Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્ક પરમીટ અપાવવાના બહાને 30.94 લાખની છેતરપિંડી:મુંબઈની કન્સલ્ટન્સી એજન્સીએ અમદાવાદની એજન્સીના ક્લાઈન્ટના પૈસા મેળવી કામ કર્યું નહીં

    15 hours ago

    મુંબઈની વિઝા કન્સલ્ટન્સીના માલિકો દ્વારા વર્ક પરમિટ બીજા અપાવવાના બહાને અમદાવાદની વિઝા કન્સલ્ટન્ટ એજન્સી પાસેથી રૂ. 30.94 લાખ મેળવી છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વિદેશ જવા માંગતા વ્યક્તિઓના વર્ક પરમિટના કામ માટે ઓનલાઇન અને રોકડા રૂપિયા અમદાવાદની વિઝા કન્સલ્ટન્સી એજન્સીની મહિલાએ ચુકવ્યા હતા છતાં પણ કામગીરી ન કરી આપવામાં આવતા છેવટે તેઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અગાઉ 22.50 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા વસ્ત્રાપુર વિસ્તારમાં માનસી સર્કલ પાસે આવેલા બાલાજી એવન્યુ માં રહેતા અને પાર્થ એસોસિએટ નામથી છેલ્લા 20 વર્ષથી વિઝા કન્સલ્ટન્સીનો વ્યવસાય કરતા રાજુલબેન ઉપાધ્યાયે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 2022માં aura aim ઓવરસીઝ કન્સલ્ટન્સી નામની કંપનીના સેલ્સ એક્ઝિક્યુટિવ કૌશલ ચુડાસમા સાથે ઓળખાણ થઈ હતી. મુંબઈ ખાતે તેમની ઓફિસે મળવા ગયા હતા ત્યારબાદ 2025માં પાંચ ક્લાઈન્ટના ઓસ્ટ્રીયાના વર્ક પરમિટ માટે કામ આપ્યું હતું જેમાં એમ્પ્લોયમેન્ટના ખોટા દસ્તાવેજ હોવાનું કહી અને રીજેક્ટ કરી આપ્યું હતું. જે કામ માટે તેમણે અગાઉ 22.50 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. રકમ પરત ના આપીને છેતરપિંડી કરી ત્યારબાદ તેમણે બીજા ત્રણ ક્લાઈન્ટના પણ કામ આપ્યા હતા અને જેના પૈસા પણ ઓનલાઇન બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ બાબતે તેમણે માલિક આકાશ પરમારને પૂછતા તેઓએ જવાબ આપ્યા નહોતા. કંપનીમાં ચૂકવવામાં આવેલી રકમ પરત આપવામાં આવી નહોતી જેથી આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં ટ્રાફિક નિયમ ભંગ કરનાર 30થી વધુ વાહનચાલકોને દંડ:ST ડેપો પાસે પોલીસે ફેન્સી નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મવાળી કાર તપાસી
    Next Article
    વિદ્યાર્થીના આપઘાત મામલે મારવાડી યુનિવર્સિટીએ ABVPનો વિરોધ:100થી વધુ કાર્યકર્તા-વિદ્યાર્થીઓ પહોંચ્યા, ગેટ બહાર સૂત્રોચ્ચાર કર્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment