Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં નિવૃત્ત સરકારી કર્મીની દાતરડાંથી કરપીણ હત્યા:અવાવરૂ સરકારી પ્લોટમાં મોરને દાણા નાખતા હતા તે સમયે પ્રાણપંખેરું ઊડી ગયું; આરોપી ચોકીદારની અટકાયત

    13 hours ago

    ગાંધીનગરના સેક્ટર-26માં રહેતા અને મૂળ વાવોલના વતની એવા પાટનગર યોજના વિભાગના નિવૃત્ત કર્મચારી રમેશભાઈ મોતીભાઈ પટેલની હત્યા કરવામાં આવી છે. રાજેન્દ્ર મેલાજી ઠાકોર નામના ચોકીદાર દ્વારા ચરેડી સ્થિત RB વિભાગના વર્કશોપમાં દાતરડાના ઘા ઝીંકીને જીવ લઈ લેવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ચોકીદારને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે. સેકટર 21 પીઆઇ એલ.પી. દેસાઈએ કહ્યુ કે, ચોકીદારની સત્તાવાર ધરપકડ બાકી છે. જેની પૂછતાછમાં તેણે કોઈપણ કારણ વિના હત્યા કરી હોવાનું રટણ કર્યા રાખ્યું છે. તે એકજ રટણ કરે મને ખબર નથી. બસ મેં મારી નાખ્યા છે. આ ઘટના ચરેડી ખાતે RB વિભાગના વર્કશોપમાં ઘટી છે. મોરને દાણા ખવડાવતા હતા ત્યાં દાતરડા વડે હુમલો કર્યો મૃતક વર્કશોપમાં શાંતિથી ખુરશી પર બેસી મોરને દાણા નાખતા હતા. ત્યારે જ કોઈ અજાણ્યા શખસે અચાનક આવીને તેમના પર દાતરડા વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. જેના કારણે રમેશભાઈ લોહીલુહાણ હાલતમાં ખુરશીમાં ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ નિર્જન જગ્યાએ બનેલી ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ હતી. ચોકીદારના દીકરાના અભ્યાસ માટે આર્થિક મદદ કરતા હતા આ ઘટનાની જાણ થતાં જ સેક્ટર-21 પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ગુનાવાળી જગ્યાનું નિરીક્ષણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસ અને આસપાસના લોકોની પૂછપરછના આધારે પોલીસે શંકાના દાયરામાં આવેલા તે જગ્યાના ચોકીદારને રાઉન્ડઅપ કરીને તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે રમેશભાઈ જે સ્થળે મોરને દાણા ખવડાવવા જતા હતા, ત્યાં ફરજ બજાવતા ચોકીદારના દીકરાના અભ્યાસના ખર્ચ માટે તેઓ આર્થિક મદદ કરતા હતા. ચોકીદારે પત્નીની હત્યા કરી હતી વળી આ ચોકીદારનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ સૂત્રો મુજબ જાણવા મળ્યું છે. જેમાં તેણે ભૂતકાળમાં પોતાની પત્નીની પણ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી શંકા સેવાઈ રહી છે કે આ અરેરાટીભરી હત્યા પાછળ પૈસાની લેવડ-દેવડ મુખ્ય કારણ હોઈ શકે છે. મૃતક મોરને દાણા ખવડાવી વીડિયો પોસ્ટ કરતા હતા મૃતક રમેશભાઈનો પુત્ર અને પુત્રી હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે. તેઓ દરરોજ મોરને દાણા ખવડાવી એના વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હતા. ઘટના અંગે પુત્ર-પુત્રીને જાણ કરાઈ છે. તેમનો દીકરો 26 સપ્ટેમ્બરે ગાંધીનગર પરત ફર્યા બાદ રમેશભાઈની અંતિમક્રિયા કરાશે. હાલમાં સેક્ટર-21 પોલીસે ચોકીદારની અટકાયત કરી હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને આ પાછળ અન્ય કોઈ કારણ કે વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Marking 12 Years of Make in India, Gov't Targets the Brains Inside Our Smartphones
    Next Article
    નવરાત્રીમાં પરીક્ષા નહીં લેવાય, 30 હજાર વિદ્યાર્થીઓને રાહત:દિવ્યભાસ્કરના અહેવાલ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ UG સેમેસ્ટર-5ની પરીક્ષાનો કાર્યક્રમ બદલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment