Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 કરોડની હોળી કરનાર સ્પ્લેન્ડર સવાર ‘ભૂત’ બન્યો:શ્યામ સંગિની ટેકસટાઇલ માર્કેટમાં આગ લાગ્યાના 5 દિવસ પછી પણ આરોપી ગાયબ, પોલીસે રિવર્સ ટ્રેક’ પદ્ધતિ અપનાવી

    10 hours ago

    સુરતના સારોલી સ્થિત શ્યામ સંગિની ટેક્સ્ટાઇલ માર્કેટમાં મંગળવારે મોડી રાત્રે લાગેલી ભીષણ આગ અકસ્માત નહીં પરંતુ સોચ્યું-સમજ્યું ષડયંત્ર હોવાનો પર્દાફાશ થયા બાદ પણ આરોપી પકડાયો નથી. છઠ્ઠા માળે 17 દુકાનોમાં અગનખેલ ખેલી વેપારીઓને 24 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડનાર ભેદી શખ્સ પાંચ દિવસ વીતવા છતાં પોલીસ પકડથી બહાર છે. ઘટના બાદ સ્પ્લેન્ડર બાઇક પર કડોદરા તરફ ભાગી ગયેલો આ આરોપી જાણે હવામાં ઓગળી ગયો હોય તેમ પોલીસની તપાસ અટકી ગઈ છે. આ ઉપરાંત, આગ લગાડનારે પોતાની અંગત અદાવતમાં કે કોઈકના ઈશારે આગ લગાડી છે? તે જાણવા સારોલી પોલીસે 20 વેપારીઓની પૂછપરછ પણ કરી હતી. 3 કલાક માર્કેટમાં સંતાઈ રહ્યો, 4 મિનિટમાં ખેલ ખતમ કર્યો સીસીટીવી ફૂટેજની તપાસમાં પોલીસના પગ નીચેથી જમીન સરકી જાય તેવી વિગતો સામે આવી હતી. મંગળવારે રાત્રે 8:57 વાગ્યે એક શખ્સ સ્પ્લેન્ડર બાઇક પર માર્કેટમાં પ્રવેશે છે. તેણે રૂમાલથી ચહેરો ઢાંકેલો હતો. આ શખ્સ માર્કેટની અંદર અવાવરું જગ્યાએ પૂરા ત્રણ કલાક સુધી યોગ્ય તકની રાહ જોતો છુપાઈ રહ્યો હતો. રાત્રે 12:20 વાગ્યે તે સીધો છઠ્ઠા માળે પહોંચ્યો હતો. ત્યાર બાદ સામસામે આવેલી દુકાનોના પેસેજમાં પડેલા કાપડના મોટા પોટલાઓ પર બોટલમાંથી જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી. આગ લગાડ્યા બાદ આ ભેજાબાજ માત્ર 4 જ મિનિટમાં સીડીઓ ઉતરીને ફરાર થઈ ગયો હતો. કમાન્ડ એન્ડ કંટ્રોલના ત્રીજી આંખના નેટવર્ક છતાં આરોપી ‘ગાયબ’ આગ લગાડીને ભાગેલા શખ્સને શોધવા સારોલી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો દોડતી થઈ હતી. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી તપાસતાં તે સ્પ્લેન્ડર પર કડોદરા તરફ ભાગતો દેખાયો હતો. પોલીસને શરૂઆતમાં ગણતરીના કલાકોમાં આરોપી પકડાઈ જશે તેવી આશા હતી. પરંતુ કડોદરા આગળ જતાં તેનું પગેરું ગાયબ થઈ ગયું છે. હવે પોલીસ આરોપી કયા રસ્તે આવ્યો હતો તે જાણવા ‘રિવર્સ ટ્રેક’ પદ્ધતિ અપનાવી રહી છે, છતાં નક્કર કડી હાથ લાગી નથી. વેપારીઓની ધીરજ ખૂટી, ફાયર સેફ્ટી સામે પણ સવાલો આ વિકરાળ આગમાં અંદાજે ₹24 કરોડથી વધુનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. બનાવને પાંચ દિવસ થઈ ગયા હોવા છતાં આરોપી ન પકડાતાં વેપારી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ એ જાણવા બેતાબ છે કે આટલું મોટું નુકસાન કરનાર શખ્સ કોણ હતો અને તેને કોની સાથે અદાવત હતી? બીજી તરફ, આટલી મોટી ટેક્સ્ટાઇલ માર્કેટમાં બહારનો અજાણ્યો શખ્સ 3 કલાક સુધી સંતાઈ રહે અને સિક્યોરિટી કે આગને લઈને ફાયર સેફ્ટી સિસ્ટમ એલર્ટ ન થાય તેને લઈને પણ માર્કેટ સંચાલકો સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસે માર્કેટના 20 વેપારીઓની પૂછપરછ કરી આ ઉપરાંત, આગ લગાડનારે પોતાની અંગત અદાવતમાં કે કોઈકના ઈશારે આગ લગાડી છે? તે જાણવા સારોલી પોલીસે વેપારીઓની પૂછપરછ પણ કરી હતી. ઇન્સ્યુરન્સ પકવવાનો ખેલ નથી ને? તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે. આગથી વેપારીઓને 24 કરોડનું નુકશાન થયું હતુ. કેટલાંક વેપારીઓને પણ 25 હજારથી 1 લાખનું નુકશાન થયું હતું. પોલીસ દ્વારા માર્કેટના 20 વેપારીઓની પૂછપરછ કરી જરૂરી વિગતો મેળવાઈ હતી. પોલીસે ફાયર, આર એન્ડ બી, સુડા, વીજ કંપની, લિફ્ટ એલિવેટર, ઈલેક્ટ્રીક ઈન્સન્સ્પેકટરનો પણ અભિપ્રાય માંગ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વકફની 30,711 મિલકતોમાં 24,513 મંજૂર, 3,159 પરત, 195 રિજેક્ટ:તોફીક વોરાનો દાવો: સરકારી જમીન વકફમાં નોંધાઈ હશે તો ગેરકાયદે કબજા પર ડિમોલિશન થશે
    Next Article
    કચ્છમાં આરોગ્ય સેવાઓ માટે DQMS તાલીમ યોજાઈ:ડેટાની ગુણવત્તા સુધારવા અને HMISની કામગીરી ચકાસવા ફિમેલ હેલ્થ સુપરવાઈઝરોને તાલીમ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment