Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર: વ્હીકલ ફિટનેસ સેન્ટરનો કર્મચારી રૂ. 3000 લાંચ લેતા ઝડપાયો:CNG રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ માગતા પાટણ ACBએ રંગેહાથ ઝડપ્યો

    4 days ago

    પાલનપુરના ચડોતરમાં આવેલા GHV વ્હીકલ ફિટનેસ સેન્ટરના એક કર્મચારીને લાંચ લેતા પાટણ ACBએ ઝડપી પાડ્યો છે. રહેમતુલ્લા ઘોરી નામના આ કર્મચારીએ CNG રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ. 3000ની લાંચ માંગી હતી. પાટણ ACBને ગુપ્ત માહિતી મળી હતી કે, ચડોતર સ્થિત GHV ફિટનેસ સેન્ટર ખાતે વાહનોના કોમર્શિયલ ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે અરજદારો પાસેથી રૂ. 500 થી રૂ. 50,000 સુધીની લાંચ લેવામાં આવે છે. આ બાતમીના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું. એક અરજદારને તેમની CNG રિક્ષાનું કોમર્શિયલ વ્હીકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવાનું હતું. આ માટે આરોપી રહેમતુલ્લા ઘોરીએ નિયત ફી રૂ. 980 ઉપરાંત વધારાના રૂ. 3000ની લાંચની માંગણી કરી હતી. ACBના ડીકોય છટકા દરમિયાન, આરોપી રહેમતુલ્લા ઘોરીએ અરજદાર પાસેથી રૂ. 3000ની લાંચ સ્વીકારતા તેને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. પાટણ ACBની ટીમે લાંચની રકમ સાથે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં, ડીસા-પાલનપુર હાઈવે પર આવેલા GHV વ્હીકલ ફિટનેસ સેન્ટર ખાતે કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    શામળાજી પાસેના ડુંગરો પર ભીષણ આગ:વનરાજી બળીને ખાખ, વન વિભાગે કાર્યવાહી હાથ ધરી
    Next Article
    ચિત્રા-સીદસર રોડ પરથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો:પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમે ઇંગ્લિશ દારૂની 384 નંગ બોટલ તથા કાર મળી કુલ રૂ.2,30,720 નો મુદ્દામાલ કબ્જે કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment