Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળના દરિયામાં પોલીસે લાઇટ ફિશિંગ સામે ઝુંબેશ ચલાવી:વેરાવળમાં 60 બોટમાંથી 423 LED લાઇટ જપ્ત કર્યો, જાહેરનામા ભંગ અને ટોકન વિના માછીમારીના ૩ ગુના નોંધાયા

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના જાલેશ્વર અને ભીડીયા વિસ્તારમાં પોલીસે લાઇટ ફિશિંગ સામે ચેકિંગ કર્યું. અંદાજે 60 બોટમાંથી ગેરકાયદે લગાવેલી 423 LED લાઇટ જપ્ત કરી છે. રેન્જ IG રાજેન્દ્રસિંહ ચુડાસમા અને SP જયદીપસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરાઈ હતી. વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના JN ગઢવી અને સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના PI વસોવા સાથે SOG અને LCBની ટીમોએ ચેકિંગ કર્યું હતું. ઉના ડિવિઝનના DYSP એમ.એફ. ચૌધરીએ જણાવ્યું કે ટોકન વગર માછીમારી કરવા બદલ 2 કેસ નોંધાયા છે. પરપ્રાંતીય લોકોની જાણ પોલીસને ન કરવા અને જાહેરનામાનો ભંગ કરવા બદલ 1 કેસ નોંધાયો છે. પોલીસે જણાવ્યું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા માટે આગળ પણ ચેકિંગ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    'मैं खुश हूं कि इतना बड़ा मुद्दा बना', 'पेड्डी' विवाद पर जाह्नवी कपूर का बड़ा बयान
    Next Article
    મનપાની સાધારણ સભામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે તીખી બોલાચાલી:14 દરખાસ્તોને સર્વાનુમતે બહાલી, 150 ફૂટ રિંગ રોડ પર બિરસા મુંડાની પ્રતિમા મુકાશે, કૃષ્ણપરા મોક્ષ મંદિર અને કસબા અંજુમ ઇસ્લામ ટ્રસ્ટમાં નવા મ્યુનિસિપલ ટ્રસ્ટીઓની નિમણૂક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment