમિલન આવાસ યોજના'નું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 2021-22માં ડ્રો પદ્ધતિ દ્વારા આ યોજનાના કુલ 266 મકાનોની ફાળવણી કરવામાં આવી હતી. ગાંધીનગરના વિકસિત વિસ્તારમાં આવેલી આ આવાસ યોજના લિફ્ટ, સીસીટીવી કેમેરા, ગાર્ડન અને સોલાર જેવી અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ છે. મોટેરાની નજીક હોવાને કારણે આ વિસ્તારમાં સૌથી વધારે સારી રહેવાની સગવડો મધ્યમ વર્ગીય પરિવાર માટે કરવામાં આવી છે. કેટલાક મકાન માલિકોએ શરતોનો ભંગ કરી મકાનો ભાડે આપી દીધા ઔડા દ્વારા બનાવવામાં આવેલી મધુર મિલન આવાસ યોજનામાં મકાનોની ફાળવણી બાદ કેટલાક મકાન માલિકોએ શરતોનો ભંગ કરી મકાનો ભાડે આપી દીધા હોવાનું ઔડાના એસ્ટેટ એન્ડ હાઉસિંગ સેલના ધ્યાને આવ્યું હતું. જેથી વિવિધ તપાસ ટીમો બનાવીને સવારથી જ વાગ્યાથી મધુરમિલન આવાસના કુલ 8 બ્લોકના 266 મકાનોની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. 33 મકાનો ભાડે આપેલા હોવાનું સામે આવ્યું આ તપાસ દરમિયાન કુલ 33 મકાનો ભાડે આપેલા હોવાનું સામે આવ્યું હતું. ઔડાની તપાસ ટીમ દ્વારા આ તમામ 33 મકાન માલિકોને મકાન ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. આગામી દિવસોમાં મકાનોમાં સીલ લાગી શકે છે મકાનો ખાલી થયા બાદ આ આવાસોને સીલ કરવાની આગળની વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં પણ ઔડા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ રાહત દરે ફાળવવામાં આવેલા મકાનોમાં આ પ્રકારે આકસ્મિક તપાસ કરવામાં આવશે. ગેરકાયદેસર રીતે રહેતા અને આવાસ ફાળવણીની શરતોનો ભંગ કરનારાઓ સામે સત્તામંડળ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ચૈત્રી પૂનમના મેળાની તૈયારીઓ તેજ:મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ, 31 માર્ચથી 2 એપ્રિલ સુધી શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધા અને આયોજન
    Next Article
    પૈસા ભરેલો થેલો હોટેલ સંચાલકના ભરોસે મૂકવો ભારે પડ્યો!:મહેસાણામાં મજૂરીના 7 લાખ રૂપિયાની ચોરી, રાજસ્થાની શ્રમિક સાથે વિશ્વાસઘાત કે તકની ઝડપ?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment