Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    30 જૂનનું અંકફળ:અંક 4 અને 7ના જાતકોને દેવામાંથી મુક્તિના માર્ગ ખુલશે, અંક 6ના જાતકોએ સ્વાસ્થ્ય સાચવવું

    20 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… તમે તમારા કાર્યમાં શ્રેષ્ઠ સાબિત થશો. ભાઈઓનો પૂરો સહયોગ મળશે. ભાગ્ય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે, જેનાથી લાભમાં વૃદ્ધિ થશે. મિલકતથી લાભ અને તેમાં વધારો થવાનો યોગ છે. કાર્યો સમયસર પૂરા થશે. યોજનાઓ સફળ રહેશે. પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે. બપોરે કોઈ ચિંતાજનક ઘટના ઘટી શકે છે, તેથી વિવાદોથી બચવું અને શત્રુઓથી સાવધ રહેવું. સાંજે અન્યોનો સહયોગ મળશે, આવકમાં સુધારો થશે અને સંપર્કોનો લાભ મળશે. કરિયર: વેપારીઓ માટે લાભદાયક સ્થિતિ રહેશે. નોકરીમાં સ્થિરતા પ્રાપ્ત થશે. લવ: પ્રેમી સાથી પ્રત્યે આકર્ષણ અને પ્રેમ વધશે. જીવનસાથી સાથે પ્રસન્નતા રહેશે. લકી નંબર: 3-6-8 લકી કલર: વાદળી શું કરવું: ગણેશજીને દૂર્વા અને જળ અર્પણ કરો. મનમાં પ્રસન્નતા રહેશે. કાર્યો સમયસર સંપન્ન થશે. આળસના કારણે તમે જે કામને ટાળવા માંગો છો, તે પણ ખૂબ જ સારી રીતે પૂર્ણ થઈ જશે. ઘરમાં મહેમાનોનું આગમન થશે. ભાગ્યનો સાથ મળશે. સંપત્તિથી લાભ થશે. બપોરનો સમય પણ અનુકૂળ રહેશે, આવકમાં વૃદ્ધિ થશે અને અવરોધો દૂર થશે. જોકે સાંજનો સમય તમારા પક્ષમાં નહીં રહે, તેથી સંભાળીને રહેવું. વિરોધીઓ સક્રિય રહેશે અને તમારી ગુપ્ત વાતો બહાર આવી શકે છે. કરિયર: ટેન્ડર અથવા અન્ય ગોપનીય વેપાર સંબંધિત વાતો લીક થઈ શકે છે. નોકરીમાં અવરોધ આવી શકે છે. લવ: પ્રેમી સાથીના કારણે મનમાં થોડી ઉદાસી રહેશે. અવિવાહિતોને સારા પ્રસ્તાવો મળી શકે છે. લકી નંબર: 3-7-9 લકી કલર: બ્લુ શું કરવું: હનુમાનજી સમક્ષ તેલનો દીવો પ્રગટાવો. સમય ઉત્તમ રહેશે અને બીજા લોકોને મદદ કરવાની તક પ્રાપ્ત થશે. પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક વધશે અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. આવક સારી જળવાઈ રહેશે અને કામના બોજ વચ્ચે સંતાન તમને સાથ આપશે. દિવસના મધ્ય ભાગમાં મિલકતથી લાભ થશે. પડોશીઓ સાથે વિવાદ થઈ શકે છે. વાહનને નુકસાન થવાની આશંકા છે. જોકે, પરિવાર તરફથી પૂરો સહયોગ મળશે. ભાગ્ય સાથ આપશે. કાર્યોમાં સફળતા મળશે. કરિયર: વેપારલક્ષી લેણ-દેણમાં વિવાદ થઈ શકે છે. નોકરી બદલવાનો વિચાર અત્યારે ટાળી દેવો. લવ: જીવનસાથી તરફથી સુખ મળશે. સંતાન પક્ષ તમારા માટે અનુકૂળ રહેશે. લકી નંબર: 3-4-6 લકી કલર: પીળો શું કરવું: હનુમાન ચાલીસાના દસ વખત પાઠ કરો. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે અને મન ઉદાસ રહેશે. આવકની બાબતમાં પણ તમે થોડા નબળા રહેશો. કાર્યોમાં અડચણો આવશે. બપોર પછીથી પરિસ્થિતિઓ અનુકૂળ થવા લાગશે. કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. નવી યોજનાઓ પણ બની શકે છે. ન ગમતા કાર્યો કરવાથી બચી જશો. લોન સંબંધી સમસ્યાઓનો ઉકેલ આવશે. ધનની પ્રાપ્તિ થશે, યોજનાઓ સફળ રહેશે અને નવા ક્ષેત્રોમાં પ્રવેશવાની તક મળશે. કરિયર: કારોબારમાં વૃદ્ધિ થશે. નોકરી બદલવાનું મન થઈ શકે છે. લવ: પ્રણય સંબંધોમાં સુખ રહેશે. વૈવાહિક જીવન આનંદમય અને સુખમય રહેશે. લકી નંબર: 2-3-9 લકી કલર: લાલ શું કરવું: સૂર્યદેવને કુમકુમ મિશ્રિત અર્ઘ્ય અર્પણ કરો. સવારે મનમાં થોડી નિરાશાનો ભાવ રહેશે અને મગજ અસ્થિર રહી શકે છે. જોકે, આવકમાં સામાન્ય વૃદ્ધિની સાથે કાર્યોમાં ગતિ આવશે. કામ સમયસર પૂરા થશે. વધારે પડતું સાચું બોલવાના કારણે નુકસાન પણ થઈ શકે છે. મકાન સંબંધિત કોઈ નવી યોજના બની શકે છે. બપોર પછી સમયમાં સારો સુધારો થશે, જે રાત સુધી વ્યવસ્થિત રીતે ચાલશે. યોજનાઓ સફળ થતાં ધનની અછત દૂર થશે. અન્યોનો સહયોગ મળશે અને ધનની આવક સારી રહેશે. કરિયર: વેપારમાં તેજી જોવા મળશે. નોકરીમાં કામનો બોજ વધુ રહેશે. લવ: પ્રેમી સાથીનું વર્તણૂક થોડું અશોભનીય રહી શકે છે. જીવનસાથી તરફથી સારો સહયોગ મળશે. લકી નંબર: 1-3-8 લકી કલર: લીલો શું કરવું: શ્રીકૃષ્ણને મીઠાઈનો ભોગ લગાવો. દિવસની શરૂઆત ખૂબ જ સારી થશે. કાર્યોમાં સફળતા મળશે. આવક પણ સારી જળવાઈ રહેશે. સંતાન તરફથી સુખ મળશે. બપોર પછી વાહન ખરાબ થઈ શકે છે. બહારનું ખાવા-પીવાના કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે. અત્યારે કોઈની પાસેથી સહયોગની અપેક્ષા ન રાખવી. આવકમાં ઘટાડો થઈ શકે છે. વિરોધીઓ પરેશાન કરી શકે છે. સાંજથી થોડી રાહત મળશે, આર્થિક સમસ્યાઓ દૂર થશે અને નવા ક્ષેત્રમાં આગળ વધવાના પ્રયાસો સફળ થશે. કરિયર: કારોબાર અર્થે યાત્રાનો યોગ છે. નોકરીમાં કોઈની સાથે વિવાદ થઈ શકે છે. લવ: વાતચીતના અભાવે પ્રેમ સંબંધોમાં વિવાદ થઈ શકે છે. અવિવાહિતોને લગ્નનો પ્રસ્તાવ મળશે. લકી નંબર: 1-3-7 લકી કલર: જાંબલી શું કરવું: હનુમાનજી સમક્ષ તેલનો દીવો પ્રગટાવો. શરૂઆતમાં નાની સફળતા મળી શકે છે. દેવામાંથી મુક્તિ મેળવવાના રસ્તાઓ મળશે. ભવિષ્યને લઈને મનમાં થોડી ચિંતા રહી શકે છે અને કાર્ય પ્રત્યે મન ઉદાસીન રહેશે. દિવસના મધ્યમાં આવક સારી રહેશે અને કોઈ કિંમતી સામાન ખરીદવાની યોજના બની શકે છે. યાત્રા પર જવાનો યોગ પણ બનેલો છે. સાંજે ખાસ સતર્ક રહેવું પડશે, બિનજરૂરી ખર્ચ થશે અને વિવાદો થઈ શકે છે. બીજા પાસેથી મદદની અપેક્ષા રાખવી નકામી જશે. કરિયર: વેપાર સામાન્ય રહેશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન રહેશે. લવ: પ્રેમી સાથી સાથે નાનો વિવાદ થઈ શકે છે. વૈવાહિક જીવનનો તણાવ ઓછો થશે. લકી નંબર: 3-5-8 લકી કલર: ગુલાબી શું કરવું: શિવજીને કેસરનું તિલક લગાવો. સવારનો સમય આર્થિક પ્રગતિ કરાવનારો રહેશે. ત્યારબાદ પણ સમય સારો જ રહેશે. આધુનિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત થશે. કાર્યો સમયસર પૂર્ણ થશે. સંતાન તરફથી ખુશી મળશે. તેમજ નવા મિત્રો બનશે. બપોરે મન થોડું વ્યથિત કે ઉદાસ રહી શકે છે. વિરોધીઓ પણ પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે. અત્યારે રોકાણ કરવાનું ટાળવું અને એકલા ક્યાંય જવું નહીં. સાંજથી સમય ફરી અનુકૂળ થશે, કાર્યોમાં સફળતા મળશે, આવક સુધરશે અને યોજનાઓ સફળ થશે. કરિયર: વેપારમાં જોખમી રોકાણ કરવાથી બચવું. નોકરીમાં કોઈ મહત્ત્વના કાગળો કે દસ્તાવેજો ગુમ થઈ શકે છે, તેથી સાવધ રહેવું. લવ: દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ રહેશે. પ્રેમ સંબંધોમાં થોડા અવરોધો આવી શકે છે. લકી નંબર: 1-3-6 લકી કલર: સફેદ શું કરવું: દુર્ગા માતાને ચોખાનો પ્રસાદ ધરાવો. બપોરના સમયે કાર્યોમાં થોડી મુશ્કેલી આવી શકે છે. દરેક જગ્યાએ અવરોધો ઊભા થશે અને આવકમાં પણ ઘટાડો રહેશે. સહયોગીઓ સાથે સંપર્ક થઈ શકશે નહીં. જોકે ત્યારબાદ ધાર્મિક અને આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત બનશે. યાત્રા કરવાનો યોગ પણ છે. વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે અને મદદની અપેક્ષાઓ પૂર્ણ થશે. દિવસના અંતમાં કોઈ મોટી સફળતા મળવાના યોગ છે. નવું વાહન સુખ મળી શકે છે અથવા નવું વાહન ખરીદવાનું મન થશે. પરિવાર સાથે ફરવા જવાની તક મળશે. કરિયર: કારોબારમાં મોટી સફળતા પ્રાપ્ત થશે. વેપાર સંચાલન સરળ રહેશે. નોકરીમાં કામનો બોજ વધુ રહેશે. લવ: પ્રેમી સાથી તરફથી બિનજરૂરી પરેશાની થઈ શકે છે. સંતાન અને માતા તરફથી ભરપૂર સ્નેહ મળશે. લકી નંબર: 1-3-7 લકી કલર: મરૂન શું કરવું: મહાદેવને બીલીપત્ર અર્પણ કરો. ઘીનો દીવો પ્રગટાવો.
    Click here to Read More
    Previous Article
    30 જૂનનું ટેરો રાશિફળ:મિથુન, તુલા, મકર અને કુંભ જાતકોને ચારે તરફથી સફળતા મળશે, સિંહ જાતકો સાથે છેતરપિંડીની શક્યતા
    Next Article
    મંગળવારનું રાશિફળ:મિથુન રાશિના લોકો માટે 'મંગળ' દિવસ, નોકરી-ધંધામાં સુખ-શાંતિ રહેશે; કર્ક રાશિના જાતકોએ કોઈની મીઠી વાતોમાં આવી ફસાવું નહીં

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment