Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    108એ સર્જ્યો અકસ્માત:108ની ઠોકરે જોષીપરાના મોપેડ ચાલક વૃદ્ધનું મોત

    21 hours ago

    જુના બાયપાસ પર દર્દીને લઈને જતી 108ની ઠાકરે જોષીપરાના મોપેડ ચાલક વૃધ્ધનું ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ દર્દીને લઈને સારવાર માટે જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના જુના બાયપાસ પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક મોપેડને 108 એમ્બ્યુલન્સે હડફેટમાં લેતા વૃધ્ધનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ થતા તાલુકા પીએસઆઇ સોનરખ સ્થળ પર પહોંચ્યા હતા પ્રાથમિક તપાસમાં મરનાર જોષીપરાના વિજયનગરમાં રહેતા 75 વર્ષીય છગનભાઈ ખોડાભાઈ સાવલિયા હોવાનું ખુલ્યું હતું. મૃતક તેના મોપેડમાં પેટ્રોલ પુરાવવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. 108 સેવાના ઇન્ચાર્જ જયેશગીરી મેઘનાથીએ ભાસ્કરને જણાવ્યું હતું કે, જુનાગઢ તાલુકાના માખીયાળા ગામેથી એક દર્દીને સારવાર માટે લઈને જીજે 18 જીબી 208 નંબરની 108 એમ્બ્યુલન્સ જૂનાગઢ તરફ આવી રહી હતી. ત્યારે મોપેડને એમ્બ્યુલન્સની ટક્કર લાગી હતી. જેથી ઇજાગ્રસ્તને તાત્કાલિક બીજી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત અંગે તાલુકા પોલીસે 108 એમ્બ્યુલન્સના પાયલોટ વિરુદ્ધ કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:જૂનાગઢ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં એક જ દિવસમાં 3031 કેસોનો નિકાલ કરાયો
    Next Article
    નશાકારક સીરપ ઝડપાયું:અકસ્માત બાદ કારમાંથી 599 બોટલ નશીલુ સીરપ મળ્યું, 3 શખ્સ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment