Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ યુનિ.માં ઉત્તરવહી ચરાસણીમાં અધ્યાપકની મોટી બેદકારી:જોયા વગર જ બધા વિદ્યાર્થીઓને એકસરખા ગુણ આપ્યા, અધ્યાપક સામે 30 દિવસમાં કાર્યવાહી કરવા કુલપતિનો આદેશ

    4 days ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મહેસાણા જિલ્લાની એક ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં ગંભીર બેદરકારી સામે આવી છે. એક અધ્યાપકે પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસ્યા વગર જ તમામ વિદ્યાર્થીઓને એકસમાન ગુણ આપી દીધા હતા. આ મામલે યુનિવર્સિટી પ્રશાસને સંબંધિત કોલેજ અને મંડળને સજાની કાર્યવાહી કરવા નોટિસ ફટકારી છે. યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયાએ જણાવ્યું કે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા સુધારણા માટે સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે અને આવી ગંભીર ભૂલને કોઈપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે કોલેજને 30 દિવસમાં યુનિવર્સિટી તેમજ સરકારને કાર્યવાહીનો અહેવાલ સોંપવાનો આદેશ કર્યો છે, જેથી કડક અને દાખલારૂપ સજા કરી શકાય. આ ઘટના ઓક્ટોબર-ડિસેમ્બર 2025માં લેવાયેલી MA સેમેસ્ટર-3 ની સોશિયોલોજી વિષયની પરીક્ષાના મૂલ્યાંકન દરમિયાન બની હતી. પરીક્ષાના ચેરમેને આ ગેરરીતિ પરીક્ષા વિભાગના ધ્યાને લાવી હતી. સામાન્ય પ્રક્રિયા મુજબ, પરીક્ષક દ્વારા મૂલ્યાંકન થયા બાદ મોડરેટર દ્વારા નિયમ અનુસાર ચકાસણી થતી હોય છે. આ મોડરેટર દ્વારા જ પેપરો જોયા વગર માર્ક મૂકાયા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. ત્યારબાદ પરીક્ષા વિભાગે કુલપતિના આદેશ અનુસાર એક તપાસ સમિતિની નિમણૂક કરી હતી. સમિતિ દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરીને મોડરેટરનું નિવેદન લેવામાં આવ્યું હતું. સંબંધિત અધ્યાપકને રૂબરૂ બોલાવી પૂછપરછ કરતા તેમણે કમિટી સમક્ષ સ્વીકાર કર્યો હતો કે તેમણે વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ જોયા વગર જ એકસમાન ગુણ મૂક્યા હતા. સમિતિએ અધ્યાપકે તપાસેલ લગભગ 200 જેટલી ઉત્તરવહીઓની ચકાસણી કરી ફરીથી તેનું પુનઃમૂલ્યાંકન કરાવવા માટે ભલામણ કરી હતી. પુનઃમૂલ્યાંકન કરાવતા 200માંથી લગભગ 138 જેટલા વિદ્યાર્થીઓના ગુણમાં 9થી વધારે ગુણનો ફેરફાર જોવા મળ્યો હતો, જે અધ્યાપકની ભારે બેદરકારી સ્પષ્ટ દર્શાવે છે. આ સમગ્ર હકીકત અને તપાસ સમિતિનો રિપોર્ટ બોર્ડ ઓફ ડીન, એકેડેમિક કાઉન્સિલ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં મૂકવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં કાયદાકીય (લીગલ) અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો. બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડેમિક કાઉન્સિલે આ અધ્યાપકને સજા કરવા માટે જણાવ્યું હતું. જોકે સંબંધિત અધ્યાપક ગ્રાન્ટ ઇન એઇડ કોલેજના હોઈ અને સરકાર સાથે પણ સંકળાયેલા હોઈ, યુનિવર્સિટી તેમને સીધી સજા કરી શકે તેમ ન હોવાથી યુનિવર્સિટીના સ્ટેચ્યુટ અનુસાર જે તે કોલેજ અને સંસ્થાને નોટિસ પાઠવવામાં આવી છે. આ સાથે જ તપાસ રિપોર્ટ અને નોટિસની નકલ સરકાર કક્ષાએ પણ મોકલી આપવામાં આવી છે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોલેજને 30 દિવસમાં મોટી સજા કરી અહેવાલ રજૂ કરવા જણાવાયું છે. યુનિવર્સિટીના રેકોર્ડ અને પૂછપરછના આધારે જાણવા મળ્યું છે કે આ અધ્યાપક છેલ્લા 15-17 વર્ષથી પરીક્ષાની મૂલ્યાંકન કામગીરી સાથે જોડાયેલા હતા. પરીક્ષા નિયામક મિતુલ દેલિયા અને કુલપતિના જણાવ્યા અનુસાર, મૂલ્યાંકન કામગીરી વિદ્યાર્થીઓના જીવન અને તેમની ડિગ્રી સાથે સીધી સંકળાયેલી હોવાથી તે અત્યંત સંવેદનશીલ બાબત છે. યુનિવર્સિટી દ્વારા શિક્ષકોના અનુભવના આધારે આ ભરોસાપાત્ર કામગીરી સોંપાતી હોય છે અને કોઈના કરિયર સાથે છેડછાડ ન થાય તે માટે પ્રશાસન જાગૃત છે. આ જ કારણે હવે મોટાભાગની પરીક્ષાઓનું મૂલ્યાંકન યુનિવર્સિટી કક્ષાએ રિઝલ્ટ સેન્ટરમાં જ કરાવવામાં આવે છે. યુનિવર્સિટી સત્તાધીશોએ સ્પષ્ટ કર્યું છે કે ભૂલ અધ્યાપકની હોય, વિદ્યાર્થીની હોય કે કર્મચારીની, આવી ગંભીર બેદરકારી બદલ હવે કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    જીવના જોખમે બિલાડીનું રેસ્ક્યુ:રાજકોટનાં રેલનગરમાં ફાયરનાં જવાનોએ 60 ફૂટ ઊંડા કૂવામાં ફંસાયેલી બિલાડીને મહામહેનતે બચાવી, જુઓ લાઈવ દ્રશ્યો
    Next Article
    સુરેન્દ્રનગરમાં ‘પ્રગતિ પથ યાત્રા’નો પ્રારંભ:12 વર્ષના વિકાસ કાર્યો લોકો સુધી પહોંચાવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment