Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાપા-વૈષ્ણોદેવી એક્સપ્રેસના રૂટમાં ફેરફાર:જમ્મુ તવી સેક્શનમાં ઇલેક્ટ્રિફિકેશન કામને પગલે હાપા એક્સપ્રેસના રૂટમાં કરાયો મોટો ફેરફાર

    20 hours ago

    માતા વૈષ્ણોદેવીના દર્શને જવાનું આયોજન કરી રહેલા મુસાફરો માટે રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. આગામી 31 માર્ચ, 2026 ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12475, હાપા–માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ તેના નિર્ધારિત અંતિમ સ્ટેશન સુધી પહોંચશે નહીં. ઉત્તર રેલવેના જમ્મુ તવી ડિવિઝનમાં ચાલી રહેલા મેન્ટેનન્સ કાર્યોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શા માટે લેવાયો આ નિર્ણય? રેલવે પ્રશાસનના જણાવ્યા અનુસાર, જમ્મુ તવી અને માતા વૈષ્ણોદેવી કટરા સેક્શન વચ્ચે હાલમાં વિદ્યુતિકરણ (Electrification) અને ટ્રાફિક બ્લોકનું કામ ચાલી રહ્યું છે. આ ટેકનિકલ કામગીરીને કારણે ટ્રેનોની અવરજવર પર અસર પડી છે, જેના પરિણામે સુરક્ષા અને સુવિધાના ભાગરૂપે આ ફેરફાર કરવામાં આવ્યો છે. ક્યાં સુધી દોડશે આ ટ્રેન? 31 માર્ચે ઉપડનારી આ ટ્રેન તેના છેલ્લા સ્ટેશન 'માતા વૈષ્ણોદેવી કટરા' ને બદલે માત્ર શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે. આ ટ્રેન શહીદ કેપ્ટન તુષાર મહાજન અને માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચેના આશરે 25 કિલોમીટરના અંતર માટે આંશિક રીતે રદ રહેશે. એટલે કે, આ ટ્રિપ દરમિયાન ટ્રેનનું કટરા સ્ટેશન પર સ્ટોપેજ રહેશે નહીં. રેલવેની મુસાફરોને અપીલ રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આગળનું આયોજન કરે. મુસાફરીમાં કોઈ અસુવિધા ન થાય તે માટે ટ્રેનના સંચાલન અંગેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાંથી 309 કરોડનું રાજકીય દાન, ભાજપને 308 કરોડ:કોંગ્રેસ અને AAPને નામ માત્રનો ફાળો, જાણો કોણ છે ગુજરાતના ટોપ 10 દાતાઓ
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:એલ.જે. કોલેજ પાસે મર્સિડીઝમાંથી લાશ મળી, શેઠ સી.એન.તાલીમી વિદ્યાલયના અધ્યાપક દ્વારા PTCની વિદ્યાર્થિનીની છેડતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment