Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લેભાગૂ વિઝા એજન્ટની કરતૂત:કલોલના યુવકને કેનેડા-ન્યુઝીલેન્ડના વર્ક પરમીટના નામે જાળમાં ફસાવી 30.18 લાખ પડાવ્યા, એમ્બેસીમાંથી લેટર આવતા ભાંડો ફૂટ્યો

    7 hours ago

    કલોલની સાંઇ કૃપા સોસાયટીમાં રહેતા અને કડીની એક ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા કિરણ હરીભાઈ પરમારને અગાઉ સ્ટુડન્ટ વિઝા ઉપર ન્યુઝીલેન્ડ જવાની ઈચ્છા હતી. આ માટે તેઓ ગાંધીનગરના સરગાસણ (ઇન્ફોસિટી) વિસ્તારમાં આવેલી V.K.I.I.M (વી.કે.આઈ.આઈ.એમ) કન્સલ્ટન્સી ખાતે ગયા હતા. ત્યાં તેમની મુલાકાત એજન્ટ વિજય પરીખ સાથે થઈ હતી. વિજય પરીખે 30 લાખના ખર્ચે માત્ર પંદર દિવસમાં ન્યુઝીલેન્ડનો સ્ટુડન્ટ વિઝા અને ઓફર લેટર અપાવવાની ખાતરી આપીને યુવાનને પોતાની જાળમાં ફસાવ્યો હતો. બેંક બેલેન્સ ઓછું હોવાનું કહી વર્ક પરમિટ માટે વધુ રૂપિયા પડાવ્યા એજન્ટ દ્વારા પ્રોસેસ કરવામાં આવતા ઓકલેન્ડ યુનિવર્સિટીમાંથી ઓફર લેટર તો આવ્યો હતો, પરંતુ કોલેજ દ્વારા છ મહિનાનું જૂનું બેંક સ્ટેટમેન્ટ માંગવામાં આવ્યું હતું. કિરણ પાસે નાણાકીય બચત ઓછી હોવાને કારણે તે પ્રોસેસ કેન્સલ થઈ હતી. આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને એજન્ટ વિજય પરીખે તે જ રકમમાં ન્યુઝીલેન્ડના વર્ક પરમીટ વિઝા અપાવવાની નવી લાલચ આપી હતી અને જોબ ઓફર લેટરના નામે વધારાના રૂ. 3.50 લાખ રોકડા પડાવી લીધા હતા. કેનેડાની લાલચ આપી મેડિકલ અને ફિંગરપ્રિન્ટની નકલી પ્રોસેસ કરાવી ડિસેમ્બર 2025 સુધી ન્યુઝીલેન્ડનું કોઈ કામ ન થતાં લેભાગુ એજન્ટે હવે કેનેડાના વર્ક પરમીટ વિઝા ઝડપથી મળી જવાની નવી યુક્તિ રચી હતી. વિજય પરીખે પી.પી.આર. (પાસપોર્ટ રિક્વેસ્ટ લેટર) આવ્યા બાદ બાકીનું પેમેન્ટ કરવાનું જણાવી ગત 31 જાન્યુઆરી 2026ના રોજ વિઝા સંબંધી કરાર ઉપર સહીઓ કરાવી લીધી હતી. ભરોસો જીતવા માટે ફેબ્રુઆરી મહિનામાં કે.ડી. હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું અને અગોરા મોલ ખાતે ફિંગરપ્રિન્ટ પણ અપાવ્યા હતા. ત્યારબાદ તેણે અવારનવાર નાણાંની માંગણી ચાલુ રાખી હતી. સગા-સંબંધીઓ પાસેથી ઉછીના લઈને 30.18 લાખ ચૂકવી દીધા વિદેશ જવાની લાલસામાં કિરણે અને તેના પરિવારે પોતાના સગા-સંબંધીઓ પાસેથી હાથ ઉછીના નાણાં મેળવીને એજન્ટને મોટી રકમ ચૂકવી હતી. તેમણે રોકડા રૂ. 29 લાખ તથા બેંક માધ્યમથી જી.એસ.ટી. સહિત રૂ. 1.80 લાખ મળીને કુલ રૂ. 30.18 લાખ એજન્ટ વિજય પરીખને ચૂકવી આપ્યા હતા. ટપાલમાં આવેલા પત્રથી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો મોટી રકમ ચૂકવ્યા બાદ ગત 12 જૂનના રોજ ટપાલ મારફતે કિરણના ઘરે તેનો અસલ પાસપોર્ટ અને એક પત્ર આવ્યો હતો. આ પત્ર વાંચતા જ કિરણના પગતળેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે તેમાં પાસપોર્ટ સાથે સંલગ્ન કોઈ જ એપ્લિકેશન ન હોવાનું જણાવાયું હતું અને તે ફ્રોડનો ભોગ બન્યા હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ અંગે એજન્ટ વિજયને પૂછતા તેણે "ફોર્મમાં ભૂલ થઈ છે" તેવું બહાનું કાઢી ફરીથી પાસપોર્ટ જમા કરાવ્યો હતો. પરંતુ બીજી વખત પણ ટપાલમાં એ જ પ્રકારનો પત્ર આવતા આખરે પોતાની સાથે લાખો રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો કિરણને અહેસાસ થયો હતો. અંતે, કિરણે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ મથકમાં લેભાગુ એજન્ટ વિજય પરીખ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ સિવિલમાં આરોગ્યમંત્રીની સરપ્રાઈઝ વિઝીટ:મૃતદેહ સોંપવામાં ભૂલ અને ગંદકી મુદ્દે અધિકારીઓનો કલાસ લીધો, ઇમરજન્સીમાં તૂટેલી ખુરશીઓ અને ગંદી ચાદરો જોઈ હાઉસકિપિંગ સ્ટાફને ખખડાવ્યો
    Next Article
    ગોધરા તાલુકા PI એ.વાય. પટેલની ટ્રાફિક PI તરીકે બદલી:પોલીસ સ્ટેશનમાં ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો, અધિકારીઓ-કર્મચારીઓએ શુભેચ્છાઓ પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment