Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં 303થી વધુ લોકોએ નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરાવી:કેમ્પમાં આંખના નંબર અને હિમોગ્લોબિનની તપાસ સાથે જરૂરિયાતમંદોને ચશ્મા અપાયા

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગુરુવાર, 29 ઓક્ટોબર 2026ના રોજ નિઃશુલ્ક આંખ તપાસ અને હિમોગ્લોબિન ટેસ્ટ કેમ્પ યોજાયો. તેમાં 303થી વધુ લોકોએ ઓપીડી મારફતે આરોગ્ય સેવાઓનો લાભ લીધો. શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC), સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ (SMFT) અને વિનસ ફાઉન્ડેશનના સંયુક્ત સહયોગથી કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં આંખના નંબરની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ચશ્મા આપવાની વ્યવસ્થા પણ કરાઈ હતી. આ ઉપરાંત, હિમોગ્લોબિન (HB) ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલની સ્ટાફ ટીમે કેમ્પમાં હાજર રહી લોકોને આરોગ્ય સેવાઓ આપી હતી. કેમ્પ માટે વઢવાણની સોમપુરા સમાજની વાડીના સહયોગી શ્રી સુરક્ષિત સોમપુરા, શ્રી પ્રશાંત ભટ્ટ, મહેશભાઈ સોમપુરા અને તેમની ટીમે સહકાર આપ્યો હતો. કેમ્પના સંચાલનમાં શ્રી કેકીન ગણાત્રા, શ્રી કિરીટભાઈ ત્રિવેદી અને શ્રી મુકેશભાઈ દોશીએ મદદ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મનપાની સાધારણ સભામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે તીખી બોલાચાલી:14 દરખાસ્તોને સર્વાનુમતે બહાલી, 150 ફૂટ રિંગ રોડ પર બિરસા મુંડાની પ્રતિમા મુકાશે, કૃષ્ણપરા મોક્ષ મંદિર અને કસબા અંજુમ ઇસ્લામ ટ્રસ્ટમાં નવા મ્યુનિસિપલ ટ્રસ્ટીઓની નિમણૂક
    Next Article
    નલ સે જલ કૌભાંડમાં વધુ ચાર આરોપી પકડાયા:મહીસાગરમાં CID ક્રાઈમે ધરપકડ કરી, કેસમાં કુલ આરોપીઓની સંખ્યા 75 થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment