Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એમએમઆરડીએ દ્વારા મહત્ત્વપૂર્ણ પગલું:મુંબઈ 3.0 માટે રાયગઢમાં 216 એકર જમીન સંપાદન

    11 hours ago

    મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ‘મુંબઈ 3.૦’ નામના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ રાયગઢ જિલ્લામાં પ્રસ્તાવિત ગ્રોથ સેન્ટર માટે 216 એકર જમીન સંમતિના આધારે સંપાદિત કરવામાં આવી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની આ પહેલને જમીન માલિકો તરફથી પ્રથમ જ દિવસે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જે પ્રોજેક્ટને વાસ્તવિક ગતિ આપનાર સાબિત થયો છે. આ યોજના સમતિ દ્વારા વિકાસ, વિસ્થાપન દ્વારા નહીંના સિદ્ધાંત પર આધારિત છે. એમએમઆરડીએ પરંપરાગત જમીન સંપાદન પદ્ધતિથી અલગ જઈને જમીન માલિકોને વિકાસ પ્રક્રિયામાં ભાગીદાર બનાવવાની નવી નીતિ અપનાવી છે. જમીન માલિકોને સીધી નાણાકીય ચૂકવણી ઉપરાંત એફએસઆઈ/ટીડીઆર જેવા વિકલ્પો તેમજ લેન્ડ પૂલિંગ દ્વારા વિકસિત પ્લોટના 22.5 ટકા પરત આપવાની યોજના રજૂ કરવામાં આવી છે. રાયગઢ-પેન ગ્રોથ સેન્ટર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થળે વિકસાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર અટલ સેતુ, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને વિરાર-અલીબાગ મલ્ટી-મોડલ કોરિડોર જેવા પ્રોજેક્ટ્સની નજીક આવેલો છે, જેના કારણે આ પ્રોજેક્ટનું મહત્વ વધુ વધી ગયું છે.
    Click here to Read More
    Previous Article
    સામાન્ય પ્રજા પરેશાન:RTOમાં તમામ સેવા ઓનલાઈન હોવા છતાં નાગરિકોને આંટાફેરાથી હેરાનગતિ
    Next Article
    નાશિક ટીસીએસમાં થયેલો ચર્ચિત મામલો:ટીસીએસમાં જાતીય શોષણ મામલે મુખ્ય સૂત્રધાર નિદા ખાન સસ્પેન્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment