Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાંત અધિકારીએ સિંહો માટે વાહનવ્યવહાર રોક્યો:અમરેલીના પીપાવાવ પોર્ટ ફોરવે પર અક્ષર વ્યાસે જાતે ઉતરી સુરક્ષિત રસ્તો ક્રોસ કરાવ્યો

    7 hours ago

    અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. અહીં ફોર-લેન માર્ગ પર અચાનક ત્રણ સિંહો આવી ચઢતા વાહનચાલકોમાં થોડા સમય માટે ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. સતત વાહનોની અવરજવર વચ્ચે સાવજોને રસ્તો ઓળંગવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. વન્યજીવોની સુરક્ષા સાથે માનવજીવનની સલામતી જળવાઈ રહે તે માટે આવા સંવેદનશીલ સમયે વાહનચાલકોએ હંમેશાં વાહનની ગતિ મર્યાદિત રાખીને વિશેષ સાવચેતી રાખવી અનિવાર્ય છે. પ્રાંત અધિકારીએ દાખવી માનવતા અને સતર્કતા પીપાવાવ પોર્ટ વિસ્તારના ફોર માર્ગ પર રોડની બંને તરફ સિંહોની અવરજવર જોવા મળી હતી. વાહનોની સતત આવનજાવનના કારણે સિંહો માટે રસ્તો ક્રોસ કરવો જોખમી બન્યો હતો. આ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા પ્રાંત અધિકારી અક્ષર વ્યાસે સમગ્ર પરિસ્થિતિની ગંભીરતા પારખીને સરાહનીય પગલું ભર્યું હતું. તેમણે પોતાની ગાડી રોકીને જાતે રસ્તા પર ઊભા રહીને બંને તરફનો વાહનવ્યવહાર થોડા સમય માટે અટકાવી દીધો હતો. વાયરલ વીડિયોએ જીત્યા લોકોના દિલ પ્રાંત અધિકારી દ્વારા લેવાયેલી આ તકેદારીના કારણે ત્રણેય સિંહોએ કોઈપણ અડચણ વગર સુરક્ષિત રીતે રોડ ક્રોસ કર્યો હતો. દેશની શાન સમાન સાવજોને અકસ્માતથી બચાવવા માટેની આ પહેલનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વ્યાપક પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો દ્વારા અધિકારીની આ કામગીરીને ભારે બિરદાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રીમાં પરીક્ષા નહીં લેવાય, 30 હજાર વિદ્યાર્થીઓને રાહત:દિવ્યભાસ્કરના અહેવાલ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ UG સેમેસ્ટર-5ની પરીક્ષાનો કાર્યક્રમ બદલ્યો
    Next Article
    गला दबाया, घसीटा फिर डिटेन किया, दिल्ली पुलिस ऐसा क्यों कर रही? Gyanesh Kumar| Jantar-Mantar Protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment