Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રીમાં પરીક્ષા નહીં લેવાય, 30 હજાર વિદ્યાર્થીઓને રાહત:દિવ્યભાસ્કરના અહેવાલ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ UG સેમેસ્ટર-5ની પરીક્ષાનો કાર્યક્રમ બદલ્યો

    8 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના UG સેમેસ્ટર-5ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અગાઉ જાહેર કરાયેલા પરીક્ષા કાર્યક્રમ મુજબ પરીક્ષાઓ નવરાત્રીના તહેવાર દરમિયાન યોજાવાની હતી. આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓમાં મુશ્કેલી સર્જાવાની શક્યતા હતી. આ મુદ્દે દિવ્યભાસ્કર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નવરાત્રી દરમિયાન પરીક્ષા ન યોજવા અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. 14 ઓક્ટોબરના બદલે હવે 21 ઓક્ટોબરથી પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા સમયપત્રક મુજબ UG સેમેસ્ટર-5ની વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા અગાઉ 14 ઓક્ટોબરથી શરૂ થવાની હતી. હવે તેમાં ફેરફાર કરીને પરીક્ષાઓ 21 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. આ ફેરફારથી નવરાત્રી દરમિયાન પરીક્ષા આપવાની સ્થિતિમાંથી વિદ્યાર્થીઓને રાહત મળશે. અનેક અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને મળશે લાભ નવા કાર્યક્રમનો લાભ વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે. તેમાં B.A., B.Com., B.Sc., B.Sc.IT, B.Sc. HS, B.A.I.D., B.B.A., B.C.A., B.P.A., B.R.S., B.S.W., LLB, B.Design તેમજ B.A. અને B.Com.એક્સટર્નલ સેમેસ્ટર-5નો સમાવેશ થાય છે. આ ઉપરાંત B.Sc. - M.Sc. સેમેસ્ટર-5, 7 અને 9, B.A. - B.Ed. સેમેસ્ટર-5 અને 7, B.A.-LLB ઈન્ટિગ્રેટેડ સેમેસ્ટર-5, 7 અને 9 તેમજ B.H.T.M. સેમેસ્ટર-5 અને 7ની પરીક્ષાઓ પણ યોજાવાની છે. અગાઉ પરીક્ષા સમય બદલવાનો ઇનકાર થયો હતો અગાઉ નવરાત્રીના દિવસોમાં પરીક્ષા યોજવાની જાહેરાત થયા બાદ વિદ્યાર્થીઓમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી. દિવ્યભાસ્કર દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને નવરાત્રી દરમિયાન પરીક્ષા ન યોજવા અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જોકે શરૂઆતમાં પરીક્ષા વિભાગ દ્વારા કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તેવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો. હવે અંતે પરીક્ષા વિભાગે પોતાના નિર્ણયમાં ફેરફાર કરી નવી તારીખ જાહેર કરી છે. યુનિવર્સિટી કેમ્પસમાં સરકારના વલણની પણ ચર્ચા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના નિર્ણયો અને ત્યારબાદ તેમાં કરવામાં આવતા ફેરફારને લઈને અગાઉ પણ ચર્ચા થતી રહી છે. આ વખતે પણ નવરાત્રી દરમિયાન પરીક્ષા રાખવાના નિર્ણય બાદ સમયપત્રક બદલવામાં આવ્યું છે. બીજી તરફ, ગુજરાતમાં યુવાનોને નવરાત્રી અને ગરબામાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે યુનિવર્સિટી દ્વારા નવરાત્રી દરમિયાન પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો. હવે પરીક્ષાની તારીખમાં ફેરફાર થતાં અંદાજે 30 હજાર જેટલા વિદ્યાર્થીઓને રાહત મળવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં નિવૃત્ત સરકારી કર્મીની દાતરડાંથી કરપીણ હત્યા:અવાવરૂ સરકારી પ્લોટમાં મોરને દાણા નાખતા હતા તે સમયે પ્રાણપંખેરું ઊડી ગયું; આરોપી ચોકીદારની અટકાયત
    Next Article
    પ્રાંત અધિકારીએ સિંહો માટે વાહનવ્યવહાર રોક્યો:અમરેલીના પીપાવાવ પોર્ટ ફોરવે પર અક્ષર વ્યાસે જાતે ઉતરી સુરક્ષિત રસ્તો ક્રોસ કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment