Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાંથી 309 કરોડનું રાજકીય દાન, ભાજપને 308 કરોડ:કોંગ્રેસ અને AAPને નામ માત્રનો ફાળો, જાણો કોણ છે ગુજરાતના ટોપ 10 દાતાઓ

    3 days ago

    વર્ષ 2024-25 દરમિયાન રાષ્ટ્રીય રાજકીય પક્ષોને મળેલા કુલ ₹6648.56 કરોડના દાનમાં ગુજરાતનો ₹309.18 કરોડનો ફાળો સામે આવ્યો છે. જોકે, આ આંકડો રાજ્યની આર્થિક શક્તિ દર્શાવે છે, પરંતુ તેની અંદર રહેલું અસંતુલન લોકશાહી માટે ચિંતાજનક બની રહ્યું છે. દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત ત્રીજા સ્થાને રાજ્યવાર આંકડાઓ મુજબ દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે, પરંતુ પક્ષવાર વિતરણમાં ભારે તફાવત જોવા મળે છે. ગુજરાતમાંથી ભાજપને ₹308.38 કરોડનું વિશાળ દાન મળ્યું છે, જ્યારે કોંગ્રેસને માત્ર ₹0.696 કરોડ અને આમ આદમી પાર્ટીને ₹0.101 કરોડ મળ્યા છે. આ એકતરફી દાનનો પ્રવાહ રાજકીય સ્પર્ધાની સમાનતા પર સવાલ ઊભા કરે છે. કોર્પોરેટ દબદબો, સામાન્ય દાતાઓ ગાયબ ગુજરાતમાંથી મળેલા કુલ દાનમાં ₹250.44 કરોડ (લગભગ 81%) ફાળો કોર્પોરેટ/બિઝનેસ હાઉસિસનો છે, જ્યારે વ્યક્તિગત દાતાઓનો ફાળો માત્ર ₹57.55 કરોડ (19%) રહ્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે રાજકીય દાનમાં સામાન્ય નાગરિકોની ભાગીદારી ખૂબ ઓછી રહી છે અને મોટા ઉદ્યોગગૃહોનું પ્રભુત્વ વધી રહ્યું છે. આ પરિસ્થિતિમાં સવાલ ઊભો થાય છે કે, શું મોટા દાતાઓના હિતોને ધ્યાનમાં રાખીને નીતિ નિર્ણયો લેવામાં આવશે? શું આર્થિક શક્તિ રાજકીય દિશા નક્કી કરી રહી છે? દાતાઓનું લિસ્ટ જોવા ક્લિક કરો: ગુજરાતને દાન આપનાર તમામ દાતાઓ વિરોધ પક્ષોની નબળી આર્થિક સ્થિતિ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મળેલા નગણ્ય દાન દર્શાવે છે કે, રાજ્યમાં વિરોધ પક્ષો માટે જરૂરી આર્થિક સપોર્ટ ઉપલબ્ધ નથી. લોકશાહી માટે મજબૂત વિરોધ પક્ષ જરૂરી હોય છે, પરંતુ દાનના અભાવે તેમની અસરકારકતા ઘટી શકે છે. ટોપ દાતાઓમાં થોડા હાથે મોટું દાન ટોચના દાતાઓની યાદીમાં મોટા ઉદ્યોગપતિઓ અને કંપનીઓનો જ દબદબો છે. થોડા જ દાતાઓ દ્વારા કરોડો રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે, જે રાજકીય ફંડિંગના કેન્દ્રિકરણ તરફ ઈશારો કરે છે. નાના દાતાઓની ભૂમિકા અહીં લગભગ ગાયબ દેખાય છે. પુનરાવર્તિત દાન અને ટ્રસ્ટ્સનો પ્રશ્ન કેટલાક દાતાઓએ એકથી વધુ વખત દાન આપ્યું છે અને ટ્રસ્ટ તથા સંસ્થાઓ મારફતે પણ ફંડિંગ થયું છે. આ પ્રકારની વ્યવસ્થા પારદર્શિતા પર પ્રશ્નો ઊભા કરે છે, કારણ કે દાનના મૂળ સ્ત્રોત વિશે સંપૂર્ણ સ્પષ્ટતા રહેતી નથી. ગુજરાતના આ આંકડાઓ દર્શાવે છે કે રાજકીય દાનમાં અસંતુલન વધી રહ્યું છે. ભાજપને મળતો વિશાળ ફાળો તેની મજબૂત સ્થિતિ દર્શાવે છે, પરંતુ વિરોધ પક્ષોને મળતો નગણ્ય ફાળો લોકશાહીના સ્વસ્થ માળખા માટે ચિંતાજનક છે. કોર્પોરેટ દાતાઓનો વધતો પ્રભાવ રાજકીય અને નીતિગત નિર્ણયો પર અસર કરી શકે છે. આવી પરિસ્થિતિમાં પારદર્શિતા, જવાબદારી અને સમાન તક આ ત્રણેય મુદ્દા હવે કેન્દ્રસ્થાને આવી રહ્યા છે. આગામી સમયમાં સવાલ એ રહેશે કે, શું રાજકીય દાનમાં સંતુલન લાવવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવશે કે નહીં.
    Click here to Read More
    Previous Article
    '5 દિવસમાં રોડનું કામ શરુ નહી થાય તો કોર્પોરેશનને તાળાબંધી':મહેસાણાના શોભાસણ રોડના રહીશોની હાલાકી મુદ્દે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ
    Next Article
    હાપા-વૈષ્ણોદેવી એક્સપ્રેસના રૂટમાં ફેરફાર:જમ્મુ તવી સેક્શનમાં ઇલેક્ટ્રિફિકેશન કામને પગલે હાપા એક્સપ્રેસના રૂટમાં કરાયો મોટો ફેરફાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment