Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:જૂનાગઢ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં એક જ દિવસમાં 3031 કેસોનો નિકાલ કરાયો

    22 hours ago

    નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (નવી દિલ્હી) અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ (અમદાવાદ) ના માર્ગદર્શન હેઠળ ગત 14 માર્ચ, 2026ના રોજ જૂનાગઢ જિલ્લામાં વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ન્યાયાધીશ બી.જી. દવેના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ હેડ ક્વાર્ટર સહિત વાંથળી, કેશોદ, માળિયા, માંગરોળ, ભેસાણ, વિસાવદર, મેંદારડા અને માણાવદરની તમામ કોર્ટોમાં સવારે 10:30 કલાકથી ન્યાયિક પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર, બેંક રિકવરી, લગ્ન સબંધી વિવાદો અને સામાન્ય મારામારી જેવા ફોજદારી કેસો મળીને પ્રિ-લિટીગેશન અને પેન્ડિંગ કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં વકીલો અને પક્ષકારોના સહયોગથી કુલ 3031 કેસોનો નિકાલ લાવી પક્ષકારોને ઝડપી ન્યાય પૂરો પાડવામાં આવ્યો હતો. આ સફળતા બદલ જિલ્લા જજ દવે અને સચિવ ચંદનાનીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. 243 પરિવારોનો વિખવાદ શમ્યો ફેમિલી જજ પી.એચ. સિંહના નેતૃત્વમાં જૂનાગઢ અને ક્લસ્ટર કોર્ટ્સમાં કૌટુંબિક વિવાદોના કુલ 248 કેસો મુકાયા હતા, જેમાંથી 243 કેસોમાં સુખદ સમાધાન થયું હતું. પોલીસ તંત્ર અને વકીલ મંડળના સહયોગથી ભરણપોષણ અને ઘરકંકાસના પ્રશ્નો ઉકેલાતા અનેક પરિવારોમાં ફરી શાંતિ અને સુમેળ સ્થાપિત થયો છે.
    Click here to Read More
    Previous Article
    શ્રમિકોને ઘરઆંગણે વિનામૂલ્યે મળશે‎ સારવાર:જિલ્લાના શ્રમિકો માટે વધુ 4 ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત
    Next Article
    108એ સર્જ્યો અકસ્માત:108ની ઠોકરે જોષીપરાના મોપેડ ચાલક વૃદ્ધનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment