Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવેશ ઝીલિયા પર ફાયરિંગના કેસમાં છ આરોપીની ધરપકડ:કારમાંથી હથિયાર મળવાના કેસમાં મહેસાણા કોર્ટે ભાવેશને જામીન આપ્યા, અમદાવાદ પોલીસે પાસા હેઠળ ભુજ જેલ હવાલે કર્યો

    11 hours ago

    20થી વધુ ગુના ધરાવતા મહેસાણાના કુખ્યાત ભાવેશ ઝીલિયાની ફોર્ચ્યુનર કારને નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયોથી ટક્કર મારી તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કરવાના હાઈપ્રોફાઈલ કેસનો મહેસાણા એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. એસ.પી. હિમાંશુ સોલંકીની સૂચના મુજબ એલસીબી PI અનિરુદ્ધસિંહ કામળિયાની આગેવાની હેઠળ રચાયેલી ટીમોએ કટોસણ સહિતના વિસ્તારોમાં દરોડા પાડી ફાયરિંગ કરનાર સહિત હત્યાના કાવતરામાં સંડોવાયેલા 6 શખસની ધરપકડ કરી લીધી છે. 11 આરોપીઓએ ભેગા મળી હત્યાનો ચોક્કસ પ્લાન ઘડ્યો હતો અને છેલ્લા 3 મહિનાથી બલેનો કાર દ્વારા ભાવેશની સતત રેકી કરવામાં આવી રહી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. રીલ દ્વારા બે ગેંગ વચ્ચેની વર્ચસ્વની લડાઈ આ જીવલેણ હુમલા પાછળ ચારથી પાંચ મુખ્ય કારણો છે. જેમાં સોશિયલ મીડિયાની રીલ્સ દ્વારા અસામાજિક તત્વોની બે ગેંગ વચ્ચે ચાલતી વર્ચસ્વની લડાઈ મુખ્ય કારણ માનવામાં આવી રહી છે. આ ઉપરાંત બે મહિના પૂર્વે દેત્રોજમાં નવઘણ નામના શખસ પર કટોસણના જોરાવરસિંહ ઉર્ફે ભાણુભાએ ફાયરિંગ કર્યું હતું. તે શખસ મહેસાણામાં ભાવેશ ઝીલિયા સાથે હોવાની માહિતી મળતા હુમલો કરાયો હોવાની શક્યતા છે. સાથે જ જમીન વિવાદ અને જોરાવરસિંહને સોપારી મળી હોવાના પાસા પર પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. આ તમામ બાબતોનું સાચું કારણ જોરાવરસિંહની અટકાયત બાદ સ્પષ્ટ થશે. મહેસાણા કોર્ટે જામીન આપ્યા, અમદાવાદ પોલીસે પાસા હેઠળ જેલ હવાલે કર્યો બીજી તરફ ભાવેશ પાસેથી મળેલા વેપનના કેસમાં જામીન મેળવ્યા બાદ પણ ભાવેશ ઝીલિયાની મુશ્કેલીઓ ઘટી નથી. પાટણ અને અમદાવાદ સહિતના શહેરમાં 20થી વધુ ગુનાઓ આચરનાર ભાવેશ રબારીને 2 સપ્ટેમ્બરે સાંજે રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં કોર્ટે તેના જામીન મંજૂર કર્યાં હતા. જો કે, જામીન પર છૂટતાની સાથે જ સક્રિય અમદાવાદની સરખેજ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. અગાઉથી જ પાસાનું વોરંટ નીકળેલું હોવાથી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી અમદાવાદ પોલીસે ભાવેશ ઝીલિયાને પાસા હેઠળ તાત્કાલિક ભુજ જેલ હવાલે કરી દીધો છે. જો કે ભાવેશ ઝીલિયાને એના મિત્રો અને પરિવારજનો કોર્ટમાં લેવા આવ્યા એ દરમિયાન ભાવેશને કોર્ટમાંથી બહાર આવવા દેવામાં આવ્યો ન હતો. એ સાથે જ ભાવેશને અમદાવાદની સરખેજ પોલીસ લઈ જતા મિત્રો અને પરિવારજનો કોર્ટમાંથી પરત ફર્યાં હતા.
    Click here to Read More
    Previous Article
    કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોએ સઘન પેટ્રોલિંગ કર્યું:જખૌ બંદરથી કોશા સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવાઈ
    Next Article
    રાજ્યના તમામ હેલિપેડની હવેથી દર 3 મહિને તપાસ થશે:ખામી જણાય તો તાત્કાલિક રિપેર કરાશે, આપત્તિ અને VIP મૂવમેન્ટમાં હેલિપેડ બનશે વધુ ઉપયોગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment