Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફર્નિચર સિવાય રસોડું વસાવી લેવાય તેટલો સામાન ચોરીને ભેગો કર્યો:4.70 લાખનાં ટીવી, પંખા, બાઇક, તેલના ડબ્બા ચોરનારાં પિતા-પુત્ર, પુત્રી પકડાયાં

    1 week ago

    પાણીગેટની ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી નજર ચૂકવીને પિતા, પુત્ર અને પુત્રીની ટીવીની ચોરી કરનાર ‘ફેમિલી ગેંગ’ને પાણીગેટ પોલીસે ઝડપી પાડી છે. પોલીસે વાઘોડિયા રોડ પર ગોકુલેશ સિટી પાસે દરોડો પાડતાં ચોરીના 2 ટીવી, 39 પંખા, વોટર હિટર, મિક્સર, તેલના ડબ્બા અને 4 ટુ-વ્હીલર સહિત રૂ. 4.70 લાખની મતા પકડાઇ હતી. જેમાં પાણીગેટ અને મકરપુરા પોલીસ સ્ટેશનના ગુના ઉકેલાયા છે. ગેંગ લક્ષ્મીપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં પણ પકડાઈ ચૂકી છે. પાણીગેટ પોલીસે જણાવ્યું કે, ગત 30 મેએ ગણેશનગરની ઋષિપાર્ક સોસાયટીની ‘એઆર ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ’ દુકાનમાંથી બે પુરુષ અને એક મહિલા મોપેડ પર રૂા.41 હજારના 2 ટીવી ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ હતી. પાણીગેટ પીઆઈ એ.બી.પટેલ અને ટીમે CCTV ચેક કરતાં ત્રણેય મોપેડ પર ટીવી લઈ જતા દેખાયા હતા. બાતમીના આધારે પોલીસે શંકરપુરા ગામ નજીક ગોકુલેશ સિટીમાં રહેતા પિતા રાજુ ઝાલા, પુત્ર પિયુષ ઝાલા અને પુત્રી મોનિકા ઝાલાને ઝડપી પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, તેઓ દુકાનદારોને વાતોમાં ભોળવી, છળકપટથી નજર ચૂકવીને ચોરી કરતા હતા અને પોતાના વાહનોમાં સામાન ઘરે લાવતા હતા. આરોપીઓને ચોરી કરેલો માલ વેચવો હોય તો બસ સ્ટેન્ડ જેવી જાહેર જગ્યાએ પહોચી જતાં હતાં. પંખો વેચવા બસ સ્ટેન્ડ જઈને કહેતા કે મારૂં પાકિટ પડી ગયું છે, મારી પાસે રૂપીયા નથી, પેટીપેક પંખો છે, તમે જોઈલો અને પંખો રૂા.2 હજારનો હોય તો 1500 આપવાનું કહેતા હતાં.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના બંને ભેજાબાજોએ માત્ર રૂા.30 લાખ ચૂકવ્યા હતા, ગુનો નોંધાયો:મુંબઈના વેપારી સાથે ફાર્માસ્યૂટિકલ કેમિકલ ટ્રેડિંગના નામે રૂા.2.78 કરોડની છેતરપિંડી
    Next Article
    સિગ્નલમાં હવે પાણી જવાના કારણે ટેકનિકલ ફેલ્યોર નહીં થાય:ટ્રેકના 1,860 સિગ્નલોને વોટરપ્રૂફ પ્લાસ્ટિકથી કવર કરવાની તૈયારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment