Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યના તમામ હેલિપેડની હવેથી દર 3 મહિને તપાસ થશે:ખામી જણાય તો તાત્કાલિક રિપેર કરાશે, આપત્તિ અને VIP મૂવમેન્ટમાં હેલિપેડ બનશે વધુ ઉપયોગી

    11 hours ago

    રાજ્યના તમામ હયાત હેલિપેડને હંમેશા ઉપયોગલાયક અને ‘ઓપરેશનલ કન્ડિશન’માં રાખવા ગુજરાત સરકારે મહત્વના દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગે પરિપત્ર જાહેર કરી હેલિપેડની નિયમિત જાળવણી અને નિરીક્ષણની વ્યવસ્થા વધુ કડક બનાવી છે. નવા નિયમ મુજબ દરેક હેલિપેડનું ઓછામાં ઓછું દર ત્રણ મહિને એક વખત સ્થળ નિરીક્ષણ કરવું ફરજિયાત રહેશે. નિરીક્ષણ દરમિયાન હેલિપેડમાં કોઈ ખામી, નુકસાન કે મરામતની જરૂરિયાત જણાશે તો તેને કોઈ વિલંબ વગર તાત્કાલિક દૂર કરવા સૂચના આપવામાં આવી છે. કાર્યપાલક ઈજનેરની જવાબદારી નક્કી તમામ હયાત હેલિપેડ સતત કાર્યરત સ્થિતિમાં રહે તેની જવાબદારી સંબંધિત કાર્યપાલક ઈજનેરને સોંપવામાં આવી છે. જ્યારે અધિક્ષક ઈજનેર પોતાના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ હેલિપેડની જાળવણી અંગે સમયાંતરે સમીક્ષા કરશે. સપાટીથી ડ્રેનેજ સુધીની તપાસ કરાશે હેલિપેડની જાળવણીમાં માત્ર રનિંગ સપાટી જ નહીં, પરંતુ પેવમેન્ટ, પેઇન્ટેડ માર્કિંગ, ડ્રેનેજ સિસ્ટમ અને એપ્રોચ વિસ્તાર સહિતની તમામ આનુષંગિક સુવિધાઓની પણ નિયમિત તપાસ અને જરૂરી મરામત કરવામાં આવશે. હેલિપેડ આસપાસના દબાણો પણ દૂર કરાશે સરકારે હેલિપેડની આસપાસના સંભવિત અવરોધો અંગે પણ સ્પષ્ટ સૂચના આપી છે. હેલિપેડ પર કે આસપાસ અનધિકૃત દબાણ, બાંધકામ, સામગ્રીનો સંગ્રહ, વાહન પાર્કિંગ, કચરો, ઝાડી-ઝાંખરા તેમજ સરકારી વિભાગો દ્વારા જપ્ત કરાયેલા બિનઉપયોગી વાહનો ન રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવશે. આપત્તિ અને VIP મૂવમેન્ટમાં હેલિપેડ બનશે વધુ ઉપયોગી રાજ્યમાં પૂર, વાવાઝોડું કે અન્ય કુદરતી આપત્તિ દરમિયાન રાહત અને બચાવ કામગીરી ઉપરાંત તબીબી કટોકટી અને વડાપ્રધાન-મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના પ્રવાસ સમયે હેલિપેડનો મહત્વપૂર્ણ ઉપયોગ થાય છે. આવા સમયે હેલિપેડ તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય તે માટે સરકાર દ્વારા આ વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાવેશ ઝીલિયા પર ફાયરિંગના કેસમાં છ આરોપીની ધરપકડ:કારમાંથી હથિયાર મળવાના કેસમાં મહેસાણા કોર્ટે ભાવેશને જામીન આપ્યા, અમદાવાદ પોલીસે પાસા હેઠળ ભુજ જેલ હવાલે કર્યો
    Next Article
    આનંદપુરાકંપામાં બહેનોએ શીતળા સાતમનું પૂજન કર્યું:શીતળા માતાના મહત્વની વાર્તા વાંચી, બાજરીના લોટનો પ્રસાદ બનાવી ભોગ ધરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment