Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ફ્લાયઓવર નિર્માણની કામગીરી:30 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક ડાયવર્ઝન, ST-ખાનગી બસો માટે નવા રૂટ જાહેર કરાયા

    5 days ago

    ગોધરા શહેરમાં ફ્લાયઓવર બ્રિજનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આઈ.ટી.આઈ. પ્રભા કોતરથી બસ સ્ટેન્ડ તરફના ભાગમાં કામગીરી પ્રગતિ હેઠળ છે. ચર્ચથી બસ સ્ટેશન તરફની કામગીરી શરૂ થવાની હોવાથી મુખ્ય માર્ગનો આશરે 11 થી 12 મીટરનો ભાગ અવરોધિત રહેશે. ટ્રાફિકની સમસ્યા ટાળવા માટે, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે. પટેલે 30 સપ્ટેમ્બર 2026 સુધી વિવિધ બસ રૂટ માટે ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેર કરાયેલા નવા રૂટ મુજબ, મધ્યપ્રદેશ, સંતરોડ, દાહોદ, ઝાલોદ અને દેવગઢબારિયા તરફથી આવતી સરકારી તેમજ ખાનગી બસો પરવડી ચોકડી (જલારામ સ્કૂલ)થી કોટડા ગામ, ચંચોપા ચોકડી, કંકુથાંભલા ચોકડી, છબનપુર અંડરબ્રિજ, પંચામૃત ડેરી સર્કલ, SRP–FCI ગોડાઉન અને ભુરાવાવ ચોકડી થઈ હંગામી બસ સ્ટેન્ડ પહોંચશે. ગોધરાથી આ વિસ્તારો તરફ જતી બસો માટે પણ આ જ રૂટનો વિપરીત દિશામાં ઉપયોગ કરવાનો રહેશે. અમદાવાદ રોડ તરફથી આવતી બસો ત્રિમંદિર, ભામૈયા, સીમલા અને સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ થઈને હંગામી બસ સ્ટેન્ડ સુધી પહોંચશે. અમદાવાદ તરફ જતી બસો માટે પણ આ જ રૂટ નિર્ધારિત કરાયો છે. વડોદરા-હાલોલ તરફથી આવતી બસો તૃપ્તિ હોટલ, લીલેસરા ચોકડી, ગદુકપુર ચોકડી, બામરોલી ચોકડી, પરવડી ચોકડી, છબનપુર અંડરબ્રિજ અને ભુરાવાવ ચોકડી થઈ હંગામી બસ સ્ટેન્ડ સુધી જશે. શામળાજી-લુણાવાડા તરફથી આવતી બસો છબનપુર અંડરબ્રિજ, પંચામૃત ડેરી સર્કલ, SRP–FCI ગોડાઉન અને ભુરાવાવ ચોકડી મારફતે અવરજવર કરશે. દામાવાવ-બામરોલી રોડની બસો બામરોલી અને પરવડી ચોકડી થઈ ઉપરોક્ત રૂટનો ઉપયોગ કરશે. હાલોલ-વડોદરા તરફ જતી માત્ર સરકારી બસોને 30 સપ્ટેમ્બર 2026 સુધી તૃપ્તિ હોટલ, સિવિલ લાઈન્સ રોડ, ચર્ચ અને પોલીસ હેડક્વાર્ટર થઈ ભુરાવાવ ચોકડી સુધીના માર્ગનો ઉપયોગ કરવાની છૂટ અપાઈ છે. જોકે, લાલબાગ બસ સ્ટેન્ડ પાસે મુસાફરોને ચઢાવવા કે ઉતારવા માટે સ્ટોપેજ કરી શકાશે નહીં. તંત્ર દ્વારા સ્પષ્ટ કરાયું છે કે 30 સપ્ટેમ્બર 2026 બાદ તમામ બસોએ ફરજિયાતપણે નિર્ધારિત ડાયવર્ઝન રૂટનો જ અમલ કરવાનો રહેશે. આ ઉપરાંત, હાલોલ-કાલોલ તરફથી કંપનીઓના સ્ટાફને લાવવા-લઈ જવા આવતી ખાનગી બસોને શહેરમાં પાર્કિંગ ન કરવાની શરતે માત્ર ગોધરા કળશ સર્કલ સુધી અવરજવર કરવાની મંજૂરી અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    'ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર CM-હર્ષ સંઘવીએ રચ્યું':ગોપાલ ઇટાલિયાનો ગંભીર આક્ષેપ, હાઈકોર્ટના સરકારી વકીલના કથિત વીડિયોને આધારે AAPનો દાવો
    Next Article
    હિંમતનગરમાં ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો:રૂ. 1.14 લાખના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment