Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12મો VCCI એક્સપો ડિસેમ્બરમાં યોજાશે:ભારતીય ઉદ્યોગકારોને વૈશ્વિક સ્તરે જોડાવાની સુવર્ણ તક, સેમીકન્ડક્ટર અને EV પર વિશેષ ધ્યાન અપાશે

    16 hours ago

    વડોદરા શહેર ફરી એકવાર ઉદ્યોગ અને ટેકનોલોજીના સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (VCCI) દ્વારા આગામી 24 થી 27 ડિસેમ્બર દરમિયાન શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે 12મા એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય ઉદ્યોગકારોને વૈશ્વિક સ્તરે જોડાવાની સુવર્ણ તક VCCIના ચેરમેન હિમાંશુ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, આ વર્ષે એક્સપોમાં 16 જેટલા વિશાળ ડોમ તૈયાર કરવામાં આવશે, જેમાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઉપલબ્ધ હશે. એક્સપોના મુખ્ય આકર્ષણો અને ખાસિયતો વાત કરવામાં આવે તો આ એક્સપો દ્વારા ભારતના ઉદ્યોગકારોને વૈશ્વિક સ્તરે જોડાવા માટે એક સુવર્ણ તક પૂરી પાડવામાં આવશે. આ વખતના એક્સપોમાં મુખ્યત્વે સેમીકન્ડક્ટર, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 'ઝીરો ઈફેક્ટ, ઝીરો ડિફેક્ટ' વિષય પર ચર્ચા હિમાંશુ પટેલે વધુમાં કહ્યું કે, એક્સપો થકી ઉદ્યોગોને આધુનિક ટેકનોલોજીથી માહિતગાર કરવા માટે સેમિનારોની આખી શ્રેણી યોજવામાં આવશે. જેમાં 'ઝીરો ઈફેક્ટ, ઝીરો ડિફેક્ટ' જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવશે. સાથે એડવાન્સ મેન્યુફેક્ચરિંગમાં ઉદ્યોગો કેવી રીતે આગળ વધી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવશે. વધુમાં કહ્યું કે, અમે વિશ્વભરના લોકોને એકસાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ એક્સપો માત્ર પ્રદર્શન નથી, પણ ઉદ્યોગકારો માટે પ્રગતિનું નવું સોપાન છે. VCCI દ્વારા આ એક્સપોના લોન્ચિંગ માટેની આ પ્રથમ ઇવેન્ટ હતી. આગામી સમયમાં આ અંગેની વધુ વિગતો જાહેર કરવામાં આવશે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જામનગર નજીક વોટરપાર્કમાં 14 વર્ષીય કિશોરનું ડૂબવાથી મોત:શનિ-રવિની મજા માણવા ગયેલા પરિવારનો દીકરો સ્વિમિંગ પુલમાં ડૂબ્યો, પિતા કમાણી કરવા કુવૈત ગયા
    Next Article
    બોટાદમાં વિશ્વ રક્તદાતા દિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો:જાયન્ટ્સ ગ્રુપ અને આરોગ્ય તંત્રના સહયોગથી આયોજન, 33 બોટલ રક્ત એકત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment