Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની સાધારણ સભામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે તીખી બોલાચાલી:14 દરખાસ્તોને સર્વાનુમતે બહાલી, 150 ફૂટ રિંગ રોડ પર બિરસા મુંડાની પ્રતિમા મુકાશે, કૃષ્ણપરા મોક્ષ મંદિર અને કસબા અંજુમ ઇસ્લામ ટ્રસ્ટમાં નવા મ્યુનિસિપલ ટ્રસ્ટીઓની નિમણૂક

    1 day ago

    સાધારણ સભામાં પક્ષ પ્રત્યેની વફાદારી મુદ્દે ગરમાયો રાજકીય માહોલ ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા આજે મેયર ઉષાબેન તલરેજા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસ, વહિવટી સુધારા અને જનહિતને લગતા કુલ 14 મહત્વના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે તીખી ચકમક જોવા મળી હતી. બેઠક દરમિયાન રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપોને કારણે સભાનું વાતાવરણ ગરમાયું હતું. કુંભારવાડા વોર્ડના કોર્પોરેટર કિશન મેર એ ભાજપના આંતરિક મુદ્દા અંગે ટાપસી પુરતા કહ્યું હતું કે, "ત્રણ-ત્રણ વખત મેયર ન બનાવ્યા." કિશન મેરના આ કટાક્ષ સામે કાળિયાબીડ વોર્ડના સીનિયર કોર્પોરેટર વર્ષાબા પરમારે આકરો વિરોધ નોંધાવ્યો હતો અને તેમને સભાખંડમાંથી બહાર કાઢવાની માંગ કરી હતી. વર્ષાબા પરમારે રોષપૂર્વક જણાવ્યું હતું કે, "બહાર કાઢો એને! એને બહાર કાઢો પહેલા.. એને બહાર કાઢો! અને આ બાબત મિનિટ્સ પર લેવી જોઈએ. આવા ખોટા આક્ષેપો શા માટે કરવાના? મેયર બનાવે કે ન બનાવે, એ શું તમારા બાપદાદાની પેઢી છે? હું 1995થી પક્ષની સભ્ય છું. પક્ષ બનાવે કે ન બનાવે, હું ભાજપમાં હતી અને ભાજપમાં જ રહેવાની છું." સભા દરમિયાન મેયરે સભ્યોને શાંત પડીને બેસી જવા વિનંતી કરી હતી. તો બીજી તરફ, કોંગ્રેસ નેતૃત્વ પર આકરા પ્રહારો કરતા ભાજપના સભ્યોએ જણાવ્યું હતું કે, "આ બધી ખોટી વાતો ચાલે છે, શરમ કરો, શરમ કરો! જ્યાં સુધી આવા નેતા રહેશે ત્યાં સુધી કોંગ્રેસ ક્યારેય આગળ નહીં આવી શકે." સભામાં સભ્યો વચ્ચે થયેલી આ તીખી બોલાચાલી અને આક્ષેપબાજીને પગલે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભારે ગરમાવો વ્યાપી ગયો હતો. સાધારણ સભામાં લેવાયેલા મુખ્ય નિર્ણયો અને મંજૂર થયેલી દરખાસ્તોઓમાં રવેચી ધામ એરપોર્ટ રોડ, બાલા હનુમાન ચોકથી બંદર રોડ તરફ જતા 150 ફૂટ રિંગ રોડ પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. શહેરના વિકાસ અર્થે ટી.પી. સ્કીમ નંબર 20 નારી ના જાહેર હેતુ માટેના અંતિમ ખંડ અને રસ્તાના માળખા અંગે જરૂરી પરામર્શ આપવામાં આવ્યો હતો. તેમજ સિટી બસ સેવામાં મફત મુસાફરીની યોજનાને કાર્યોત્તર મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ભવિષ્યમાં ખાસ પ્રસંગોએ ફ્રી મુસાફરી અંગે નિર્ણય લેવાની સત્તા સ્ટેન્ડિંગ કમિટીને સોંપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરનું સિંગાપોર ખાતે સ્ટડી વિઝિટ માટે નામ નોમિનેટ કરવામાં આવ્યું હોય, તેને સભા દ્વારા બહાલી અપાઈ છે, શહેરના મોક્ષધામ/દફનભૂમિમાં મ્યુનિસિપલ સભ્યની ટ્રસ્ટી તરીકે નિમણૂક અંતર્ગત કૃષ્ણપરા મોક્ષ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટમાં પરેશભાઈ ચૌહાણ તથા કસબા અંજુમ ઇસ્લામ ટ્રસ્ટમાં હરેશભાઈ મેણીયાની નિમણૂક કરવામાં આવી છે સાથે જ શહેરમાં 4 રહેણાકીય લીઝ પટ્ટાની મુદત રીન્યુ કરવામાં આવી છે, આ સિવાય ખારગેટ પાસે જલારામ મંદિર પાછળ આવેલી 12.81 ચોરસ મીટર જગ્યા વલ્યુએશન મુજબની કિંમતે અઘાટ રીતે ફાળવવા બાબતે કમિશનરના યોગ્ય નિર્ણયને મંજૂરી અપાઈ છે તેમજ ફાયર અને ઇમરજન્સી વિભાગના વિવિધ સંવર્ગોના પગાર ધોરણ સુધારણાને મંજૂરી અપાઈ છે. સાથોસાથ ગાર્ડન સુપ્રિન્ટેન્ડેન્ટ સંવર્ગમાં શૈક્ષણિક લાયકાત અને અનુભવના નિયમોમાં સુધારા મંજૂર કરાયા છે., ફિલ્ટર વિભાગના જુદા જુદા પ્રકારના ભંગારના નિકાલની દરખાસ્તને પણ સભાએ મંજૂરી આપી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળના દરિયામાં પોલીસે લાઇટ ફિશિંગ સામે ઝુંબેશ ચલાવી:વેરાવળમાં 60 બોટમાંથી 423 LED લાઇટ જપ્ત કર્યો, જાહેરનામા ભંગ અને ટોકન વિના માછીમારીના ૩ ગુના નોંધાયા
    Next Article
    વઢવાણમાં 303થી વધુ લોકોએ નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરાવી:કેમ્પમાં આંખના નંબર અને હિમોગ્લોબિનની તપાસ સાથે જરૂરિયાતમંદોને ચશ્મા અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment