Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના બંને ભેજાબાજોએ માત્ર રૂા.30 લાખ ચૂકવ્યા હતા, ગુનો નોંધાયો:મુંબઈના વેપારી સાથે ફાર્માસ્યૂટિકલ કેમિકલ ટ્રેડિંગના નામે રૂા.2.78 કરોડની છેતરપિંડી

    1 week ago

    કેમિકલના વેપારના બહાને મુંબઈના વેપારી સાથે 2.78 કરોડની છેતરપિંડી કરાઈ છે. મુંબઈના વેપારી રિશભ પ્રમોદ પોદાર પાસેથી વડોદરાના આરોપીઓએ કેમિકલ ખરીદી વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં રૂા. 500ના સ્ટેમ્પ પેપર પર બાકીનાં નાણાં ચૂકવવાની લેખિત બાંહેધરી આપ્યા છતાં માત્ર રૂા. 30 લાખ ચૂકવી બાકીના રૂા. 2.48 કરોડ હડપ કરીને વિશ્વાસઘાત આચરતાં વડોદરા શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મુખ્ય આરોપી વડોદરાના દીપેશ સુરેશભાઈ ઠક્કર અને જીગ્નેશ કાંતિભાઈ પરમાર છે. દીપેશે પોતાની કંપની ‘ઇન્ટેગ્રિટી ફાર્માસ્યૂટિકલ’ છાણી જકાતનાકા માટે અને તેની ગેરંટી પર જીગ્નેશ પરમારની ‘જે.કે. ફાર્મા’ માટે કેમિકલ મગાવ્યું હતું. આ ઉપરાંત દીપેશની ઓળખાણ અને પેમેન્ટની જવાબદારી પર પિયુષ સોલંકીની ‘એનિલ ફાર્મા’ અને હસમુખ પરમારની ‘ઓનીઓર ફાર્માસ્યૂટિકલ’ માટે પણ કેમિકલનો માલ મોકલાવાયો હતો. આરોપીઓએ લાખો કિલો ટોલ્યુઈન અને આઈસો પ્રોફાઈલ આલ્કોહોલ પડાવી લીધું હતું. તેમણે ફરિયાદી પાસેથી અલગ-અલગ તારીખે કેમિકલનો મસમોટો જથ્થો ખરીદ્યો હતો. જેમાં દીપેશ માટે 21,840 કિલો ટોલ્યુઈન , જીગ્નેશ માટે 9,390 કિલો આઈસો પ્રોફાઈલ આલ્કોહોલ, પિયુષ સોલંકી માટે 19,260 કિલો ટોલ્યુઈન તેમજ હસમુખ પરમાર માટે 30,580 કિલો ટોલ્યુઈન કેમિકલનો સમાવેશ થાય છે. આ માલ સામે આરોપીઓએ આપેલા તમામ પીડીસી ચેકો બેંકમાં અપૂરતા બેલેન્સના કારણે બાઉન્સ થયા હતા. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    નાગરિકને જાતિસૂચક અપશબ્દો કહી લાફો માર્યાનો આક્ષેપ:બાપોદ પોલીસના ASI નિપુલ કહાર વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ
    Next Article
    ફર્નિચર સિવાય રસોડું વસાવી લેવાય તેટલો સામાન ચોરીને ભેગો કર્યો:4.70 લાખનાં ટીવી, પંખા, બાઇક, તેલના ડબ્બા ચોરનારાં પિતા-પુત્ર, પુત્રી પકડાયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment