Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર CM-હર્ષ સંઘવીએ રચ્યું':ગોપાલ ઇટાલિયાનો ગંભીર આક્ષેપ, હાઈકોર્ટના સરકારી વકીલના કથિત વીડિયોને આધારે AAPનો દાવો

    5 days ago

    નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને નીચલી કોર્ટ દ્વારા ફટકારેલી 7 વર્ષની જેલની સજાના મામલે ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે. આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ કેસને લઈને રાજ્ય સરકાર પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ગંભીર આરોપ લગાવ્યો છે. ઇટાલિયાએ દાવો કર્યો છે કે, ચૈતર વસાવાને સજા કરાવવાનો નિર્ણય કોઈ સામાન્ય કાનૂની પ્રક્રિયા નથી, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી સૂચના અને દબાણથી લેવાયેલો રાજકીય નિર્ણય હતો. આ દાવાના સમર્થનમાં તેમણે ગુજરાત હાઈકોર્ટના સરકારી વકીલનો એક કથિત વીડિયો સામે આવ્યો હોવાનો પણ સનસનાટીભર્યો ઉલ્લેખ કર્યો છે. “સરકારી તંત્ર અને વકીલોએ મળીને રચ્યું ષડયંત્ર” ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, “જ્યારે ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા હતા, ત્યારે પણ અમે સ્પષ્ટ કહ્યું હતું કે સરકારી પોલીસ, સરકારી ફરિયાદી, સરકારી સાક્ષી અને સરકારી વકીલોએ મળીને સત્તાધારી પક્ષ ભાજપના ઈશારે એક આદિવાસી નેતાને ફસાવવાનું મોટું ષડયંત્ર રચ્યું છે. હવે જે કથિત વીડિયો સામે આવ્યો છે, તેનાથી અમારી એ વાત અક્ષરશઃ સાચી સાબિત થઈ છે.” કથિત વીડિયો અને સીધી રાજકીય દખલગીરીનો આક્ષેપ 'આપ' ના ધારાસભ્યએ વધુમાં આક્ષેપ કર્યો કે, હાઈકોર્ટના સરકારી વકીલે પોતે સ્વીકાર્યું છે કે તેમને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી કાર્યાલય તરફથી સીધી ગાઈડલાઈન અને સૂચનાઓ મળી રહી હતી અને તે જ કટોકટીભરી વ્યુહરચના મુજબ કોર્ટમાં કાનૂની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી. ઇટાલિયાના કહેવા મુજબ, સામાન્ય વહીવટી નિયમો અનુસાર આવી કોઈ પણ કાનૂની સૂચનાઓ જે-તે સંબંધિત વિભાગના સત્તાવાર અધિકારીઓ મારફતે જતી હોય છે, પરંતુ આ હાઈ-પ્રોફાઈલ કેસમાં કાયદાની મર્યાદાઓ નોવેલ તરીકે ઓળખાવી સીધી રાજકીય દખલગીરી કરવામાં આવી છે. “સરકાર જો ખરેખર સંવેદનશીલ હોય તો સામાન્ય ખેડૂતોને પણ મુક્ત કરે” તાજેતરમાં ચૈતર વસાવા કેસમાં સંડોવાયેલી મહિલા આરોપી શકુંતલાબેનને 18 દિવસના નવજાત બાળકના કારણે હાઈકોર્ટે જામીન આપ્યા છે. આ મુદ્દે સરકારે અપનાવેલા 'માનવતાના અભિગમ' પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, જો સરકાર ખરેખર ન્યાયપ્રિય અને સંવેદનશીલ હોવાનો દાવો કરતી હોય, તો આ કેસમાં ફસાયેલા ચૈતર વસાવા સિવાયના અન્ય તમામ બિનરાજકીય આરોપીઓને પણ તાત્કાલિક રાહત આપવી જોઈએ. આ કેસમાં જે અન્ય લોકોને 7 વર્ષની સજા થઈ છે, તેઓ કોઈ નેતાઓ નથી પણ ગરીબ ખેડૂતો અને સામાન્ય પરિવારોના સભ્યો છે. લોકશાહીમાં તમામને સમાન ન્યાય મળવો અનિવાર્ય છે. આદિવાસી જાગૃતિને રોકવા માટે રાજકીય બદલો: આપ ગોપાલ ઇટાલિયાએ આડકતરો પ્રહાર કરતા જણાવ્યું કે, ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં જ્યારે હજારોની મેદનીમાં આદિવાસી સમાજ એકત્ર થયો અને વિરોધ પ્રદર્શનો શરૂ થયા ત્યારે જ સરકારનો આ કડક અભિગમ અચાનક બદલાયો છે. આ સમગ્ર કેસ માત્ર ને માત્ર રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત થઈને જ રચવામાં આવ્યો હતો, જેથી કરીને ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આદિવાસી સમાજમાં શિક્ષણ, હક્ક અને અધિકારો પ્રત્યે જે ક્રાંતિકારી જાગૃતિ લાવવામાં આવી રહી છે, તેને સત્તાના જોરે દબાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    સામાન્ય વરસાદથી સતાધારમાં પાણી ભરાયા:એસપી રિંગ રોડ, ગોતા, ચાંદખેડા, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા, શહેરના અનેક જગ્યાએ ઠંડક પ્રસરી
    Next Article
    ગોધરામાં ફ્લાયઓવર નિર્માણની કામગીરી:30 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક ડાયવર્ઝન, ST-ખાનગી બસો માટે નવા રૂટ જાહેર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment