Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંગળવારનું રાશિફળ:મિથુન રાશિના લોકો માટે 'મંગળ' દિવસ, નોકરી-ધંધામાં સુખ-શાંતિ રહેશે; કર્ક રાશિના જાતકોએ કોઈની મીઠી વાતોમાં આવી ફસાવું નહીં

    19 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 30 જૂન 2026, મંગળવારના રોજ અધિક જેઠ વદ એકમ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ ધન છે. રાહુકાળ બપોરે 04:04થી 05:44 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- આ સમયે સકારાત્મક પરિસ્થિતિઓ બનેલી છે. પ્રભાવશાળી લોકો સાથે મેળ-મુલાકાત થવાથી ખુદમાં પણ પરિવર્તન અનુભવશો. બાળકોના ભવિષ્ય સાથે સંબંધિત કેટલીક યોજનાઓ બનશે અને તેમને તરત જ ક્રિયાન્વિત કરવી પણ યોગ્ય રહેશે. કોઈ ઉદ્દેશ્યને લઈને યાત્રા પણ થઈ શકે છે. નેગેટિવ- અચાનક જ કંઈક એવો ખર્ચ સામે આવી શકે છે કે જેમાં ઘટાડો કરવાનું સંભવ નહીં હોય. આ સમયે ધૈર્ય રાખવું જ યોગ્ય છે. પોતાની ઉપલબ્ધિઓનું બીજાની સામે વધારે વખાણ ન કરો. આનાથી દગો મળી શકે છે. યુવા વર્ગ નકારાત્મક પ્રવૃત્તિના મિત્રોથી અંતર બનાવે. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં પરેશાની થઈ શકે છે. બહેતર રહેશે કે આને ટાળી દો અથવા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો. સરકારી લોકોને કામની વધારે પડતા કામના કારણે ઓવરટાઇમ પણ કરવો પડશે. લવ- પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક રૂપે કંઈક તણાવ રહી શકે છે. પોતાના ઈગો અને ગુસ્સા પર કંટ્રોલ રાખો. વૈવાહિક સંબંધોમાં પણ એકબીજાની ભાવનાઓને સમજવી જરૂરી છે. સ્વાસ્થ્ય- એસિડિટી અને ગેસની સમસ્યાથી રાહત મેળવવા માટે પોતાની દિનચર્યા અને ખાનપાનને સંતુલિત રાખવું ખૂબ જરૂરી છે. લકી કલર- કેસરી લકી નંબર- 2 પોઝિટિવ- પોતાની વ્યવસ્થિત દિનચર્યામાંથી કંઈક સમય ખુદ માટે નીકાળી લેશો અને આનાથી તમને ખુશી અનુભવાશે. સાસરી પક્ષ સાથેના સંબંધોમાં હજી વધુ મધુરતા વધશે. કોઈ સમારોહ વગેરેમાં સંમિલિત થવાનો અવસર મળશે. નેગેટિવ- કંઈક વિવાદિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. મનમાં કોઈ અજ્ઞાત ડર પણ તમને પરેશાન કરશે. જો કે કોઈ નજીકના મિત્ર કે સગા સંબંધી તમને આ સમસ્યામાંથી ઉગારવામાં તમારી મદદ પણ કરશે. કંઈક સમય ખુદના અવલોકનમાં પણ જરૂર લગાવો. વ્યવસાય- કોર્ટ-કચેરી, કમિશન વગેરેથી જોડાયેલા વ્યવસાયમાં સમય અનુકૂળ બનેલો છે. કાર્યક્ષેત્ર પર સ્ટાફ તથા સહયોગી પૂરી મહેનતથી તમારા કાર્યોને યોગ્ય અંજામ આપશે. હોલસેલના વ્યવસાયમાં કેટલીક પડકારો આવી શકે છે. ઓફિશિયલ ગતિવિધિઓ વ્યવસ્થિત રહેશે. લવ- દાંપત્ય સંબંધોમાં મધુરતા રહેશે તથા સમય રમત-ગમતમાં વ્યતીત થશે. લવ લાઇફમાં ખુશીની પળો આવશે. સ્વાસ્થ્ય- વર્તમાન બદલાતા વાતાવરણથી પોતાનો બચાવ રાખો. મેડિટેશન અને યોગા પર ધ્યાન દો. લકી કલર- લીલો લકી નંબર- 5 પોઝિટિવ- કોઈ વિશેષ લક્ષ્યને પૂરું કરવા માટે પ્રયત્ન કરતા હોય, તો આજે તમને તેમાં સફળતા મળી શકે છે. સુખ-સુવિધા સંબંધિત સામાનની ખરીદદારીમાં પણ સમય વ્યતીત થશે. તમારો સહજ સ્વભાવ સમાજમાં તમારી લોકપ્રિયતાને વધારશે અને પોતાના સંબંધોમાં મજબૂતી અનુભવાશે. નેગેટિવ- વ્યવસ્થિત બજેટ રાખો. અચાનક કોઈ એવો ખર્ચ સામે આવી શકે છે કે જેના પર કટોતી કરવાનું સંભવ નહીં હોય એટલા માટે સાવધાન રહો. ચિંતાની અસર તમારી શાંતિ અને ઊંઘ પર પણ પડી શકે છે. જો કે કોઈ મિત્રની સહાયતાથી તમારી સમસ્યાનું સમાધાન પણ નીકળશે. વ્યવસાય- વ્યાવસાયિક કાર્ય પ્રણાલીમાં સુધારો આવશે. દૂરના ક્ષેત્રો સાથે સંબંધિત વ્યવસાયમાં ગતિ આવશે. વ્યવસાયમાં આસપાસના લોકો સાથે સ્પર્ધામાં જીત તમારી જ છે. એટલા માટે મહેનતથી ગભરાશો નહીં. નોકરીમાં ટાર્ગેટ હાસિલ થવાથી બોસ અને ઉચ્ચ અધિકારી પ્રસન્ન રહેશે. લવ- પારિવારિક માહોલ સુખદ અને વ્યવસ્થિત રહેશે. વિવાહેતર પ્રેમ સંબંધ તમારી માન-હાનિનું કારણ બની શકે છે, એટલા માટે સાવધાન રહો. સ્વાસ્થ્ય- પોતાની દિનચર્યા તથા ખાન-પાનને સંતુલિત રાખવું જરૂરી છે. તણાવ, ડિપ્રેશન અને મૌસમી બીમારીઓથી થોડું બચીને રહો. પોતાની દિનચર્યા અને ખાન-પાનને વ્યવસ્થિત રાખો. લકી કલર- બદામી લકી નંબર- 5 પોઝિટિવ- પોતાની ક્ષમતાના અનુસાર જ કામકાજ કરો અને આસાન બનાવવા માટે નવી રીતો અપનાવો, આનાથી વધારે સફળતા મળશે. ફોન કે ઓનલાઇન ગતિવિધિઓના માધ્યમથી કોઈ ખાસ જાણકારી મળશે, કલાત્મક પ્રવૃત્તિઓમાં પણ તમારી રુચિ રહેશે. નેગેટિવ- પોતાની યોગ્યતા અને કાર્યપ્રણાલી પર જ વિશ્વાસ રાખો તથા કોઈની પણ મીઠી વાતોમાં ના આવો, અન્યથા પોતાના ફાયદા માટે તમારું નુકસાન કરી શકે છે. કંઈક સમય આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ લગાવવાથી માનસિક સુકૂન મળશે. વ્યવસાય- આજે વ્યવસાયમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક ના લો અને ના તો ક્યાંય રોકાણ કરો. થોડીક સાવધાની તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જો કાર્યક્ષેત્રમાં કંઈક પરિવર્તન લાવવાનો પ્લાન છે, તો સમય ઉત્તમ છે. મલ્ટીનેશનલ કંપનીમાં કાર્યરત લોકોને પ્રમોશન સંબંધી ખુશખબરી મળી શકે છે. લવ- ઘરમાં સુખ-શાંતિ ભર્યો માહોલ રહેશે. કોઈ નજીકના મિત્ર સાથે મુલાકાત થશે અને જૂની યાદો તાજી થશે. સ્વાસ્થ્ય- તણાવ જેવી વાતોથી ખુદને દૂર રાખો, કારણ કે આના કારણે તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થશે અને સ્વાસ્થ્ય પર પણ અસર પડશે. લકી કલર- ઓરેન્જ લકી નંબર- 6 પોઝિટિવ- આધ્યાત્મના પથ પર જે લોકો અગ્રેસર છે, તેને કોઈ ઉપલબ્ધિ આજે હાસિલ થઈ શકે છે. માનસિક સુકૂન બનેલું રહેશે અને કઠિનથી કઠિન કાર્ય પણ તમે પોતાના દ્રઢ નિશ્ચયથી પૂરા કરવાની ક્ષમતા રાખશો. વિદ્યાર્થીઓ તથા યુવાઓનું અન્ય ખાસ ગતિવિધિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત થશે. નેગેટિવ- પોતાના વ્યક્તિગત કાર્યોને બીજાથી આશા રાખવાના બદલે ખુદ જ નિપટાવવાનો પ્રયાસ કરો, તો વધારે ઉત્તમ રહેશે. યુવા વર્ગ પોતાના કોઈ લક્ષ્યને લઈને સફળતા ન મળવાથી નિરાશ થઈ શકે છે. માનસિક સુકૂન મેળવવા માટે એકાંતમાં કંઈક સમય વિતાવવાથી તમને ઘણી મૂંઝવણોના જવાબ મળી શકે છે. વ્યવસાય- વ્યાપારમાં વિસ્તાર સંબંધી યોજનાઓને સાકાર કરવાનો યોગ્ય સમય છે. પોતાના ગ્રાહકોની સુવિધાનું ધ્યાન રાખવાથી યોગ્ય ઓર્ડર મળશે. માર્કેટિંગ સંબંધી ગતિવિધિઓમાં નાની-મોટી પરેશાનીઓ બનેલી રહેશે. ઓફિસમાં કોઈ મુશ્કેલ ટાર્ગેટ મળી શકે છે. લવ- પારિવારિક મામલાઓમાં પોતાનું યોગદાન આપવાથી પરસ્પર પ્રેમ પ્યાર બનેલો રહેશે. પ્રેમ સંબંધોમાં વિવાહ હેતુ પરિવારમાંથી સ્વીકૃતિ લેવાનો અનુકૂળ સમય છે. સ્વાસ્થ્ય- ઘૂંટણ અને સાંધાના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે. પોતાની દિનચર્યા અને ખાન-પાન સંતુલિત રાખો. લકી કલર- વાદળી લકી નંબર- 3 પોઝિટિવ- જો કોઈ કારણસર સ્ટ્રેસ બનેલો છે તો કંઈક સમય આધ્યાત્મિક સ્થળ પર વ્યતીત કરવાથી તમને માનસિક સુકૂન મળશે. વ્યક્તિગત વ્યસ્તતા છતાં કંઈક સમય વરિષ્ઠ અને અનુભવી લોકો સાથે પણ જરૂર વ્યતીત કરો. તમને ઘણી ઉત્તમ જાણકારીઓ પણ હાસિલ થશે. નેગેટિવ- કોઈ પારિવારિક સભ્યના જ નકારાત્મક સ્વભાવના કારણે કંઈક ટેન્શન પણ બનેલું રહેશે. આ સમયે વાણી અને ગુસ્સા પર કાબૂ રાખો. યુવા વર્ગ મોજ મસ્તી અને મિત્રો સાથે સમય વ્યતીત કરીને પોતાના કરિયર સાથે બેદરકારી ના કરે. વ્યવસાય- કારોબારી વ્યવસ્થા બહેતર બનેલી રહેશે તથા કોઈ વરિષ્ઠ સભ્યના માર્ગદર્શનમાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય પણ સંપન્ન થશે. સ્ટાફ તથા કર્મચારીઓનો પણ યોગ્ય સહયોગ રહેશે. નોકરીમાં પોતાનો પ્રોજેક્ટ સારી રીતે કરવાના કારણે અધિકારીઓ વચ્ચે પ્રશંસા થશે. લવ- પતિ-પત્ની બાળકોની કોઈ સમસ્યાઓને ગુસ્સાના બદલે શાંતિથી સુલઝાવવાનો પ્રયાસ કરે. પ્રેમ સંબંધોમાં મધુરતા બનેલી રહેશે. સ્વાસ્થ્ય- તણાવ અને અસ્ત વ્યસ્ત દિનચર્યાના કારણે ગેસ તથા એસિડિટીની સમસ્યા વધી શકે છે. યોગા અને મેડિટેશન આનો બહેતરીન ઇલાજ છે. લકી કલર- ઓરેન્જ લકી નંબર- 6 પોઝિટિવ- ઘરની જવાબદારીઓ અને કર્તવ્યોનું બખૂબી નિર્વાહ કરવું તમારો પ્રયાસ રહેશે તથા માન-સન્માન પણ વધશે. આ સમયે ગ્રહ ગોચર તમારા માટે અણધાર્યા લાભની સ્થિતિ બનાવી રહ્યું છે. એટલા માટે સમયનો ભરપૂર સદુપયોગ કરો. લાંબા સમયથી કોઈ સંબંધી સાથે ચાલી રહેલા મનમોટાવમાં સુધારો આવશે. નેગેટિવ- પરંતુ વધારાના કાર્યભારના કારણે સ્વભાવમાં ચીડચીડાપણું પણ આવી શકે છે. ધૈર્ય અને સંયમ બનાવી રાખો તથા ક્ષમતાથી વધુ જવાબદારીઓ ના લો. યુવા વર્ગ નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર બનાવે. અન્યથા તમારી પ્રતિષ્ઠામાં પણ કમી આવશે. વ્યવસાય- વ્યવસાયમાં પોતાના કામની ક્વોલિટીને બહેતર કરવાની જરૂર છે. સહકર્મીઓ સાથે સામંજસ્ય બેસાડવામાં થોડી કઠિનાઈ થશે. પાર્ટનરશીપ સંબંધી વ્યવસાયમાં પારદર્શિતા રાખવાથી વ્યવસ્થા સારી બનેલી રહેશે. ઓફિસમાં કોઈ પણ સહયોગી સાથે વાદ-વિવાદની સ્થિતિ ઉત્પન્ન ન થવા દો. લવ- પરિવારજનો વચ્ચે કોઈ વાતને લઈને પરસ્પર સામંજસ્યમાં કમી રહેશે. પ્રેમી-પ્રેમિકાને ડેટિંગનો અવસર પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય- સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યા રહેશે. વ્યાયામ અને યોગ આનો યોગ્ય ઇલાજ છે. આયુર્વેદિક ઇલાજ લો. લકી કલર- બદામી લકી નંબર- 1 પોઝિટિવ- આજે દિવસ સામાન્ય જ રહેશે, પરંતુ તમારી કડી મહેનત અને પરિશ્રમથી પરિસ્થિતિઓમાં અનુકૂળતા આવી જશે. યુવાઓ માટે સફળતા અને ભાગ્યોદયના રસ્તા પ્રબળ થઈ રહ્યા છે. વિદેશ જવાની પ્લાનિંગ સાકાર થઈ શકે છે. નેગેટિવ- કઠોર શબ્દોનો પ્રયોગ કરવાથી બચો તથા વસ્તુઓને શાંત મનથી વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરો. નકારાત્મક પ્રવૃત્તિના મિત્રોની કોઈ પણ સલાહ પર વિશ્વાસ ના કરીને પોતાની યોગ્યતા પર ભરોસો રાખો. વ્યવસાય- કાર્યસ્થળ પર ટીમ વર્કમાં કામ કરવાથી જલ્દી સફળતા મળશે. પરંતુ વર્તમાન કાર્ય જે રીતે ચાલી રહ્યા છે, તેમાં અત્યારે કોઈ પણ પ્રકારનો બદલાવ લાવવાની કોશિશ ના કરો. આર્થિક સ્થિતિ સામાન્ય બનેલી રહેશે. ફાઇનાન્સ સંબંધી ગતિવિધિઓ પર ચાલી રહેલી પરેશાનીઓમાં કંઈક કમી આવશે. લવ- પારિવારિક સભ્યો માટે પણ કંઈક સમય નીકાળવો સંબંધોમાં હજી વધુ નજદીકીઓ વધારશે. ભેટની આપ-લે કરવી સંબંધોમાં મધુરતા લાવશે. સ્વાસ્થ્ય- માનસિક સુકૂન અને શાંતિની શોધમાં એકાંત કે ધાર્મિક સ્થળ પર પણ કંઈક સમય અવશ્ય વિતાવો. મેડિટેશન, એક્સરસાઇઝ કરવી પણ યોગ્ય સમાધાન છે. લકી કલર- વાદળી લકી નંબર- 8 પોઝિટિવ- આજે પરિવારથી જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડી શકે છે, જે કે યોગ્ય રહેશે. કોઈ મિત્રનો સહયોગ પણ તમારી મુશ્કેલીઓને ઓછી કરવામાં મદદ કરશે. કંઈક સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓમાં સુધારો થવાથી દિનચર્યા વ્યવસ્થિત થઈ જશે. નેગેટિવ- કોઈ નિકટ સંબંધી સાથે મનમોટાવ થવા જેવી સ્થિતિ બની રહી છે. સંબંધોમાં મધુરતા બનાવી રાખવા માટે કેટલીક વાતોને નજરઅંદાજ કરવી પણ જરૂરી છે. સામાજિક અથવા સોસાયટી સંબંધી ગતિવિધિઓમાં પોતાનું યોગદાન ના આપવાથી તમારી વિરુદ્ધ વાતો બનશે. વ્યવસાય- વ્યવસાયમાં કંઈક ને કંઈક દિક્કતો બનેલી રહેશે. આ સમયે કાર્યક્ષેત્રમાં કોઈ પણ નિર્ણય એકલા ના લો. પરંતુ ટીમ વર્ક બનાવીને કામ કરો. આવકનો કોઈ સ્ત્રોત શરૂ થઈ શકે છે. નોકરી પેશા વ્યક્તિ કોઈ સરકારી મામલામાં ફસાઈ શકે છે. લવ- જીવનસાથી તથા પરિવારજનોનો સહયોગ બનેલો રહેશે. મિત્રો સાથે પારિવારિક ગેટ-ટુગેધર બધાને ખુશી આપશે. સ્વાસ્થ્ય- પોતાના ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી રાખવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ના કરો. વર્તમાન વાતાવરણથી પોતાનો બચાવ રાખવો જરૂરી છે. લકી કલર- પીળો લકી નંબર- 2 પોઝિટિવ- વડીલોના આશીર્વાદ એક કવચની જેમ કામ કરશે તથા તમે પોતાની બુદ્ધિમત્તાના બળ પર ઘણી પરેશાનીઓમાંથી છુટકારો મેળવી લેશો. કોઈ મિત્ર સાથે મનમોટાવ ચાલી રહ્યો છે, તો તેને મધુર બનાવવામાં તમારા પ્રયાસો કામયાબ રહેશે. નેગેટિવ- કાનૂની કાર્યોમાં કેટલીક મૂંઝવણો આવશે પરંતુ કામ શાંતિપૂર્ણ તરીકે પતી પણ જશે. પોતાની મહત્વપૂર્ણ વસ્તુઓની સંભાળ ખુદ જ કરો. કારણ કે તેમના ખોવાઈ જવા કે ચોરી થવાની આશંકા બની રહી છે. વગર કારણે તણાવ લેવો કે ગુસ્સો કરવો યોગ્ય નથી. વ્યવસાય- વ્યવસાય કર ઓફિશિયલ ગતિવિધિઓમાં પોતાનો કોન્ફિડન્સ બનાવી રાખવાથી સમય અનુસાર ઉત્તમ નિર્ણય લઈ શકશો. બિલ્ડર વ પ્રોપર્ટી ડીલર આજે યોગ્ય મુનાફો (લાભ) કમાશે તથા આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. સરકારી કાર્યાલયમાં કોઈ પણ ક્લાયન્ટ સાથે ઉલઝવું તમને મુસીબતમાં નાખી દેશે. લવ- પતિ-પત્ની પરસ્પર સામંજસ્ય દ્વારા ઘરની વ્યવસ્થા યોગ્ય બનાવી રાખશે. કોઈ પ્રિય મિત્રના મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય- કબજિયાત અને ગેસની સમસ્યાથી રાહત મેળવવા માટે પોતાના ખાન-પાન પ્રત્યે બેદરકારી ના વર્તો. આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરવું ઉત્તમ રહેશે. લકી કલર- વાદળી લકી નંબર- 4 પોઝિટિવ- જો કોઈ કાનૂની કાર્ય અટકેલું છે, તો આજે કંઈક ભાગા-દોડી પછી હલ થઈ શકે છે. કોઈ વરિષ્ઠ અને અનુભવી વ્યક્તિની સલાહ પણ તમારા માટે હિતકારી રહેશે, એટલા માટે તેના પર અમલ જરૂર કરો. ઘરમાં મહેમાનોના આગમનથી ખુશી ભર્યો માહોલ રહેશે. નેગેટિવ- નાની-મોટી નકારાત્મક વાતોને નજર અંદાજ કરવી ઘણી હદ સુધી તણાવ મુક્ત રાખી શકે છે. આવકની સાથે-સાથે ખર્ચાઓ વધારે વધશે. પોતાના બજેટને વ્યવસ્થિત રાખો. બીજાના વ્યક્તિગત મામલાઓથી ખુદને દૂર રાખો. યુવા વર્ગ મોજ મસ્તીમાં પડીને પોતાના હાથમાં આવેલી ઉપલબ્ધિને બેદરકારીના કારણે ગુમાવી પણ શકે છે. વ્યવસાય- કારોબારી મામલાઓમાં પોતાના નિર્ણયો જ સર્વોપરી રાખો, બીજાની વાતોમાં આવીને નુકસાન જ થશે. વીમા અને ઇન્કમ ટેક્સના ક્ષેત્રમાં કાર્યરત લોકોને આજે બહેતરીન લાભ મળવાનો છે. ઓફિસમાં પોતાના પ્રોજેક્ટને સમય પર પૂરો કરવાની કોશિશ કરો, કોઈ પ્રકારની ઇન્ક્વાયરી થઈ શકે છે. લવ- પારિવારિક મામલાઓમાં કોઈ પણ પ્રકારની દખલગીરી ના કરો તથા સામંજસ્ય બનાવી રાખો. પ્રેમી-પ્રેમિકા વચ્ચે નાની વાતને લઈને નારાજગી રહેશે. સ્વાસ્થ્ય- તણાવપૂર્ણ સ્થિતિથી પોતાના આપને દૂર રાખો. આની અસર તમારી માનસિક સ્થિતિ અને કાર્ય ક્ષમતા પર પડી શકે છે. લકી કલર- સફેદ લકી નંબર- 5 પોઝિટિવ- કોઈ પણ વિપરીત પરિસ્થિતિ બનવા પર પોતાના સિદ્ધાંતો સાથે કોઈ પણ પ્રકારનું સમજૂતી ન કરો. આનાથી તમારું મનોબળ હજી વધુ દ્રઢ થશે. આજે કોઈ અપરિચિત વ્યક્તિ સાથે મુલાકાત ખુશનુમા રહેશે. યુવાઓને પોતાના કોઈ પ્રોજેક્ટમાં યોગ્ય સફળતા મળી શકે છે, એટલા માટે પૂરી મહેનતથી પોતાના કાર્ય પર પ્રયાસરત રહો. નેગેટિવ- નિકટ સંબંધીઓ સાથે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદમાં ના પડો નહીંતર તમારી માન-હાનિ થવાની આશંકા છે. બિનજરૂરી ખર્ચાઓ બનેલા રહેશે. વ્યર્થની ભાગ-દોડ અને ફિઝૂલ ખર્ચીથી બચવા માટે નિયમિત દિનચર્યા અને ધૈર્ય રાખવું જરૂરી છે. વ્યવસાય- કારોબારમાં કંઈક ને કંઈક પડકારો બનેલી રહેશે. પરંતુ ચિંતા ના કરો, તમારી કાર્ય ક્ષમતા અને કાબિલિયતના કારણે કામયાબી તમારા દ્વાર ખટખટાવશે. એટલા માટે પ્રત્યેક કાર્યને ગંભીરતાથી લો. નોકરી પેશા વ્યક્તિઓને પણ પોતાની બહેતર કાર્ય પ્રણાલી માટે પ્રોત્સાહન પ્રાપ્ત થશે. લવ- પતિ-પત્નીના પરસ્પર સામંજસ્ય અને યોગદાનથી પારિવારિક જીવન ખુશનુમા રહેશે. સ્વાસ્થ્ય- અસંતુલિત ખાણીપીણીના કારણે એસિડિટી અને કબજિયાતની સમસ્યા વધી શકે છે. પાણી વધુમાં વધુ માત્રામાં સેવન કરો, તથા સુપાચ્ય ભોજન લો. લકી કલર- લીલો લકી નંબર- 9
    Click here to Read More
    Previous Article
    30 જૂનનું અંકફળ:અંક 4 અને 7ના જાતકોને દેવામાંથી મુક્તિના માર્ગ ખુલશે, અંક 6ના જાતકોએ સ્વાસ્થ્ય સાચવવું
    Next Article
    દિલ્હી-રાજકોટ એર ઈન્ડિયાની ફ્લાઈટ મોડી પડતા મુસાફરોનો હોબાળો, VIDEO:AC બંધ હોવાથી 3 કલાક લેટ, રિટર્ન દિલ્હી જતી ફ્લાઈટ પણ લેટ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment