Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નલ સે જલ કૌભાંડમાં વધુ ચાર આરોપી પકડાયા:મહીસાગરમાં CID ક્રાઈમે ધરપકડ કરી, કેસમાં કુલ આરોપીઓની સંખ્યા 75 થઈ

    1 day ago

    મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાના કથિત કૌભાંડ સંદર્ભે સીઆઈડી ક્રાઈમે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી સાથે જ કેસમાં કુલ પકડાયેલા આરોપીઓની સંખ્યા વધીને 75 થઈ છે. ધરપકડ કરાયેલા આરોપીઓ અને વસૂલાત તપાસમાં પકડાયેલા મહાવીરસિંહ સોલંકી પાસેથી 20 ગામોના કામ પેટે ₹4.25 કરોડ, પંકજ પટેલ પાસેથી 5 ગામોના ₹85 લાખ, ઇન્દ્રપાલસિંહ ગોહિલ પાસેથી 6 ગામોના ₹39 લાખ અને સુરપાલસિંહ સોલંકી પાસેથી 13 ગામોના કામ સંબંધિત ₹1.83 કરોડ મળી કુલ ₹7.32 કરોડની વસૂલાત બાકી છે. દસ્તાવેજોની ચકાસણી અને નાણાકીય સ્થિતિ ચારેય આરોપીઓ પાસેથી બાકી નીકળતી રકમની કાયદેસર સ્થિતિ અને અંતિમ જવાબદારી આગળની તપાસ તેમજ દસ્તાવેજોની ચકાસણી બાદ સ્પષ્ટ થશે. અગાઉ નોંધાયેલી ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમ દ્વારા હાલ સમગ્ર કૌભાંડ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વાસ્મો યુનિટ અને અન્યની ભૂમિકા આ કેસમાં તત્કાલીન વાસ્મો યુનિટ મેનેજર સહિતના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન કચેરીના તત્કાલીન કર્મચારીઓ, આઉટસોર્સિંગ કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અને સરપંચોની કથિત ભૂમિકા સામે આવતા અગાઉ પણ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા વધુ તપાસ ચાલુ સીઆઈડી ક્રાઈમ હાલ પકડાયેલા આરોપીઓની પૂછપરછ અને સરકારી દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. આ કથિત ગેરરીતિમાં અન્ય લોકોની ભૂમિકા તેમજ શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અંગે આગામી દિવસોમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણમાં 303થી વધુ લોકોએ નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરાવી:કેમ્પમાં આંખના નંબર અને હિમોગ્લોબિનની તપાસ સાથે જરૂરિયાતમંદોને ચશ્મા અપાયા
    Next Article
    4 Oil Tankers On Fire After Hitting Mines In Hormuz, Say Iran Guards

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment