Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ એરપોર્ટ પર આજે 3 ફ્લાઇટ્સ રદ:મુસાફરો પરેશાન, એરલાઇન્સ સામે રોષ; જાણો ક્યાંની કેન્સલ કરાઈ

    10 hours ago

    અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે એકસાથે અનેક ફ્લાઇટ્સની સેવા ખોરવાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્ટાર એર અને ઇન્ડિગોની અમદાવાદ-દીવ રૂટની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે અકાસા એરની અમદાવાદ-કોલકાતા સેક્ટરની ફ્લાઇટ પણ કેન્સલ થતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ફ્લાઇટ્સ રદ થવાના કારણે એરપોર્ટ પર મુસાફરોમાં નારાજગી જોવા મળી હતી. મુસાફરોને લાંબો સમય રાહ જોવી પડી સ્ટાર એરની અમદાવાદથી દીવ થઈ ગોવા જતી ફ્લાઇટ S5 424 અચાનક રદ થતાં મુસાફરોને એરપોર્ટ પર જ અટવાઈ રહેવાની સ્થિતિ સર્જાઈ હતી. મુસાફરોનો આક્ષેપ છે કે ફ્લાઇટ રદ થયા બાદ તેમણે એરલાઇનના સિનિયર અધિકારીઓ પાસે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે રજૂઆત કરી હતી, પરંતુ તેમને યોગ્ય માર્ગદર્શન કે સંતોષકારક જવાબ મળ્યો ન હતો. પરિણામે મુસાફરોને લાંબો સમય રાહ જોવી પડી હોવાનો અને માનસિક પરેશાનીનો સામનો કરવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ 3 ફ્લાઇટ્સ રદ કરાઈ છે અમદાવાદ-દીવ રૂટ પર સ્ટાર એર સાથે ઇન્ડિગોની સેવા પણ પ્રભાવિત થઈ હતી. ઇન્ડિગોની અમદાવાદથી દીવ જતી તેમજ દીવથી અમદાવાદ આવતી બંને ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જેના કારણે આ રૂટ પર મુસાફરી કરનારા મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.બીજી તરફ, અકાસા એરની અમદાવાદથી કોલકાતા જતી ફ્લાઇટ તેમજ કોલકાતાથી અમદાવાદ પરત આવતી ફ્લાઇટ પણ રદ કરવામાં આવી હતી. ફ્લાઇટ્સ ટેકનિકલ કારણોસર કેન્સલ મળતી માહિતી મુજબ, આ બંને ફ્લાઇટ્સ ટેકનિકલ કારણોસર કેન્સલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આમ, એક જ દિવસમાં અલગ-અલગ એરલાઇન્સની સેવાઓ ખોરવાતા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની મુશ્કેલી વધી હતી અને એરલાઇન્સની વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબી નજીકથી દારૂ ભરેલી ગાડી સાથે 2 શખ્સ ઝડપાયા:LCBએ 315 બોટલ દારૂ અને ₹8.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    વકફની 30,711 મિલકતોમાં 24,513 મંજૂર, 3,159 પરત, 195 રિજેક્ટ:તોફીક વોરાનો દાવો: સરકારી જમીન વકફમાં નોંધાઈ હશે તો ગેરકાયદે કબજા પર ડિમોલિશન થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment