Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગામી 21 અને 22 માર્ચના રોજ ‘મિલેટ એકસ્પો" યોજાશે:મિલેટ આધારિત અવનવી પ્રોડક્ટ્સ, લાઈવ ફૂડ સ્ટોલ અને પ્રાકૃતિક કૃષિના 50થી વધુ સ્ટોલ્સ ઉપલબ્ધ હશે

    3 days ago

    ભાવનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર ડૉ.નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને ‘મિલેટ એક્સ્પો-2026’ના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનરએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મિલેટ અંગે ખેડૂતો તેમજ નાગરિકોમાં વ્યાપક જનજાગૃતિ વધારવાના હેતુસર ભાવનગરના જવાહર મેદાન ખાતે તા.21 અને 22 માર્ચ દરમિયાન દ્વિ-દિવસીય ‘મિલેટ એક્સ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. લાઈવ ફૂડ સ્ટોલ તેમજ પ્રાકૃતિક કૃષિ આધારિત નવીન પ્રોડક્ટ્સનું પ્રદર્શન આ એક્સ્પોમાં રાગી, કાંગ, બાજરી સહિતના વિવિધ મિલેટ આધારિત ઉત્પાદનો, લાઈવ ફૂડ સ્ટોલ તેમજ પ્રાકૃતિક કૃષિ આધારિત નવીન પ્રોડક્ટ્સનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે, આ ઉપરાંત મિલેટના પોષણમૂલ્ય અને ઉપયોગિતા અંગે જનજાગૃતિ ફેલાય તે માટે વિવિધ માહિતીપ્રદ પ્રવૃત્તિઓ પણ યોજાશે. 50 જેટલાં સ્ટોલ્સ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન મ્યુનિસિપલ કમિશનરએ સંબંધિત અધિકારીઓને સોંપાયેલી કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા તથા સમગ્ર આયોજન સુચારૂ અને અસરકારક બને તે માટે જરૂરી માર્ગદર્શન અને દિશાનિર્દેશ આપ્યા હતાં. ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી મહમદ રિઝવાન ઘાંચીએ જણાવ્યું હતું કે, એક્સ્પોમાં મિલેટ તથા પ્રાકૃતિક કૃષિ આધારિત અંદાજે 50 જેટલાં સ્ટોલ્સ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જે નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે, આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર જયકુમાર રાવળ, નાયબ ખેતી નિયામક એસ.બી. વાઘમશી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.એન. પરમાર, નાયબ પશુપાલન નિયામક તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી:CERC અને BIS દ્વારા 'કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ' પ્રોજેક્ટ રજૂ કરાયો
    Next Article
    ચૈત્રી પૂનમના મેળાની તૈયારીઓ તેજ:મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ, 31 માર્ચથી 2 એપ્રિલ સુધી શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધા અને આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment