Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વકફની 30,711 મિલકતોમાં 24,513 મંજૂર, 3,159 પરત, 195 રિજેક્ટ:તોફીક વોરાનો દાવો: સરકારી જમીન વકફમાં નોંધાઈ હશે તો ગેરકાયદે કબજા પર ડિમોલિશન થશે

    10 hours ago

    ગુજરાત વકફ બોર્ડની મિલકતોની નોંધણીને લઈને બોર્ડના સભ્ય મહંમદ તોફીક વોરાએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, ગુજરાત વકફ બોર્ડમાં નોંધાયેલી અનેક મિલકતો અગાઉ ચેરિટી કમિશનર કચેરીમાં નોંધાયેલી હતી અને તેના રજિસ્ટર નંબર ‘B’થી શરૂ થતા હતા. તેમના મતે, તે સમયે ચેરિટી કમિશનરની કચેરીમાં કેટલીક મિલકતોની નોંધણી કોઈપણ પ્રકારના પૂરતા પુરાવા લીધા વગર થઈ હોવાની શક્યતા છે. આવી મિલકત વાસ્તવમાં સરકારી હોય, પરંતુ વકફ બોર્ડના PTRમાં નોંધાયેલી હોય અને બાદમાં સરકારને તે સરકારી મિલકત હોવાની જાણ થાય તો તેના પર થયેલો ગેરકાયદે કબજો કે દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ શકે છે. વોરાએ સ્પષ્ટ કર્યું કે, માત્ર વકફના રેકોર્ડમાં મિલકત નોંધાયેલી છે એટલે તે મિલકત વકફની માલિકીની બની જતી નથી. જો મિલકત સરકારી માલિકીની હોવાનું સામે આવે અને તેના પર ગેરકાયદે કબજો કે દબાણ થયેલું હોય તો રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી થઈ શકે છે. જોકે, જે મિલકત કોઈ સંસ્થા કે ખાનગી માલિકીની હોય તેને માત્ર વકફના વિવાદને કારણે સરકાર દ્વારા ડિમોલિશન કરવામાં આવતી નથી. રિપોર્ટમાં 30,711 મિલકતોની નોંધણીનો ડેટા 14 સપ્ટેમ્બર 2026ના ‘Waqf Progress Report of Gujarat’માં રાજ્યની કુલ 30,711 વકફ પ્રોપર્ટીનો ડેટા દર્શાવવામાં આવ્યો છે. તેમાં 2,835 મિલકતોની એન્ટ્રી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 1 મિલકત મેઈકર પાસે પેન્ડિંગ, 8 મિલકતો ચેકર પાસે પેન્ડિંગ અને સૌથી વધુ 24,513 મિલકતો એપ્રુવર દ્વારા મંજૂર કરવામાં આવી છે. જ્યારે 195 મિલકતો એપ્રુવર દ્વારા રિજેક્ટ અને 3,159 મિલકતો મેઈકરને પરત કરવામાં આવી છે. જિલ્લાવાર જોતા ભરૂચમાં 5,411, સુરતમાં 4,570, વડોદરામાં 1,873, અમદાવાદમાં 1,817, કચ્છમાં 2,311, આણંદમાં 1,455, ખેડામાં 1,327, પાટણમાં 1,277 અને નવસારીમાં 1,111 મિલકતોનો કુલ ડેટા દર્શાવાયો છે. રિપોર્ટમાં ભરૂચની 4,548, વડોદરાની 1,494, અમદાવાદની 1,441, કચ્છની 1,402 અને સુરતની 3,842 મિલકતો એપ્રુવ થયેલી દર્શાવવામાં આવી છે. બીજી તરફ, કચ્છમાં સૌથી વધુ 677 અને ભરૂચમાં 437 મિલકતો પરત કરવામાં આવી છે. હવે જૂના રેકોર્ડની ચકાસણીનો સવાલ તોફીક વોરાના નિવેદન બાદ મુખ્ય સવાલ એ છે કે વકફ બોર્ડના PTRમાં નોંધાયેલી મિલકતોની મૂળ માલિકી, ચેરિટી કમિશનરના જૂના રેકોર્ડ અને સરકારી મિલકતના દસ્તાવેજો વચ્ચે કેટલી ચકાસણી થઈ છે? ખાસ કરીને સરકારી જમીન વકફના રેકોર્ડમાં નોંધાઈ ગઈ હોય તો તેના આધારે થયેલા કબજા અને દબાણ સામે શું કાર્યવાહી થઈ શકે તે મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ એરપોર્ટ પર આજે 3 ફ્લાઇટ્સ રદ:મુસાફરો પરેશાન, એરલાઇન્સ સામે રોષ; જાણો ક્યાંની કેન્સલ કરાઈ
    Next Article
    24 કરોડની હોળી કરનાર સ્પ્લેન્ડર સવાર ‘ભૂત’ બન્યો:શ્યામ સંગિની ટેકસટાઇલ માર્કેટમાં આગ લાગ્યાના 5 દિવસ પછી પણ આરોપી ગાયબ, પોલીસે રિવર્સ ટ્રેક’ પદ્ધતિ અપનાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment