Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી:CERC અને BIS દ્વારા 'કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ' પ્રોજેક્ટ રજૂ કરાયો

    1 week ago

    ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર (CERC) દ્વારા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના સહયોગથી અમદાવાદમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની વૈશ્વિક થીમ "સુરક્ષિત ઉત્પાદનો, આત્મવિશ્વાસપૂર્ણ ગ્રાહકો" પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2026 ની આ થીમ ગ્રાહકોના રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓની ગુણવત્તા અને સુરક્ષાના મહત્વને રેખાંકિત કરે છે. કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ (CRI) નો પ્રસ્તાવ કાર્યક્રમમાં ખાસ સંબોધન કરતા CERC ના ચેરમેન ડૉ. સુનિલ પારેખે આધુનિક બજારની જટિલતાઓ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઉદ્યોગો અને ગ્રાહકો વચ્ચેના અંતરને દૂર કરવા માટે 'કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ' (CRI) એક મહત્વનું માધ્યમ બનશે. આ પ્રોજેક્ટ હેઠળ કંપનીઓને ઉત્પાદન સલામતી, ફરિયાદ નિવારણ અને પારદર્શક માર્કેટિંગ જેવા સ્તંભો પર રેટિંગ આપવામાં આવશે, જે નૈતિક વ્યવસાયિક પ્રથાઓને પ્રોત્સાહન આપશે. ઉત્પાદન પરીક્ષણમાં CERC ની અગ્રેસર ભૂમિકા CERC ના CEO અને ઉપપ્રમુખ કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ, અનિંદિતા મહેતાએ સંસ્થાની કામગીરીની ઝાંખી કરાવી હતી. CERC એશિયાની એવી ગણીગાંઠી સંસ્થાઓમાંની એક છે જે ખાદ્ય પદાર્થો અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો માટે પોતાની ઇન-હાઉસ ટેસ્ટિંગ લેબોરેટરી ધરાવે છે. સંસ્થા સતત અસુરક્ષિત ઉત્પાદનોને ઓળખીને તેને નિયમનકારો અને જનતા સમક્ષ લાવવાનું કાર્ય કરે છે. BIS પ્રમાણપત્ર અને ગ્રાહક સુરક્ષા BIS અમદાવાદના ડિરેક્ટર અને વડા સુમિત સેંગરે ગ્રાહકોના રક્ષણમાં માપદંડોના ફાળા વિશે માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે BIS પ્રમાણપત્ર એ સુનિશ્ચિત કરે છે કે કોઈપણ ઉત્પાદન બજારમાં મુકાય તે પહેલા સુરક્ષા અને ગુણવત્તાના નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરે છે. આ પ્રસંગે ઉત્પાદન સલામતી પરના સર્વેક્ષણ અહેવાલનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે દર વર્ષે 15 માર્ચે મનાવવામાં આવતો આ દિવસ વિશ્વના 100 થી વધુ દેશોના 200 થી વધુ ગ્રાહક સંગઠનોને એક મંચ પર લાવે છે, જેથી અન્યાયી વેપાર પ્રથાઓ સામે ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરી શકાય.
    Click here to Read More
    Previous Article
    પાટણ ગ્રાહક ગ્રાહક કોર્ટનો LICને આદેશ:પ્રોફેસરને 9 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવો, પિતાના નામે એસાઇન કરેલી 24 પોલિસીઓની પાકતી રકમનો મામલો
    Next Article
    આગામી 21 અને 22 માર્ચના રોજ ‘મિલેટ એકસ્પો" યોજાશે:મિલેટ આધારિત અવનવી પ્રોડક્ટ્સ, લાઈવ ફૂડ સ્ટોલ અને પ્રાકૃતિક કૃષિના 50થી વધુ સ્ટોલ્સ ઉપલબ્ધ હશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment